Skip to main content

ભારત અને સુરીનામના મૈત્રીભર્યા સંબંધો અંગે સમીક્ષા

ભારત અને સુરીનામ વચ્ચે સાંસ્કૃતિક અને લોકોના સંપર્ક વડે વર્ષોથી મૈત્રીભર્યા સંબંધો સ્થપાયા છે.

ભારતીય નાગરિકો ખાસ કરીને પૂર્વ ઉત્તરપ્રદેશ, બિહાર તથા સિંધી કુટુંબો મળી આશરે સવા બે લાખથી વધુ ભારતીયો 142 વર્ષથી સુરીનામમાં વસવાટ કરી રહ્યા છે.

તેઓએ સુરીનામના અર્થતંત્ર, સંસ્કૃતિ તથા અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

આ વર્ષે જુલાઇ માસમાં ભારતીય મૂળના ચંદ્રિકાપ્રસાદ સંતોખી સુરીનામના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા છે. પોતાના શપથવિધિમાં શ્રી સંતોખીએ વૈદિક મંત્રો ઉચ્ચાર્યા હતા. તેઓ સંસ્કૃતમાં વાતચીત કરી શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી સંતોખીને અભિનંદન આપતા ભારત અને સુરીનામ વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કર્યો.

શ્રી મોદીએ કહ્યું કે, વર્ષો પહેલા ભારતીય લોકો સુરીનામ ગયા હતા અને આજે લગભગ 25 ટકા વસતી ભારતીયોની છે.

સુરીનામમાં બોલતી સરનામી ભાષા ભારતની ભોજપુરી ભાષાની બોલીભાષા ગણાવી શકાય.

ભારત આ સાંસ્કૃતિક ક્ષેત્રના સંબંધો માટે ગૌરવ અનુભવે છે. એપ્રિલ 2017માં ભારતના તે વખતના વિદેશમંત્રીએ ભારત – સુરીનામ સંયુક્ત પંચની બેઠકમાં હાજરી આપવા સુરીનામના પરમારીબોની મુલાકાત લીધી હતી.

તેઓએ, સુરીનામના રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ તથા વિદેશમંત્રી સાથે મંત્રણા કરી હતી.

વર્ષ 2017માં બેંગલુરૂ ખાતે યોજાયેલા યુવા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં સુરીનામના ઉપરાષ્ટ્રપ્રમુખ અશ્વીન અધીનને ખાસ અતિથી તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

શ્રી અધીને આ સત્તાવાર મુલાકાત વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રતિનીધીસ્તરની મંત્રણાઓ કરી હતી.

ભારતે, સુરીનામને પાણીનાં પંપ, વીજ વિતરણ, દરીયાઇ સલામતી તથા અગ્નિશામક દળના ફાયર ફાઇટરો માટે 5 કરોડ 70 લાખ અમેરીકી ડોલરનું ધિરાણ આપ્યું હતું.

વર્ષ 2015માં HAL કંપની દ્વારા તૈયાર કરાયેલા ત્રણ ચેતક હોલીકોપ્ટરો સુરીનામના સંરક્ષણ મંત્રાલયને સોંપવામાં આવ્યા હતા.

ભારતની એકઝીમ બેંકે, સુરીનામના કૃષિ મંત્રાલયને સાડા આઠ કરોડ અમેરીકી ડોલરનું ધિરાણ આપ્યું હતું.

વર્ષ 1978માં સુરીનામમાં શરૂ કરાયેલ ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર હિંદી ભાષા, કથક, યોગ તથા ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રચાર – પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ભારતે સુરીનામમાં હિંદીના પ્રચાર માટે 29 હજાર 500 અમેરીકી ડોલરની ગ્રાન્ટ વર્ષ 2016માં સુરીનામને આપી હતી. આજે સુરીનામમાં 80 જેટલી હિંદી શાળાઓ કાર્યરત છે.

દર વર્ષે સુરીનામના બે વિદ્યાર્થીઓ, આગરાના કેન્દ્રિય હિંદી સંસ્થાનમાં હિંદી ભાષાનો અભ્યાસ કરે છે.

સુરીનામના વિદ્યાર્થીઓ આયુષ મંત્રાલયની શિષ્યવૃત્તી સાથે તબીબી અભ્યાસ કરી રહ્યા છે.

આ સપ્તાહમાં ભારત – સુરીનામ સંયુક્ત પંચની બેઠક વિડીયોના માધ્યમથી યોજાઇ ગઇ.

ભારતના વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરન અને સુરીનામના વિદેશમંત્રી અલ્બર્ટ રમાદીને આ બેઠકના સહ-અધ્યક્ષ તરીકે ભાગ લઇને દ્વિપક્ષીય બાબતો અંગે ચર્ચા કરી હતી.

બંને પક્ષોએ ભારત અને સુરીનામ વચ્ચે વર્ષો જૂના સાંસ્કૃતિક તથા અન્ય ક્ષેત્રોના સંબંધો મજબૂત બન્યા છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

બંને પક્ષોએ ઉદ્યોગ, પારંપારીક ચિકીત્સા પદ્ધતિ, કૃષિ, ઉર્જા, સંરક્ષણ ક્ષેત્રના સંબંધો વધુ મજબૂત બનાવવાનો તથા લોકો વચ્ચેનો સંપર્ક હજી સઘન બનાવવાનો નિર્ણય લીધો હતો.

વિકાસશીલ દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવાના હેતુથી ભારત અને સુરીનામના વિદેશમંત્રીઓએ વિકાસકામો સાથે મળીને કરવાનો નિર્ણય લીધો હતો.

બંને આગેવાનોએ ઉર્જા, સલામતી, પાણી પુરવઠા જેવા વિવિધ ક્ષેત્રના સંબંધો હજી મજબૂત બનાવીને આ ક્ષેત્રની યોજનાઓનું અસરકારક રીતે અમલીકરણ કરવાનો નિર્ણય લીધો. બંને મંત્રીઓએ રાષ્ટ્રસંઘમાં સુધારા સહિત આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓમાં બંને દેશોનો સહકાર મજબૂત બનાવવાનો પણ નિર્ણય લીધો હતો.

એવી જ રીતે ભારત અને સુરીનામે વિવિધ ક્ષેત્રમાં સંયુક્ત પંચોની મદદથી સહકાર સુદ્રઢ બનાવવાનો પણ નિર્ણય લીધો છે.


શ્રીરંગ, નવીન
લેખક–આકાશવાણીના સમાચાર વિશ્લેષક પદમસિંહ

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...