એક મહિનાની રાહ જાયાબાદ ઈન્ડોનેશિયામાં જોકોવી નામથી ઓળખાતા જાકો વિડોડોએ રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી હોવાની જાહેરાત કરવામાં આવી. ઈન્ડોનેશિયામાં ગત ય૧૭મી એપ્રિલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ઉપરાંત વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે પણ મતદાન થયું હતું. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્તર પર એક જ દિવસે ચૂંટણી યોજાવામાં આવી હતી. જેમાં ૧૫ કરોડ ૪૦ લાખ જેટલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઈન્ડોનેશિયાના ચૂંટણીપંચે ૨૧મી મેના રોજ ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત કરી હતી. સમગ્ર એશિયાના સંદર્ભમાં જાકોવિની જીત મહ¥વપૂર્ણ છે.
ભારત ઈન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા આ ત્રણ પાડોશી લોકશાહી દેશોને એક સાથે લોકશાહીનો મહાતહેવાર ઉજવાયો. ભારતમાં નરેન્દ્ર મોદી જ્યારે ઓસ્ટ્રેલિયામાં સ્કોટ મોરિસને શાનદાર જીત હાંસલ કરી હતી.
ત્રણેય દેશોના આગેવાનોને ચૂંટણીમાં મુશ્કેલી પડશે તેવો અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. જા કે, જોકોવી, મોદી એને મોરિસન આ ત્રણેય નેતાઓના કેસમાં આ અનુમાન ખોટું સાબિત થયું અને ત્રણેયને શાનદાર વિજય મળ્યો છે. ચૂંટણીમાં જોકોવી ૫૫ ટકા મત મળ્યા છે, જ્યારે તેમના હરિફ પ્રેબોવો સુબીએન્ટો માત્ર ૪૫ ટકા મત જ મેળવી શક્યા હતા. પ્રેબેવો ૨૦૧૪માં પણ જોકોવી સામે ચૂંટણી લડ્યા હતા, ત્યારે પણ તેઓ હારી ગયા હતા. ૨૦૧૯ની ચૂંટણીમાં જોકોવીને મળેલી જીત લોકો વચ્ચેની તેમની લોકપ્રિયતા બતાવે છે.
રાષ્ટ્રીય વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો, જોકોવીના આગેવાની હેઠળની ઈન્ડોનેશિયન ડેમોક્રેકિટ પાર્ટી ઓફ સ્ટ્રગલ બે કરોડ ૭૦ લાખ મત સાથે સૌથી મોટો પક્ષ તરીકે વિજયી થયો છે. જો કે, જોકોવી ની ચૂંટણી જીત બાદ વિરોધ પક્ષોએ ચૂંટણી પ્રક્રિયાને અનુચિત અને પક્ષપાતી ગણાવતા ઈન્ડોનેશિયામાં નવો વિવાદ સર્જાયો છે.
વિરોધ પક્ષે જનાદેશનો અસ્વીકાર કરતા જકાર્તામાં થયેલા તોફાન છ લોકોના મોત નોંધાયા હતા, જ્યારે ૨૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેમાં છતાં પરિસ્થિતિ કાબૂમાં લાવવામાં આવી છે, પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સોશિયલ મીડિયા સાઈટસ પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વિરોધ પક્ષે ચૂંટણીના પરિણામોને અદાલતમાં પડકાર આપવાનો નિર્ણય કર્યો છે. ગત ચૂંટણી દરમિયાન પણ વિરોધ પક્ષ દ્વારા આવો પ્રયાસ કરાયો હતો, જે નિષ્ફળ રહ્યો હતો. ચૂંટણીમાં કૌભાંડ થયું હોવાના દાવાના સમર્થનમાં વિરોધ પક્ષ પાસે કોઈ ચોક્કસ પૂરાવા ન હોવાના કારણે આ વખતે પણ તેમના પ્રયાસો નિષ્ફળ થવાની પૂરેપૂરી સંભાવના છે.
જોકોવી અને નરેન્દ્ર મોદી ફરી સત્તામાં આવતા ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના સંબંધો નવા સ્તરે વિકસાવવામાં આવશે. ભારત અને ઈન્ડોનેશિયા પ્રાદેશિક શાંતિ, Âસ્થરતા, નાણાંકીય વિકાસ, પારંપરિક અને અપારંપરિક સલામતી પડકારો સામેની લડાઈ એવા કેટલાક વિષયોમાં સમાન રસ અને પડકાર ધરાવે છે. આસિયાનનો આગેવાની હેઠળના પૂર્વ એશિયા શિખર પરિષદ, આસિયાન પ્રાદેશિક ફોરમ ઉપરાંત બંને દેશો જી ટ્વેન્ટી જેવા મહત્વના જૂથના સભ્યપદ ધરાવે છે.
વર્ષ ૨૦૧૮ની શ્રી મોદીની ઈન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન બંને દેશોએ તેમના સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સાથે ઉન્નત કર્યા. ઈન્ડોનેશિયાના ગ્લોબલ મેરિટાઈમ ફૂલક્રમ અને ભારતની એક્ટ ઈસ્ટ નીતિ અને તમામ ક્ષેત્રોમાં સુરક્ષા અને વિકાસ એટલે એસ.એ.જી.એ.આર.માં ઘણી સમાનતા છે. જે એકબીજાને તેમની વ્યૂહાત્મક અને આર્થિક પ્રાથમિકોને સમન્વયિત કરે છે.
બંને દેશો વચ્ચે દ્વિ-પક્ષીય વેપાર ૨૦ બિલિયન અમેરિકન ડોલરનો છે. ભારતીય પ્રધાનમંત્રીની ઈન્ડોનેશિયાના મુલાકાત દરમિયાન બંને દેશોએ ૨૦૨૫ સુધીમાં દ્વિ-પક્ષીય વેપારમાં ૫૦ બિલિયન અમેરિકન ડોલરનો વધારો કરવાનું વચન આપ્યું હતું. નવા હાથ ધરવામાં આવેલા પાંચ વર્ષના જનાદેશ સાથે બંને રાજકીય નેતાઓ પરસ્પરના સહયોગથી પોતાના દેશના હિતોને આગળ વધારવાની સંભાવના ધરાવે છે, જે વેપાર અને રોકાણમાં અવરોધ દૂર કરી સહકારના નવા ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધનના માધ્યમથી કરવાની જરૂર છે.
Comments
Post a Comment