અમેરીકાના વિદેશમંત્રી માઇક પોમ્પીઓએ મોસ્કોની મુલાકાત લઇને રશિયાના વિદેશમંત્રી સેર્ગેઇ લોવારોવ સાથે મંત્રણા કરી હતી. આ ઉપરાંત તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતીન સાથે મંત્રણા કરી હતી. આ ઘટનાક્રમ દર્શાવે છે કે, અમેરીકાનું ટ્રમ્પ વહીવટીતંત્ર રશિયા સાથેના સંબંધો નવેસરથી મજબૂત બનાવવા ઇચ્છે છે. તાજેતરના વર્ષોમાં રશિયા અને અમેરીકા વચ્ચે તાજેતરના વર્ષોમાં નવેસરથી શીતયુદ્ધ શરૂ થયું હતું.
અમેરીકામાં વિદેશ નીતિના કેટલાક વિશ્લેષકોએ આ પરિÂસ્થતિને મીની કોલ્ડ વોર તરીકે ઓળખાવી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ સોવિયત યુનિયનનો એક ભાગ રશિયા હોવાથી તેઓ રશિયાને મહાસત્તાનો દરજ્જા આપવા ઇચ્છતા ન હતા. શીતયુદ્ધના સમયગાળામાં અમેરીકાના શિક્ષણ ક્ષેત્રના વિદ્વાનો અમેરીકા અને રશિયાના પરમાણુ શ† ક્ષેત્રની સમાનતાને સ્વીકારતા હતા જયારે તબક્કાવાર સત્તા ઉપર આવતા અમેરીકાના વહીવટીતંત્રો રશિયાને એકસમાન દરજ્જા આપવા ઉત્સુક ન હતા.
વિશ્વમાં સત્તાના બે કેન્દ્રોમાં – આર્થિક તથા અદ્યતન ટેકનોલોજીના કારણે સત્તાનું સંતુલન અમેરીકા તરફી થતું રહ્યું છે. જા કે, પરમાણુ શ† તથા મિસાઇલોની શÂક્તના કારણે રશિયા પોતાનું સ્થાન મજબૂત બનાવીને વૈશ્વિક સ્તરે પાછું ફર્યું છે. દરમિયાન વિશ્વની બે મહાસત્તાઓ – રશિયા અને અમેરીકા વચ્ચે ચાલી રહેલા લઘુ શીત યુદ્ધની પરિÂસ્થતિથી સમગ્ર વિશ્વ આલમ વાકેફ છે. રશિયાએ ઇરાન સાથેના પરમાણુ કરાર, સિરીયાની સરકાર તથા વેનીઝુએલામાં મદુરો સરકારને આપેલા સમર્થનથી પરિÂસ્થતિ વધુ જટીલ બની છે. અમેરીકાને પોતાની ઇચ્છા મુજબના પરિણામો મેળવવામાં મુશ્કેલી થઇ રહી છે.
રશિયાએ દક્ષિણ ઓસેટીયા, જાર્જીયા, પૂર્વ યુક્રેઇન તથા ક્રીમીયામાં કરેલી કાર્યવાહીમાં અમેરીકા માત્ર નિરીક્ષક રાષ્ટ્ર બન્યુ હતું. બરાક ઓબામાની જેમ જ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અમેરીકા અને રશિયા વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસો કર્યા હતા પણ અમેરીકાના સ્થાનિક રાજકારણના લીધે, ટ્રમ્પને પોતાના પ્રયાસો પર નિયંત્રણો મૂકવા પડયા હતા. અગાઉ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી વખતે, શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ સામે, પોતાની છબી મજબૂત બનાવવા તેમણે પોતાના રશિયાના સંબંધોનો ઉપયોગ કર્યાનો આક્ષેપ થયો હતો. મુલેર તપાસ અહેવાલ મળતા જ અમેરીકાના વિદેશ વિભાગે રશિયા સાથેનું અવિશ્વાસનું વાતાવરણ દૂર કરીને, બંને દેશોના સંબંધો સુધારવાના પ્રયાસો શરૂ કર્યા છે.
શ્રી પોમ્પીઓ અને શ્રી લાવારોવ વચ્ચેની મુલાકાત એ આ વાતની જ સાબિતી છે. અમેરીકા, રશિયા અને ચીન વચ્ચેના સંબંધો પણ મર્યાદીત કરવા ચાહે છે. જા રશિયા – ચીન વધુ નજીક ન આવે તો ચીન સાથે વેપારક્ષેત્રે વધુ કડક વલણ સાથે વાટાઘાટોને અવકાશ, અમેરીકાને મળી શકે. એવી જ રીતે પરમાણુ શસ્ત્ર મુદ્દે સિરીયાને તથા સિરીયા સાથે ચર્ચા વિચારણામાં પણ પરિÂસ્થતિ બદલાય.
જા કે, ડોનાલ્ડ ટ્ર્મ્પના આ પ્રયાસો વધુ ફળદાયી નીવડે તેમ જણાતુ નથી કારણ કે, રશિયા અને યુરોપના દેશોએ ઉર્જા ક્ષેત્રે સહકાર વધાર્યો છે તેનો લાભ રશિયાને મળી રહ્યો છે. એવી જ રીતે નાટો સંગઠન બાબતે ટ્રમ્પે આપેલા આક્રમક નિવેદનોના પગલે નાટો સંગઠનના દેશો અને અમેરીકા વચ્ચે અદ્રશ્ય ખાઇ ઉભી થઇ છે.
રશિયાએ ચીન સાથે ઉર્જા ક્ષેત્રે વધારેલા સહકારથી પણ તેને ઘણો લાભ થયો છે. અમેરીકાની ઘણી નીતીઓના કારણે રશિયા - ભારત અને તુર્કી જેવા દેશોને શ†ોનું વેચાણ કરવામાં મુશ્કેલી અનુભવે છે. આમ છતાં રશિયા અને અમેરીકા વચ્ચે સકારાત્મક તથા સહકારભર્યા સંબંધોનો લાભ આંતરરાષ્ટ્રીય સ્તરે Âસ્થરતા આપવામાં થશે. આ સમગ્ર બાબત ભારતના પણ હિતમાં રહેશે.
અમેરીકા અને રશિયા વચ્ચેના શીતયુદ્ધ વખતે ભારતે કોઇનો પક્ષ લીધો ન હતો. અમેરીકા ભારતને પોતાના શ†ોનું વેચાણ કરવા ઇચ્છે છે પણ તે ભારતને રશિયા પાસેથી શ†ો ખરીદતા અટકાવી શકતો નથી.
રશિયા પાસેથી એસ – ૪૦૦ મિસાઇલોની ભારતે કરેલી ખરીદી માટે જા અમેરીકા ભારત સામે પ્રતિબંધનું હથિયાર ઉગામે તો ભારત અને ચીન વચ્ચેના સંબંધો ઉપર તેની સીધી અસર થાય. આમ સમગ્ર રીતે રશિયા તથા અમેરીકા વચ્ચેના સારા સંબંધો ભારત માટે લાભદાયક નિવડશે.
લેખક : પ્રોફેસર ચિંતામણી મહાપાત્ર,
JNUના અમેરીકન અભ્યાસ કેન્દ્રના વડા
JNUના અમેરીકન અભ્યાસ કેન્દ્રના વડા
Comments
Post a Comment