Skip to main content

લોકડાઉન પછીના સમયગાળામાં અર્થતંત્રની ગતિની દિશામાં આવી રહેલા પરિવર્તન અંગે સમીક્ષા

ગત ઓક્ટોબર અને નવેમ્બર માસમાં, એટલે કે સતત બે માસ સુધી વસ્તુ અને સેવા કર જીએસટીની આવક એક લાખ કરોડ રૂપિયાને આંબી ગઈ છે.


તેમજ મોટરકારના વેચાણમાં થયેલો વધારો રેલવે દ્વારા કરાતી માલસામાનની આવક વધવી, ઉત્પાદકો માટેના ખરીદી વ્યવસ્થાપન સૂચકાંક – પીએમઆઈમાં વધારો તથા સેવા ક્ષેત્રની પ્રગતિ – આ બધા જ પરિબળો ધ્યાનમાં લેતા ભારતના અર્થતંત્રે દિશા બદલીને પ્રગતિની દિશામાં આગળ વધવાની શરૂઆત કરી એમ ચોક્કસ કહી શકાય.

એવી જ રીતે લોકડાઉન પછીના પ્રથમ ત્રણ માસમાં જીડીપીમાં નોંધપાત્ર ઘટાડો થઈને માઇનસ 23 ટકા નોંધાયો અને ત્યારબાદના ત્રણ માસમાં સહેજ વધીને માઇનસ 7.5 ટકા થયો છે.

બાંધકામ સહિતના બધા જ ક્ષેત્રો ધ્યાનમાં લેતા આ બાબત આશાદાયક ગણાવી શકાય.

નાણાં મંત્રાલય સાથે સંલગ્ન આર્થિક બાબતોના વિભાગે પણ નોંધ્યું છે કે, લોકડાઉન પછી અપાયેલી તબક્કાવાર છૂટછાટો તથા અર્થતંત્ર ને ગતિ આપવા જાહેર કરાયેલા પેકેજોના પરિણામે અર્થતંત્રે અંગ્રેજી અક્ષર વી મુજબ – અર્થાત્ અચાનક ધીમે પડ્યા બાદ ફરીથી પ્રગતિના પંથે આગળ વધવાની શરૂઆત કરી છે.

ઉત્પાદન ક્ષેત્રે સાધેલી નોંધપાત્ર પ્રગતિએ આ ઘટનામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ઉત્પાદન ક્ષેત્ર – માઇનસ 39 ટકાએ પહોંચ્યું હતું પણ તે પછીના ત્રણ માસમાં તેમાં નોંધપાત્ર વધારો થઈને પ્લસ શૂન્ય પોઈન્ટ 6 ટકાનો વધારો નોંધાયો.

ઔદ્યોગિક માલસામાનની માગણીમાં થયેલા વધારાના કારણે ઉત્પાદનક્ષેત્ર ફરીથી બેઠું થયું છે.

નવેમ્બર માસમાં જીએસટીની આવક એક લાખ પાંચ હજાર કરોડ રૂપિયા થઈ હતી. આ આવક ગયા વર્ષના નવેમ્બર માસની સરખામણીએ માત્ર 1.4 ટકાનો વિકાસદર બતાવે છે.

આમ છતાં, ઓક્ટોબર માસની જીએસટીની આવકની સરખામણીએ તથા ચાલુ નાણાંકીય વર્ષમાં લોકડાઉનના અમલના લીધે જીએસટીની આવકમાં થયેલી ઘટને જોતા નવેમ્બરની જીએસટીની આવક નોંધપાત્ર ગણાવી શકાય. એટલું જ નહીં પણ તેની મદદથી રાજ્યોની જીએસટીની આવકમાં થયેલી ઘટને પણ ઓછી કરી શકાશે.

એવી જ રીત નાણાંકીય વર્ષની શરૂઆતમાં જીએસટીની આવક ઘટી હતી, પણ ઓક્ટોબર અને નવેમ્બર માસમાં કેન્દ્રીય વેરા થકીની આવકમાં વધારો થયો હોવાનું કેગે પણ નોંધ્યું છે.

અપ્રત્યક્ષ વેરા તથા વ્યક્તિગત આવકવેરાએ પણ અર્થતંત્રને નવું બળ આપ્યું છે.

તહેવારોની મોસમમાં વસ્તુનો વપરાશ વધતાં કેન્દ્રીય જીએસટી, એક્સાઇઝ તથા કસ્ટમ વેરા દ્વારા થતી આવકમાં પણ નોધપાત્ર વધારો જોવા મળ્યો છે.

રેટીંગ એજન્સી મૂડીઝે પણ નોંધ્યું હતું કે, લોકડાઉન પછીના સમયગાળામાં ગ્રાહકોની માંગણીમાં વધારો થતાં ભારતીય કંપનીઓની આવકમાં પણ વધારો થયો છે. સમગ્ર અર્થતંત્રની ગતિ જોતા વર્ષ 2021માં ભારતીય કોર્પોરેટ જગતની સ્થિતિ સ્થિર રહેશે તેમ કહી શકાય.

ધિરાણની સરળતાથી ઉપલબ્ધતા તથા ઓછા વ્યાજદરો પણ કંપનીઓની સ્થિતિ ઉત્તરોત્તર મજબૂત બનાવશે, તેમ કહી શકાય.

ભારતના બાંધકામ તથા પાયાના ક્ષેત્રોમાં થયેલો સુધારો ધ્યાનમાં લઈને કેન્દ્રીય વાણિજ્યમંત્રી પિયૂષ ગોયલે અર્થતંત્રની સારી સ્થિતિનું વર્ણન કર્યું હતું.

વેપાર બોર્ડના સભ્યોની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં શ્રી પિયૂષ ગોયલે વૈશ્વિક પુરવઠા શ્રેણી દ્વારા ભારતીય માલસામાનની માંગણીમાં થયેલો વધારો, ભારતના સ્થાનિક ઉદ્યોગો માટે ફાયદાકારક નિવડશે.

તેમજ ભારતનું અર્થતંત્ર અન્ય મુક્ત અર્થતંત્રો સાથે વધુ પારદર્શક રીતે તથા વધુ કાર્યક્ષમ રીતે જોડાશે.

જોકે, કેટલાંક અર્થશાસ્ત્રીઓ એવી ચેતવણી પણ આપી રહ્યા છે કે, સમગ્ર રીતે માગણીનું પ્રમાણ અપેક્ષા કરતાં ઓછું રહેવાથી, અર્થતંત્રમાં ગતિના મળેલાં સંકેતો જાળવી શકાશે, તેવું માની શકાય નહીં.

આથી જ અર્થતંત્રમાં રોજગારીની વિપુલ તકો ધરાવતા હોટેલ, પ્રવાસન ઉદ્યોગોમાં વધુ લોકોની રોજગારી છીનવાય નહીં અને તેમની પ્રગતિ સુનિશ્ચિત કરે તેવા પગલા લેવા પડશે.

આ ક્ષેત્રે રોજગારીની તકો ઘટતા અર્થતંત્રમાં હાલમાં દેખાઈ રહેલી પ્રગતિને ભવિષ્યમાં અસર થઈ શકે છે.



શ્રીરંગ તેંડુલકર, રમેશ પરમાર

લેખક – જી.શ્રીનિવાસન,

વરિષ્ઠ પત્રકાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...