Skip to main content

અંતરિક્ષમાં દેખરેખ રાખવાની ક્ષમતા વધારવા તરફ ભારતનું નવું પગલું

પૃથ્વીનું અવલોકન કરવા માટે ભારત દ્વારા બુધવારે પ્રક્ષેપિત કરવામાં આવેલા રિસેટ ૨બી ઉપગ્રહથી ભારતની અંતરીક્ષમાં દેખરેખ કરવા માટેની ક્ષમતામાં વધારો થશે. આ ઉપગ્રહની મદદથી કોઈપણ પ્રકારના વાતાવરણમાં સરહદ પર ૨૪ કલાક દેખરેખ રાખી શકાશે. ૬૧૫ કિલોગ્રામ વજન ધરાવતા રિસેટ ઉપગ્રહની આવરદા પાંચ વર્ષની છે.

રિસેટ-૨બી ઉપરાંત પીએસએલવી-સી૪૬ દ્વારા ભારતે વિકસાવેલા વિક્રમ પ્રોસેસર અને લો કોસ્ટ ઇર્નશિયલ નેવિગેશન સિસ્ટમ જેવા બે અન્ય પેલોડ પણ અંતરિક્ષમાં મુકવામાં આવ્યા.

ઈસરોના અધ્યક્ષ ડો.કે.સિવને જણાવ્યું હતું કે, આ સિસ્ટમ ભવિષ્યમાં લોન્ચ વેહિકલ્સ મિશનમાં ક્રાંતિ લાવી શકશે. ચંડીગઢના સેમી કંડક્ટર દ્વારા વિકસાવેલા વિક્રમ પ્રોસેસર ઇસરોની ભવિષ્યની લોન્ચ વેહિકલ પર નિયંત્રણ રાખશે.

રિસેટ શ્રેણીએ ઇસરો દ્વારા વિકસાવેલી કોઈપણ પ્રકારના વાતાવરણમાં પૃથ્વીનું અવલોકન કરી શકે. એવા ઉપગ્રહોની સૌ પ્રથમ શ્રેણી છે. અગાઉના ઉપગ્રહો, પૃથ્વીનું અવલોકન કરવા ઓપ્ટીકલ અને સ્પેકટ્રલ સેન્સરનો ઉપયોગ કરતા હતા. જે અંધારામાં અને વાદળછાયા વાતાવરણમાં સારી કામગીરી કરી શકતા નહોતા. રિસેટ-૨ બી કોઈપણ પ્રકારના વાતાવરણમાં કામ કરી શકે છે. જે માટે તે સુરક્ષા દળો અને આપતી રાહત કામગીરી કરનાર સંસ્થાઓ માટે ખૂબ જ વિશેષ છે. રિસેટ-૨બી કોઈપણ પ્રકારનું માળખું, નવા બકર્સ વ્યવÂસ્થત રીતે બતાવી શકે છે અને ક્યારેક તેની ગણતરી પણ કરી શકે છે. આ પ્રકારની માહિતી વરસાદ, વાદળછાયા વાતાવરણ તેમજ અંધારિયા વાતાવરણમાં કામ કરતી વખત સુરક્ષા સંસ્થાઓને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

ભારતમાં પાકની ખરીફ સિઝન મેથી સપ્ટેમ્બરમાં આવે છે. જ્યારે વરસાદ અને વાદળછાયુ વાતાવરણ હોય છે. આ સમયે પાક આકારણી માટે રડાર ઇમેજીંગ ઉપયોગી નીવડશે. રીસેટના ડેટા પૂર અને ચક્રવાત સમયે, વનસંવર્ધન, ભૂસ્તરશા†, માટી-જમીન વગેરેના અભ્યાસ માટે પણ ઉપયોગી નીવડશે.

રીસેટ-૨બી, ૧૦ વર્ષમાં ભારતનો ત્રીજા રડાર ઇમેજીંગ ઉપગ્રહ છે. શરૂઆતના રિસેટ પર જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે નવેમ્બર ૨૦૦૮માં મુંબઈ પરના આતંકવાદી હુમલાને પગલે ઉપગ્રહ છોડવાની યોજનામાં ફેરફાર કરાયો અને ઇસરોએ રીસેટ-એક પહેલા રીસેટ-૨ છોડવાનું નક્કી કર્યું. ૨૦૧૨માં રીસેટ-૧માં સ્થાનિક ઝ્ર-હ્વટ્ઠહઙ્ઘ સીન્થેટીક ચેપરેચર રડાર ન હતું.

બંને ઉપગ્રહોએ તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે રીસેટ-૨બી રીસેટ-ટુનું સ્થાન લેશે.

આવનારા મહિનાઓમાં અંતરિક્ષમાંથી પૃથ્વી અને ભારતીય ભૂખંડના નિરીક્ષણને સુધારવા માટે ઇસરોએ સંખ્યાબંધ રડાર ઇમેજીંગ ઉપગ્રહોનું છોડવનું આયોજન કર્યું છે.

સાહજીક રીતે હાલમાં કરાયેલા પ્રક્ષેપણે ફરી એકવાર પીએસએલવી રોકેટની અપ્રતિમ વિશ્વસનીયતા દર્શાવી છે, જે ઇસરોનું મુખ્ય કાર્યચાલક બની ગયું છે. પીએસએલવી સી-૪૬એ પીએસએલવીની સોલીડ સ્ટ્રેપ-ઓન મોટર વગર તેના પોતાના જ માળખામાં ૧૪મી ઉડાન હતી. અત્યાર સુધીના ૪૮ પ્રક્ષેપણોમાંથી રોકેટને માત્ર બે જ વખત નિષ્ફળતા મળી છે. જેમા ૧૯૯૩માં તેની સૌ પ્રથમ ઉડાનની નિષ્ફળતાનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બર ૨૦૧૭માં, પીએસએલવીએ ખામિરહિત રીતે કામ કર્યું હતું. અને તે ઉડાન કોઈ અડચણ વિના પાર થઈ હતી. પરંતુ પીએસએલવી સી-૩૯નું ગરમી સામેનું રક્ષણ ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી ખુલ્લું થયું નહીં, તેથી સંશોધક ઉપગ્રહ આઈ.આર.એન.એસ.એસ.-૧ એચને ભ્રમણકક્ષામા છોડી શકાયો નહોતો. પીએસએલવીનો ઉપયોગ ચંદ્રયાન-૧ને પણ છોડવા માટે કરવામાં આવ્યો હતો. જે ૨૦૦૮માં ચંદ્ર પર જવા ભારતનું સૌપ્રથમ મિશન હતું અને ૨૦૧૩માં મંગળ પર ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન હતું.

ભારતનું ચંદ્ર પરનું હવે પછીનું મિશન, ચંદ્રયાન-૨ જુલાઈમાં મોકલવા માટે નિશ્ચિત કરાયું છે. તે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ નજીક રોવર ઉતારવા માટેનું સીમાચિહ્નરૂપ મિશન બની રહેશે.


લેખકઃ બિમન બાસુ, વરિષ્ઠ વિજ્ઞાન સમિક્ષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...