Skip to main content

વૈશ્વિક સત્તા બનવા તરફ ભારતની કુચ


જ્યારે આપણે નિર્ણય ક્ષમતામાં ઉંચુ માપદંડ સ્થાપવાની વાત કરીએ, ત્યારે કોઇ નરેન્દ્ર મોદીની બરોબરી કરી શકી નહિ. નવી સરકારનો પ્રવાસ નવી ઉર્જા સાથે નવો ભારત બનાવવાની દિશામાં હશે. એ પ્રધાનમંત્રીનું નિવેદન એ આ વાત સ્પષ્ટપણે દર્શાવે છે. સંસદના સેન્ટ્રલ હોલ ખાતે પ્રધાનમંત્રીએ આપેલું નિવેદન એ તેમના ૨૦૨૨ સુધી બધાને ઘર આપવાની નેમની દિશામાં હતું. આ નેમ તમામ ભારતીયોને આગામી ત્રણ વર્ષમાં ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સેવા, શિક્ષણ, નિવાસ અને અન્ય મૂળભૂત સુવિધા પૂરી પાડવા પુરતા મર્યાદિત નથી પણ દેશને વૈશ્વિક સ્તરે આગળ લઇ જવા માટેની પણ છે.

પ્રધાનમંત્રીએ નવું શબ્દ પ્રયોગ પ્રચલિત કર્યો છે જે નારા એટલે કે, રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા પ્રાદેશિક આકાંક્ષા. આ નારો ભારતની વિકસિત દેશોમાં સ્થાન પામવાના સ્વપ્નને અને સંશોધન અને વૈજ્ઞાનિક ક્ષેત્રે મહત્વનું કેન્દ્ર બનાવવાની ભારતની યોજનાને સુસંગત છે.

જા કે, આ વાસ્તવિકતામાં આવે તે પહેલા ભારતને તેમની ઉજ્જવલા, આયુષ્યમાન ભારત જેવી લોક કેન્દ્રો યોજનાઓનો પ્રસાર વધારવો પડશે. આ કલ્યાણકારી યોજનાઓ સાથે, ભારતને તેના અર્થતંત્રને વેગ આપવો પડશે જેથી તેને આગામી પાંચ વર્ષમાં પાંચ ટ્રિલીયન ડોલરની જીડીપી ધરાવતા દેશોમાં સ્થાન મળશે અને ૨૦૩૦ સુધીમાં ભારત ત્રીજા ક્રમાંકનું અર્થતંત્ર બનશે. ઘરેલું વપરાશ અને રોકાણના મદદથી ભારતનું જીડીપી ૧૦ ટ્રિલીયન ડોલર બનશે.

જા નાણાકીય વિકાસ અને રોકાણ એ નરેન્દ્ર મોદીની નવા ભારતના સપનાનું એક પાસું છે જયારે દેશને રાજદ્વારી રાજકીય વ્યુહાત્મક રીતે મજબુત બનાવવાનું પણ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આવતા પાંચ વર્ષ દેશના ઇતિહાસ માટે બહુ મહત્વપૂર્ણ છે જેમ કે, ૧૯૪૨ થી ૧૯૪૭ આ પાંચ વર્ષ દેશ માટે નિર્ણાયક હતા એ સમયે અલગ અલગ જીવનશૈલી, ભાષા, પ્રદેશના લોકો બ્રિટિશ શાસનથી ભારતને મુક્ત કરવા ભેગા થયા હતા. ભારતને હવે વિશ્વમાં પોતાની ન્યાયપૂર્ણ જગ્યા મેળવવા આઝાદીના સમય પ્રમાણે બધા ભારતીયોને ભેગા થવું જાઇએ જેથી દેશ સમસ્યા યુક્ત બનશે યોગ્ય પગલા અને યોગ્ય હેતુથી દરેક લોકકેન્દ્ર કાર્યક્રમને વાસ્તવિકતા બનાવવાની પ્રાથમિકતા આપવી પડશે.

એ જ રીતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સભ્યપદ માટે વિશ્વભરમાં રાજકીય અને રાજદ્વારી મંચોમાં યોગ્ય પ્રતિસાદ બનાવવો પડશે. આ સંદર્ભમાં શાંઘાઇ સહકાર સંગઠન એસસીઓના સભ્યોએ સંયુક્ત રાષ્ટ્રના વ્યાપક સુધારાના પ્રયાસોને ટેકો આપવા માટે બિશ્કેકમાં બેઠક કરી.

સુરક્ષા પરિષદ તેને વધુ પ્રતિનિધિ બનાવવા માટે વધુ અસરકારક માને છે. પાછલા કેટલાક વર્ષોથી ભારતના સંયુક્ત રાષ્ટ્રના વીટો – વાઇલ્ડીંગ બોડીની હાલની સિસ્ટમના કોઇપણ માળખાકીય પરિવર્તનથી સામે એકે કે બે દેશો, પરંતુ ભારત યુ.એન.અસ.સી.ના વિસ્તરણ માટેના આહવાનમાં સૌથી મોખરે રહ્યું છે. આ પ્રકારે યુ.એન.એસ.સી.ના વિસ્તરની માંગમાં તેજી નથી આવી.

જા કે, લગભગ બધા જ વૈશ્વિક નેતાઓની સાથે ભારતની આર્થિક રૂપરેખામાં વધારો અને પ્રધાનમંત્રી મોદીની વ્યÂક્તગત વૃદ્ધિને જાતા યુએનએસસી સુધારાઓએ તાજેતરમાં જ નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિશ્વના જવાબદાર રાષ્ટ્રના રૂપમાં ભારત પર્યાવરણીય મુદ્દા સહિત ઘણા મોરચે મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.

નવી દિલ્હીએ આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સના નેતૃત્વ કરવા માટેની સહમતિ વ્યક્ત કરી છે. જેનો હેતુ જીવાÂશ્મ ઇધણ પણ નિર્ભરતા ઘટાડવા માટે સૌરઉર્જાના શૌષણ તરફ છે. ન્યુ ઇÂન્ડયાની મહત્વાકાંક્ષા આ એજન્ડાને ટેકો આપે છે ઘણા દેશો દ્વારા આંતરરાષ્ટ્રીય બાબતોમાં મોટી ભૂમિકા ભજવવા માટે ભારતની તરફેણ કરવામાં આવી રહી છે.

જા કે, ભારતે વૈશ્વિક મુદ્દાઓ પર તેની પરિપકવ Âસ્થતિને વળગી રહીને તેની રાજદ્વારી રૂપરેખાને સમજદારીથી જાળવી રાખી છે. નવી દિલ્હીની વસુધૈવ કુટુમ્બકમની દૃષ્ટિ એ તેના વિદેશી નીતિના ઉદ્દેશ્યોને યોગ્ય રીતે વર્ણવે છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...