Skip to main content

મજબૂત સરકાર માટે ભારતનું મતદાન

દેશના ૯૦ કરોડથી વધુ મતદાતાઓએ ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક જાડાણ – એનડીએને નિર્ણાયક આદેશ આપ્યો છે. પાછલા ૩૫ વર્ષમાં પહેલીવાર કોઈ એક જ પક્ષ લોકસભામાં ૩૦૩ બેઠકો જીત્યો છે. આમ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત બીજીવાર રાષ્ટ્રીય સલામતી અને વિકાસના મુદ્દે મતદારોનો સાથ મેળવી શક્યા છે. ૧૭મી લોકસભાની રચના માટે કુલ સાત તબક્કામાં યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપને ભારતીય મતદારોનો ચોતરફી ટેકો મળ્યો છે. એક સમયે જ્યાં તેની નગણ્ય હાજરી હતી તેવા પશ્ચિમ બંગાળ અને તેલંગણા જેવા રાજ્યોમાં પણ પક્ષ તેનો આધાર મજબૂત કરવામાં સફળ રહ્યો છે.

કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષો તેમના મુદ્દા મતદારોને સમજાવી શક્યા નથી. એટલું જ નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાછલા પાંચ વર્ષમાં કરેલા કામોના કારણે ઘણા મતદારો તેમને ટેકા આપતાં થયા છે.

છેલ્લા પાંચ વર્ષમાં ૧૩૩ વિકાસ યોજનાઓ એનડીએ સરકારે શરૂ કરી છે. તેમાં સ્વચ્છતા ઝુંબેશ, રાંધણ ગેસની ઉજ્જવલા યોજના, સબસિડીઓનો સીધો લાભ, આજ સુધી બેન્કોથી વંચિત રખાયેલા કરોડો ભારતીયોને જાડવા માટેની જનધન યોજના જેવી અનેક પહેલને ભારતની જનતાએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.

રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે એનડીએ સરકાર ખૂબ મજબૂત રીતે આગળ વધી હતી. તેણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, ત્રાસવાદને સહેજ પણ સાંખી નહીં લેવાય. ભારતીય સલામતી દળોએ ત્રાસવાદના દૈત્ય સામેના સંઘર્ષમાં જબરદસ્ત સફળતા હાંસલ કરી છે. ખાસ કરીને સરહદ પારના ત્રાસવાદે ભારતના જમ્મુ-કાશ્મીરમાં તેનું માથું ઉચક્યું હતું. તેને નાથવામાં સરકારે મહત્વના પગલાં લીધા હતા. આ ઉપરાંત પુલવામા હુમલા પછી પાકિસ્તાનના કબજા હેઠળના બાલાકોટ, ચકોટી અને મુઝફરાબાદમાં આવેલી જૈશ-એ-મહમ્મદ ત્રાસવાદી તાલીમ છાવણી પરના ભારતના વળતા હુમલાને પણ જનતાનો ટેકો મળ્યો છે. મોદી સરકાર પાકિસ્તાની સરહદમાં તૂટી પડેલાં ભારતીય હવાઈ દળના યુદ્ધ જહાજનાં પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને તત્કાળ મુક્ત કરાવવામાં પણ સફળ રહી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતની વિદેશનીતિને નવું બળ દિશા આપવામાં પણ સફળ રહ્યા હતા. તેમની એક્ટઇસ્ટ નિતિ ભારતના પૂર્વદિશાના પાડોશી સાથે સંબંધો સુદૃઢ બનાવવામાં મહત્વની બની રહી હતી. આ ઉપરાંત ચીન સાથેના દોકલામ વિવાદનો સફળ અંત, અમેરિકા, રશીયા, ચીન, સાઉદી અરેબિયા, ઇરાન અને ઇઝરાયલ સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવામાં સફળતા એ પણ ભારતની જનતાને સારી એવી પ્રભાવિત કરી હતી.

૨૦૧૯ની ચૂંટણીમાં મતદારોએ જ્ઞાતિ, ધર્મ, ભાષા અને જાતિના મુદ્દાઓને ધ્યાનમાં લીધા વગેરે શ્રી મોદીને મત આપ્યો છે. મતદારો સારા જીવન માટે આશા રાખે છે અને તેઓ માને છે કે, માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા નેતા તેમને તે આપી શકે છે.

હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે આ મુશ્કેલ કામ છે. અન્ન, આવાસ, શૌચાલય, રોકડ સહાય જેવી મૂળભૂત સુવિધા મળ્યા બાદ ગરીબોની આશા વધી ગઈ છે.

વાર્ષિક એક લાખ ૪૦ હજાર રૂપિયાની સરેરાશ માથાદીઠ આવકની સાથે ભારત મધ્યમ આવક ધરાવતા દેશોની શ્રેણીમાં પ્રવેશ કરી રહ્યો છે. નવો ઉભરતો મધ્યમ વર્ગ સામંત શેલીના બેકારી ભથ્થા જેવા સહાયો કરતા પણ મહત્વાકાંક્ષાને ધ્યાનમાં રાખી વિચારે છે. હવે ગ્રામીણ યુવક પણ શહેરી યુવકની સાથે રોજગારી માટે મશ્કરી કરે છે.

ભારતીય અર્થતંત્રને વધારાની જરૂર છે. છેલ્લા પાંચ વર્ષમાં ખોરાકની કિંમતમાં થોડો વધારો નોંધાયો છે. હાલ, વૈશ્વિક મંદીના જાખમ વધી રહ્યા છે. જેના પગલે ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. અને વૈશ્વિક વેપાર યુદ્ધ, કદાચ વાસ્તવિક યુદ્ધ પણ થઈ શકશે.

નવી સરકારને રોજગાર નિર્મિતોના ક્ષેત્રે ધ્યાન દોરવું જરૂરી છે. વધી રહેલી લોકસંખ્યા જાતા દરેકને રોજગાર આપવું સહેલું કામ નથી. Âસ્કલ ઇÂન્ડયા, મુદ્રા લોન, જેવી યોજનાઓને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. શિક્ષણ અને ઉત્પાદન ક્ષેત્રને વધુ ગતિ આપવાની જરૂર છે.

વેરા વ્યવસ્થામાં સુધારો લાવવાની જરૂર છે. દેશમાં વસ્તુ અને સેવા કર-જીએસટી લાગુ કરાયો છે જાકે, એને હજુ સરળ બનાવવાની જરૂર છે. એ કામ મુશ્કેલ છે કારણ લોકોની ખરીદ ક્ષમતામાં વધારા લાવવા પડશે અને સાથે સાથે સરકારની આવક વધારવા જાઈએ.

૨૦૧૪ કરતા આ વર્ષે લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે. લોકોને વિશ્વાસ છે કે, પ્રધાનમંત્રી મોદી ભારતની સમસ્યાઓનો ઉકેલ લાવવાની અને ભારતને ટોચનું અર્થતંત્ર બનાવવાની ઇચ્છા ધરાવે છે. ભારતીય નાગરિકોને આશા છે કે, આવતા પાંચ વર્ષમાં ભારત નવી ઉચાંઈ પર પહોંચશે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન સહિત વિશ્વના કેટલાંક નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે અને વિશ્વમાં વધુ સારી વ્યવસ્થા લાવવા પ્રધાનમંત્રી મોદી સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...