Skip to main content

એસ.સી.ઓ. વિદેશમંત્રીઓની બેઠક


ભારતના વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજે તાજેતરમાં શાંઘાઈ કો.ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એચસીઓ)ના વિદેશમંત્રીઓની મળેલી બેઠકમાં હાજરી આપી હતી. તાજેતરમાં મળેલી આ બેઠકમાં વિદેશમંત્રીએ બિસ્કેક, કિર્ગીસ્તાનની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઈ તેના એક દિવસ પહેલા તેમણે આ મુલાકાત લઈને ભારત માટે એસસીઓ બેઠક કેટલી મહત્વની છે તે પુરવાર કરી બતાવ્યું છે. ભારતના નેતાઓ છેલ્લા ઘણા વર્ષોથી એસસીઓ બેઠકમાં હાજરી આપતા આવ્યા છે, જે ભારતની એસસીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫માં રશિયાના ઉફા ખાતે યોજાયેલી એસસીઓની પંદરમી શિખર પરિષદમાં હાજરી આપી હતી. ગયા વર્ષે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલે એસ.સી.ઓ. બેઠકમાં ચીન ખાતે હાજરી આપી હતી. આ બેઠક ડોકલામ, મડાગાંઠના મામલે ભારત માટે ખૂબ જ મહત્વની હતી, તે સાથે મધ્ય એશિયા અને રશિયા સાથેના દ્વિપક્ષીય સંબંધો વધારે મજબૂત કરવા માટે પણ મહત્વની સાબિત થઈ હતી. ૨૦૧૯ની એસ.સી.ઓ. બેઠકમાં ભારતના વિદેશમંત્રીએ બેઠકથી અલગ થઈને ઔપચારિક રીતે ચીનના વિદેશમંત્રી વાંગઈ સાથે બેઠક યોજી હતી અને વુહાન શિખર બેઠકમાં નક્કી કરાયેલા સિદ્ધાંતોને આગળ ધપાવવા માટે આ બેઠક મહત્વની સાબિત થઈ હતી.

ભારતનો એસ.સી.ઓ. સંગઠનમાં જૂન ૨૦૧૭માં પૂર્ણ સભ્ય તરીકેનો ઉમેરો થયો હતો. આ સંગઠનમાં ભારત અને પાકિસ્તાનની સદસ્યતાને કારણે એસ.સી.ઓ. એક યુરેશિયન તરીકે આકાર પામી રહ્યું છે અને ભારતીય ઉપખંડમાં તેનો ફેલાવો થઈ રહ્યો છે. ભારત માટે આ સંગઠનની બેઠકોમાં નિયમિત હાજરી, વાર્તાલાપ વગેરેના કારણે ભારતને તેનો રાજદ્વારી લાભ વિવિધ સ્તરે મળી રહ્યો છે.

એસ.સી.ઓ.માં ભારતની સદસ્યતાને કારણે કનેક્ટ સેન્ટ્રલ એશિયા એટલે કે મધ્ય એશિયા સાથે સંપર્ક નીતિને પ્રોત્સાહન મળી રહ્યું છે. એસ.સી.ઓ. સંગઠનમાં અફઘાનિસ્તાન અને ઈરાન નિરિક્ષક દેશો તરીકે કામ કરી રહ્યા છે. ભારતના વિદેશમંત્રીએ એસ.સી.ઓ. બેઠકને કરેલા સંબોધનમાં ભારતની એ પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂક્યો હતો કે, અફઘાનિસ્તાનમાં શાંતિ મંત્રણા ખૂબ સરળતાથી ચાલવી જાઈએ. તેમણે એસ.સી.ઓ.ના અફઘાનિસ્તાન સંપર્ક ગ્રૂપ પ્રક્રિયાને ભારતનો સંપૂર્ણ ટેકો આપવાની દરખાસ્ત કરી હતી.

તેમણે સંપર્ક ગ્રૂપ માટે ડ્રાફ્ટ રોડમેપ જલદીથી તૈયાર થાય તેની પણ હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ક્ષેત્રીય હિતધારકોના ટેકા વગર અને સંયુક્ત પ્રયાસો વગર સ્થાનિક સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવી શકશે નહીં અને પડતર બાબતો પડતર જ રહેશે. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા હાથ ધરવા માટે ભારત એસસીઓ સંગઠનને એક મહત્વના મંચ તરીકે જાઈ રહ્યું છે.

