Skip to main content

ભારતના, સયુંક્ત આરબ અમીરાત સાથેના મજબૂત બની રહેલા સંબંધો અંગે સમીક્ષા

કોવિડ રોગચાળા પછીની નવી પરિસ્થીતીની સામાન્ય કામગીરીના ભાગરૂપે, વિદેશમંત્રી એસ. જયશંકરે ગયા સપ્તાહમાં સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લીધી હતી.

વિદેશમંત્રી એસ. જયશંકરે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મહંમદ બીન્ ઝાયેદ અલ નહયાન સાથે વાતચીત કરી હતી. ત્યારે ભારતના આમીરાત સાથેના સંબંધો સધન થઈ રહ્યાનો પરિચય થયો હતો.

ભારતે કોવિડની સ્થિતિમાં, અમીરતમાં વસતા ભારતીયોના જીવન-રક્ષણ માટે કરાયેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

બંને આગેવાનોએ, પ્રાદેશિક તથા સમગ્ર વિશ્વના ઘણી મહત્વની તથા પરસ્પર હિતકારક એવી બાબતો અંગે ચર્ચા વિચારણ કરી હતી.

બંન્ને અગ્રણીઓએ ભારત અને યુએઈ વચ્ચેના વેપાર, મૂડીરોકાણ સહિત વિવિધ ક્ષેત્રની સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી હતી.

બંને આગેવાનોએ, વિવિધ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ધટનાઓ અંગે વધુ સંકલન સાધવાનો નિર્ણય લીધો હતો.

ગયા વર્ષે વિદેશમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ એસ. જયશંકરની, યુએઈની આ પહેલી મુલાકાત છે કોવિડના લીધે ઉભી થયેલી પરિસ્થીતીમાં વિદેશયાત્રાઓ ધીરે- ધીરે બંધ થઈ હતી. 

ગત સપ્ટેંમ્બરમાં વિદેશમંત્રી એસ. જયશંકરે રશિયા અને જાપાનની મુલાકાત લીધી.

લોકડાઉનના સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરે, યુએઈના નેતાઓ સાથે કોવિડને લગતાં રાહતકર્યો બાબતે ચર્ચા કરી હતી.

ગત પંદરમી ઓગસ્ટે અમીરાત તથા ઈઝરાયેલના રાજદ્રારી સંબંધો સામાન્ય બન્યા, એ અંગે યુએઈના વિદેશમંત્રી અબ્દુલ્લાહ- બીન- ઝાયેદ- સુલતાન –અલ- નહયાને, આપણાં વિદેશમંત્રી એસ. જયશંકરને આ માહિતી આપી હતી.

શ્રી એસ. જયશંકરે વિડિયોના માધ્યમથી આમીરાતમાં રહેતા ભારતીયો સાથે સંવાદ કર્યો હતો.

અખાતી દેશોમાં કામકાજ માટે ગયેલાં ભારતીયો સામે અનિશ્ચિતાના વાદળો ધેરાયા છે,ત્યારે શ્રી એસ. જયશંકરે, ત્યાંના ભારતીય સાથે કરેલી વાતચીત આગવું મહત્વ ધારણ કરે છે.

શ્રી જયંશંકરે કોવિડ પછીની સ્થિતીમાં નોકરી ઉપર પૂર્વવત રીતે કામ શરૂ કરવા અંગે વાતચીત કરી હતી.

ગત પંદરમી સપ્ટેંમ્બર સુધીમાં વિદેશમાં રહેલા તેર લાખથી વધુ ભારતીયો વંદે ભારત મીશન હેઠળ સ્વદેશ પાછા ફર્યા હતા, જેમાં ચાર લાખ , 57 હજારથી વધુ લોકો સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈથી પાછા ફર્યા હતા. 

ત્રીસ લાખથી વધુ ભારતીયો યુએઈમાં રહે છે. વિદેશમાં રહીને કામ કરતાં ભારતીયોમાં યુએઈ ખાતેનાં ભારતીયોનો સમુદાય સૌથી વધુ ગણાવી શકાય.

કોવિડની રસીના મુદ્દે પ્રગતી થઈ રહી છે, ત્યારે ભારત પણ અખાતી દેશોમાંથી પાછા ફરેલા ભારતીયોને તેમના કામકાજના સ્થળે- વિદેશમાં મોકલવા સહિતનાં પગલાં ભરી રહ્યો છે.

કોવિડના લીધે ભારતમાંથી અખાતી દેશોમાં કામકાજ કરવા જનાર નવા ભારતીયોની સંખ્યા વધી નથી અને આ માટેની શરૂઆત યુએઈ દ્રારા કરી શકાય તેમ છે.

કોવિડનો સમય શરૂ થયો, તે પહેલાનાં સમયમાં ભારત અને અમીરાત વચ્ચે 59.9 અબજ અમેરીકી ડોલર જેટલો વેપાર થતો હતો. આ બાબત ધ્યાનમાં લેતા ભારત- આમીરાત વચ્ચેનો વેપાર જેટલી ઝડપે સમાન્ય સ્તરે પહોંચશે, તેટલી મદદ ભારતનાં અર્થતંત્રને ફરી ગતિશીલ બનાવવામાં મળશે.

શ્રી જયશંકરની, યુએઈની મુલાકાત દરમ્યાન આ પૈકી કેટલાંક મુદ્દાઓ અંગે વાતચીત જરૂર થઈ હશે.

જો બીડેન અમેરીકામાં વિજય થતા, અમેરીકાની ઈરાન સહિત અખાતી દેશો સાથેના સંબંધો સામાન્ય બનવાની તકો ઉજળી બની છે.

યેમનમાં સેનાની કામગીરીને ધારી સફળતા નહિં મળતા યુએઈ અમેરીકા પાસેથી F-35 પ્રકારના પચાસ વિમાનો ખરીદવાના પ્રયાસો કરી રહ્યું છે.

યુએઈના ઈઝરાયેલ સાથેના સંબંધો સામાન્ય બનતા, તથા અમેરીકામાં શ્રી ટ્રમ્પનો શ્રી બિડેન સામે પરાજય થતા, અમેરીકાના વિદેશ વિભાગે આશરે દસ અબજ અમેરીકી ડોલર જેટલા વિમાનોના સૂચીત સોદાને મંજુરી આપી હતી.

ઈઝરાયેલ તથા યુએઈના સંબંધો સામાન્ય બનતા ભારત માટે પણ નવી તકો ઉભી થઈ છે.

શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ યુએઈ સાથેના રાજદ્રારી સંબંધો ઉત્તરોઉત્તર મજબૂત બની રહ્યા છે. 



શ્રીરંગ 
લેખક – જે.એન.યુ.ના પશ્ચિમ એશિયા અભ્યાસ કેન્દ્રના પ્રોફેસર પી.આર.કુમારસ્વામી.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...