Skip to main content

પ્રધાનમંત્રીએ દેશના હિતને સર્વોચ્ચ ગણવા કરેલા અનુરોધ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા ગુરૂવારે સંસદના નવા ભવનનો શિલાન્યાસ કર્યો હતો.

સંસદનું નવું ભવન આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણ સાથે બનાવવામાં આવશે.

એવી જ રીતે આઝાદી બાદ લોકોની આશા આકાંક્ષા મુજબ નવું સંસદ ભવન બનાવાશે.

નવા સંસદભવનના શિલાન્યાસ સમારોહમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, બીજા મંત્રીઓ, સાંસદો તથા આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સર્વધર્મીય પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ આ ઐતિહાસિક પ્રસંગને ભારતની લોકશાહીના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો.

તેમણે દેશના નાગરીકોને સાથે મળીને નવા સંસદભવનના નિર્માણ કાર્યમાં જોડાવાનું આહવાન કર્યું હતું.

તેમણે કહ્યું કે, દેશ આઝાદી મળ્યાને 75 વર્ષ પૂરા થયાની ઉજવણી કરશે, ત્યારે નવા સંસદભવનનું નિર્માણ થયું હશે, એ કલ્પના જ સુંદર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014ની એ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો કે, સાંસદ તરીકે ગૃહમાં પ્રવેશ કરતા પહેલા તેમણે લોકસભાના પગથીયે શીશ ઝૂકાવીને લોકશાહીના મંદિર સમા સંસદને પ્રણામ કર્યા હતા.

શ્રી મોદીએ કહ્યું કે, નવા સંસદભવનમાં એવી નવી ચીજો હશે, જેનાથી સાંસદોની કાર્યક્ષમતા વધશે તથા તેમની કાર્યપદ્ધતી આધુનિક બનશે.

જૂના સંસદભવને સ્વતંત્ર ભારતને મળતી નવી દિશા જોઈ હતી, તો તેનું નવુ સંસદભવન આત્મનિર્ભર ભારતનું સાક્ષી બનશે.

જૂના સંસદભવનમાં દેશની જરૂરીયાતો પૂર્ણ કરવાની કામગીરી થઈ હતી, તો નવા સંસદ ભવન 21મી સદીના ભારતની આશાઓ પૂર્ણ થતી નીહાળવાનું સાક્ષી બનશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, બીજા સ્થળોએ લોકશાહી એટલે પ્રક્રિયા, વહિવટ અને વહિવટીતંત્ર ગણાય છે, જ્યારે ભારતમાં લોકશાહી એટલે જીવન મૂલ્ય, જીવન પદ્ધતિ અને દેશનો આત્મા છે.

ભારતની લોકશાહી વ્યવસ્થા અનુભવોના આધારે તૈયાર થઈ છે.

ભારતની આ લોકશાહી વ્યવસ્થા અને પદ્ધતિ જ દેશના વિકાસને નવું બળ આપે છે.

શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જેમ જેમ વર્ષો વીતતા જાય છે, તેમ તેમ લોકોમાં જાગૃતી વધી રહી છે અને દરેક ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધતી જાય છે.

તેમણે કહ્યું કે, ભારતમાં લોકશાહી એટલે વહિવટીતંત્ર સાથેના મુદ્દાઓ માન્ય રીતે ઉકેલવાની પરંપરા...

વિવિધતામાં એકતા ધરાવતા ભારત દેશમાં ભિન્ન મતને હંમેશા જગ્યા આપીને ભિન્ન મત ધરાવતા લોકો પ્રક્રિયાથી અલગ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે.

શ્રી મોદીએ કહ્યું કે, નીતિ અને રાજકારણમાં ભીન્નતા હોઈ શકે છે પણ લોકસેવાના આખરી લક્ષ્યમાં કોઈ ભિન્નતા હોઈ શકે નહીં.

રાષ્ટ્રસેવા પ્રત્યે સમર્પિતતા દેશહિતને સર્વોચ્ચ ગણવા તથા સંસદમાં તેમજ બહાર પણ ચર્ચા થવી એ બાબતોને અગ્રતા આપવી જોઈએ.

લોકશાહી વ્યવસ્થાના પાયારૂપે નાગરિકોમાં પોતાની ફરજો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃતી કેળવવા પ્રધાનમંત્રીએ અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે, સંસદમાં દાખલ થનાર દરેક વ્યક્તિ જાહેરજીવન તથા બંધારણ પ્રત્યે જવાબદા હોય છે.

શ્રી મોદીએ કહ્યું કે, લોકપ્રતિનિધિઓની સમર્પિતતા, સેવાભાવના, આચરણ, વિચારો જ લોકશાહીના મંદિર એવા સંસદને નવજીવન આપે છે.

તેમણે બધા જ સાંસદો તથા લોકોને ભારતની પ્રગતિની ઉપાસના કરવા ભારતના વિકાસ પ્રત્યે સમર્પિત રહેવા, દેશને ફીટ રાખવાના પ્રયાસો કરવા તથા દેશની શક્તિ વધારવા કાર્યરત રહેવાની અપીલ કરી હતી.

તેમણે દેશહિતને સર્વોચ્ચ ગણવા આહવાન કર્યું હતું.

શ્રી મોદીએ વ્યક્તિગત હિત કરતા દેશહિતને અગ્રતાક્રમ આપશે તેવી શપથ લેવા સહુને આહવાન કર્યું હતું.

દેશની એકતા અને અખંડિતતા કરતા બીજુ મહત્વનું હોઈ શકે નહીં.

બંધારણનું ગૌરવ જાળવવાને આપણે જીવનમાં મહત્વ આપવું જોઈએ, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

લેખક – આકાશવાણીના સમાચાર વિશ્લેષક પદમસિંહ

શ્રીરંગ, જતિન કામદાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...