એસસીઓમાં ભારતનો ઉમેરો થવાથી ક્ષેત્રીય કક્ષાએ આંતકવાદનો સામનો કરવા માટે એક મહત્વનું સાધન બન્યું છે. ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામાં આતંકી હુમલા પછી ભારત આતંકવાદ સામેની લડાઈ માટે વધુ સક્રિય બન્યું છે, જેમાં એસસીઓ એક મહત્વની ભૂમિકા નિભાવી શકે તેમ છે.

આતંકવાદ વિરોધી ક્ષેત્રીય માળખાની સ્થાપના ત્રણ બાબતોનો ઉકેલ લાવવા અને તેમનો સામનો કરવા માટે મહત્વના છે, જેમાં આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદનો સમાવેશ થાય છે. ભારત એસ.સી.ઓ.ની વાર્ષિક સભામાં હાજરી આપે છે, જેથી આતંકવાદ સામેની કવાયતને શાંતિ મિશન તરીકે ઓળખવામાં આવે છે. ભારત માટે એસ.સી.ઓ.ના મુખ્ય હેતુઓ મહત્વના છે, જે સમગ્ર ક્ષેત્રમાં આતંક વિરોધી પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે.

ભારત કનેક્ટીવીટી, શાંતિ અને ક્ષેત્રમાં Âસ્થરતા જળવાઈ રહે તેની મજબૂતાઈ માટે સમર્પિત છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઈન્ટર રિઝયનલ કનેક્ટીવીટી બાબતને વાસ્તવિક બનાવવા માટેની ભારતની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂકીને હકારાત્મક વલણ દર્શાવ્યું હતું. તેમણે નિર્દેશ કર્યો કે, ભારતની પ્રતિબદ્ધતા એ રીતે પણ સ્પષ્ટ દેખાઈ આવે છે કે, ઈન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરીડોર, ચાબહાર બંદર, અશ્ગાબેટ એગ્રીમેન્ટ અને ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ વચ્ચેના ત્રણ હાઈવેને પૂર્ણ કરવાના પ્રોજેક્ટમાં સામેલ થયેલું છે. આમ છતાં ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનેશિયેટીવ (બીઆરઆઈ)નું હાલમાં જે સ્વરૂપ છે, તે ભારતની વિદેશનીતિની અગ્રતાઓની પડકાર સમાન છે. ભારત એ પ્રકારની માંગણી કરી રહ્યો છે કે આ પ્રોજેક્ટમાં સાર્વભોમત્વ અને દેશની સીમા રેખાઓની અખંડિતતા જળવાયેલી રહેવી જાઈએ. એટલું જ નહિં આ પ્રોજેક્ટ સર્વગ્રાહી, મજબૂત અને પારદર્શક હોવો જાઈએ.

એસસીઓ સંગઠને ભારતને માત્ર મધ્ય એશિયાના દેશો સાથે સતત સંપર્ક અને વ્યસ્ત રાખવામાં મદદ કરી છે એવું નથી પરંતુ તેની સાથે આ સંગઠને રશિયા અને ચીન કે જે એશિયાના બે મોટા દેશો છે. તેમની સાથે પણ સંપર્ક જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. યુરો-એશિયન રિજીયન કેટલાંક પડકારોનો સામનો કરી રહ્યો છે, જેમાં આતંકવાદ કનેક્ટીવીટીની ઉણપ, ક્ષેત્રીય શાંતિ અને Âસ્થરતાનો અભાવ તથા ક્ષેત્રીય આર્થિક વૃદ્ધિમાં ધીમી ગતિ એક પડકારરૂપ છે. આ એક મહત્વની બાબતો છે. ભારતની એસસીઓ સંગઠનમાં સતત હાજરી અને રજૂઆતને કારણે આ સંગઠનને વધુ બળ મળ્યું છે. ભારતની એસસીઓ સંગઠનમાં સામેલગીરી ખૂબ જ મહત્વની બની રહે તેમ છે.

વર્ષો બાદ એસસીઓ એક મજબૂત ક્ષેત્રીય જૂથ તરીકે ઉભરી આવ્યું છે, તે સભ્ય દેશોને એકબીજા સાથે ખુલ્લા દિલે મંત્રણા કરવાની વૈવિધ્યપૂર્ણ તકો પૂરી પાડે છે, તેના કારણે જ ભારત આ સંગઠનમાં વર્ષોથી રહીને સભ્ય દેશો સાથે સાતત્ય પૂર્ણ સંબંધો બનાવી રહ્યું છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...