Skip to main content

આતંકી હુમલાઓ વચ્ચે પાકિસ્તાનને

કેટલાક મહિના સુધી ચાલેલી ચર્ચા બાદ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ આઈ.એમ.એફે પાકિસ્તાનને ફરી એકવાર નાણાંકીય સહાય મંજૂર કરી છે. પાકિસ્તાની પ્રધાનમંત્રીના આર્થિક બાબતોના સલાહકાર ડાp. હફિઝ શેખે જણાવ્યું છે કે, પાકિસ્તાન સરકાર અને આઈ.એમ.એફની ટીમ વચ્ચે થયેલી ચર્ચાના છેલ્લા રાઉન્ડમાં આ નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી. જે મુજબ આઈ.એમ.એફ પાકિસ્તાનને નાણાકીય કટોકટીનો સામનો કરવા આગામી ૩ વર્ષમાં છ અબજ અમેરિકી ડોલરની સહાય આપશે. પાકિસ્તાન અત્યારે ગંભીર દેવામાં છે. તેનું અર્થતંત્ર ચલાવવા અને નાણાંકીય જવાબદારીઓ પૂરી પાડવા ૧૮ અબજ ડોલરની ખાદ્ય પડે છે.

આઠ મહિના પહેલા ઈમરાન ખાન દેશના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જા આઈ.એમ.એફ. દ્વારા નાણાકીય સહાય આપવા માટે કડક શરતો મૂકવામાં આવશે તો તેઓ આઈ.એમ.એફ.ની મદદ લેશે નહીં.

તેઓ તેમના મિત્ર દેશો જેવા કે, ચીન, સાઉદી અરેબિયા અને યુએઈ પર નિર્ભર હતા. જા કે, હવે ઈમરાન ખાને આઈ.એમ.એફ દ્વારા મૂકાયેલી તમામ શરતો માન્ય કરી છે. જેમાં નાણાંકીય પુનઃવ્યવસ્થાપન જાહેર નાણાંનું પુનઃનિર્ધારણ, મહેસૂલ ભંડોળમાં વધારા માટે વેરા દરોમાં વધારો કરવો, સબસિડીમાં ઘટાડો કરવા જેવા શરતોનો સમાવેશ થાય છે.

ઈમરાન ખાને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ વેરા દરો તેમજ વીજળી અને ગેસના દરોમાં વધારો કરશે નહીં. કારણ કે, એનાથી સામાન્ય નાગરિકને વધુ મુશ્કેલી પડશે અને મોંઘવારી વધશે. નાણાંકીય કાર્યવાહી અંગેની આંતરરાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ એફ.એ.ટી.એફ દ્વારા પણ પાકિસ્તાન ઉપર દબાણ કરવામાં આવ્યું છે. હાલ પાકિસ્તાનને ગ્રે – લિસ્ટમાં રાખવામાં આવ્યું છે, પરંતુ ટૂંક સમયમાં પાકિસ્તાનને બ્લેક લીસ્ટમાં નાખવાની શક્યતા છે.

પાકિસ્તાની પ્રધાનમંત્રીએ દેશના નાણામંત્રી અસદ ઉમર અને રાષ્ટ્રીય બેન્કના ગર્વનર તારીક બજવાને બરતરફ કર્યા છે અને આઈ.એમ.એફ.ના ભૂતપૂર્વ અધિકારીઓને તેમની જગ્યાએ નિયુક્ત કર્યા છે, જે બતાવે છે પાકિસ્તાનનું અર્થતંત્ર મુક્ત પતનની દિશામાં છે. જીડીપી દર ૩.૯ ટકા ઉપર આવ્યો છે. જ્યારે મોંઘવારીનો દર ૯.૪ ટકા સુધી પહોંચ્યો છે. દેશ પાસે માત્ર નવ અબજ જેટલું વિદેશી ભંડોળ છે. આવી પરિÂસ્થતિમાં ઈમરાન ખાન પાસે આઈ.એમ.એફ.ની શરતો માન્ય કરવા સિવાય બીજા પર્યાય નથી. પાકિસ્તાનને હવે કડક નાણાંકીય તાલીમની જરૂર છે. જે માટે કડક કાર્યવાહી કરી શાંતિ નિર્માણ કરવી અને વિકાસકામો માટે નાણાંકીય સહાય આપવી જરૂરી છે. બીજું કે, તમામ રાજકીય નિર્ણયો સરકાર ઉપર છોડવાની જરૂર છે જ્યારે સેનાની ભૂમિકા માત્ર દેશની સુરક્ષા અને સલામતી પૂરતી મર્યાદિત રાખવાની જરૂર છે.

પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોનું ભંડોળ વૈશ્વિક સમુદાય માટે એક મોટી ચિંતા બની ગયું છે જે દેશને અન્ય દેશો અને સંસ્થાઓ પાસેથી સરળ લોન લેતા અટકાવે છે જેનાથી હાલની સમસ્યાથી પોતાની અર્થવ્યવસ્થાને બચાવી શકે. પાછળથી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. બલૂચિસ્તાનના ગ્વાદર શહેરમાં નવનિર્મિત એક માત્ર ફાઈવ સ્ટાર હોટલ છે. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા હતા. જેના માટે બલૂચિસ્તાન લિબરેશન આર્મિ (બીએલએ) દ્વારા જવાબદારી લેવામાં આવી છે. આ અગાઉ બલૂચિસ્તાનના હારનાઇ જિલ્લામાં ૧૪ લોકો માર્યા ગયા હતા. જેમાં મુસાફરોને એક બસમાંથી ઉતારીને ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાન નેવીના લોકો પણ હતા. બલૂચિસ્તાનમાં અલગાવવાદી આંદોલન લાંબા સમયથી ચાલી રહ્યું છે અને બીએલએ તેનું નેતૃત્વ કરી રહ્યું છે. બલૂચિસ્તાનના લોકોની ફરિયાદ છે કે, તે પાકિસ્તાનનો કુદરતી સંશાધનોથી ભરપૂર સૌથી મોટો પ્રાંત હોવા છતાં તે દેશનો સૌથી ગરીબ પ્રાંત રહ્યો છે. ખરેખર તો બલુચિસ્તાનના લોકો ચીન પાકિસ્તાન આર્થિક કોરીડોર – સી.પી.ઇ.સી.ના પણ વિરુદ્ધમાં છે, જેનો મોટા ભાગનો હિસ્સો બલુચિસ્તાનમાંથી પસાર થાય છે. પરંતુ આ પ્રાંતને તેનો કોઈ વધારાનો લાભ મળતો નથી. હોટેલ પર થયેલો હુમલો આ પ્રોજેક્ટમાં ચાઇનીઝ દ્વારા કરાતા કામ વિરુદ્ધ રોષના ભાગરૂપે જાવાઈ રહ્યો છે. જેમાંના મોટાભાગના તેમના વ્યાપારિક પ્રવાસો દરમિયાન આ જ હોટલમાં રોકાય છે. આઈ.એમ.એફ. દ્વારા નાણાંકીય મદદએ દેશને ચલાવવા માટે કામચલાઉ રાહત છે. પાકિસ્તાની નેતાગીરીએ તેમના પોતાના લાભ માટે પરિÂસ્થતિની સર્વગ્રાહી સમીક્ષા કરવી જાઈએ.

નાણાંકીય સહાય મંજૂર

લેખક – અશોક હાન્ડુ, રાજકીય વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...