પાકિસ્તાનમાં લઘુમતિના પ્રશ્નો શરૂઆતથી જ ખૂબ જ ચર્ચામાં છે. સરકાર દ્વારા લઘુમતિ સાથે ભેદભાવ પૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે.
ખરેખર તો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ભેદ એ જ છે કે, ભારત બિનસાંપ્રદાયિક દેશ છે એટલે તમામ ધર્મને એક જ સમાન સ્થાન આપવામાં આવ્યું છે. રાજનીતિ બિનસાંપ્રદાયિક રહી છે એટલે તમામ ધર્મને સમભાવથી જાવામાં આવે છે. બીજીબાજુ પાકિસ્તાન ઈસ્લામને રાજધર્મ માને છે એટલે ત્યાં તેને મહત્વનું સ્થાન મળે છે અને અન્ય ધર્મનું સ્થાન એટલું સમકક્ષ રહેતું નથી. આ સંજાગોમાં ત્યાં અન્ય ધર્મના લઘુમતિ સમુદાયને સમાનતાનો ભાવ જાવા મળતો નથી. આ કારણોસર જ ત્યાં ધર્મનિંદાના પ્રશ્નો ઉદ્ભવે છે એટલે કે અન્ય ધર્મના લોકો જા ઈસ્લામની ટીકા કરે તો તેને ધાર્મિક રીતે મોટો ગુનો ગણીને તેની સામે કેસ ચાલે છે. શરિયતના કાનૂન હેઠળ ફાંસી સુધીની સજા પણ કરવામાં આવતી હોય છે. આશીયાબીબીનો તાજેતરનો કેસ આ અંગે વિશ્વભરમાં ચકચાર જગાવી ચુક્યો છે.
આ તમામ બાબતો વચ્ચે સરકાર જ્યારે લઘુમતિ સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરે એ ટીકાની બાબત ગણાય. પાકિસ્તાનમાં આમ પણ કટ્ટરવાદ અને ત્રાસવાદ ચરમસીમાએ છે. પરિણામે મુસ્લીમ સિવાયના ધર્મના લોકોને સતામણીનો અનુભવ થાય છે. હિન્દુ, ખ્રિસ્તી, શીખ ધર્મના લોકોની વસતિ પાકિસ્તાનમાં ૩૦ લાખ જેટલી છે. આ તમામ લોકોએ ભયભીત બનીને રહેવું પડે છે. ત્રાસવાદી હુમલાઓ કે કટ્ટરવાદી પરિબળો સામે સરકાર દ્વારા સુરક્ષાનો અભાવ એ મોટી નબળાઈ છે.
આવો જ એક બનાવ સિંધ પ્રાંતમાં એક ડોક્ટર જાડે બન્યો છે, તેની સામે કુરાનનું અપમાન કર્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. થોડા અઠવાડીયા પહેલાં જ પંજાબ પ્રાંતના લઘુમતિ દંપત્તિની સામે પણ આવો જ એક કેસ નોંધાયો છે. તેણે ધર્મનિંદા કરતો એસ.એમ.એસ. કર્યો હોવાના આરોપ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. આવું જ બે દિવસ પહેલાં ગુરૂનાનક પેલેસમાં બન્યું છે. લાહોર નજીક નારોવાલી ખાતેના આ ધાર્મિક સ્થળ પર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ બધા કોઈ છૂટાછવાયા બનાવો નથી. સતત લઘુમતિઓને ભયમાં રાખવાના પ્રયત્નો ચાલી રહ્યા છે અને એટલે તેમની પર આક્રમણ ચાલુ રાખવામાં આવે છે.
આસીયા બીબીના કેસમાં તો તેના પરિવારને ઘરબહાર નીકળવું ભારે પડી ગયું હતું. જ્યારે શરિયત અદાલતના ચુકાદાને વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતે નકારી કાઢ્યો ત્યારે સમગ્ર પાકિસ્તાન જાણે યુદ્ધભૂમિમાં ફેરવાઈ ગયું હોય એમ કટ્ટરવાદી પરિબળોએ પ્રભાવ જમાવી લીધો. બંધનાં એલાન અપાયાં અને લઘુમતિ પર વ્યાપક પ્રમાણમાં હુમલા કરાયા હતા. સરકાર પણ લાચાર બની ગઈ હતી અને આશીયાબીબીને છોડવામાં નહીં આવે એવી જાહેરાત કરવી પડી હતી. વિશ્વભરમાં તેની ભયંકર હદે ટીકા થવા છતાં પાકિસ્તાનના વલણમાં કોઈ ફેર પડ્યો નહોતો.
સિંધ પ્રાંતમાં ડોક્ટર સામે એક મૌલવીએ ફરીયાદ કરી અને તેમાં કુરાનના અપમાનનો આરોપ મૂક્યો એટલે એમાં તેને અપરાધી તરીકે જ જાવામાં આવે. નાગરિકો બધા ટોળાશાહી ઉભી કરે અને ખાસ સમુદાયના લોકો પર પ્રહાર કરે, હિંસા કરે, ડોક્ટરની ધરપકડ કરવામાં આવે, તેના વ્યાપક પડઘા પડ્યા છે. નારોવાલીમાં છેલ્લે જે ઘટના બની છે, તેનાથી શીખ સમાજની ભાવનાઓ પર સીધી અસર થઈ છે. પંદરમી સદીના આ ગુરૂદ્વારા પરહુમલો કરીને તોડફોડ કરવામાં આવી છે, તેના બારી-બારણાં તોડી પાડ્યાં છે અને કિંમતી વસ્તુઓ, ધાર્મિક આસ્થાના પ્રતિકરૂપ વસ્તુઓની ચોરી થઈ છે. એક બાજુ કરતારપુર પથ ચાલુ કરવાની વાતચીતની પ્રક્રિયા ચાલી રહી છે અને બીજીબાજુ આવા ભવ્ય વારસાની તોડફોડ કરવામાં આવી છે. આ ગુનેગારો છૂટથી ફરી રહ્યા છે.
પાકિસ્તાનના બંંધારણમાં ૫ ટકા બેઠકો લઘુમતિને સંસદમાં આપવાની જાગવાઈ છે, પરંતુ તેનો વાસ્તવિક અમલ થયો નથી. મંદિર, ગુરૂદ્વારા અને દેવળોની જ જા સલામતિ ન હોય તો સંસદમાં સ્થાનનો મુદ્દો તો પછીની બાબત બને છે, આવું જ મુસ્લીમ લઘુમતિ શીયા અને અહમદીયા મુસ્લીમ લોકો સાથે પણ બને છે. માનવ અધિકાર તો આગળનો બીજા આવો જ મહત્વનો પ્રશ્ન છે.
Comments
Post a Comment