Skip to main content

સંરક્ષણ ક્ષેત્રે સ્વ-નિર્ભરતા તરફ સમીક્ષા



સંરક્ષણ સંપાદન સમિતિએ સ્થાનિક ઉદ્યોગો પાસેથી ર૭ હજાર કરોડના સંરક્ષણ ઉત્પાદનોની ખરીદીને આપેલી મંજુરીથી સરકારની આત્મનિર્ભર અને મેક ઇન ઇન્ડિયા પહેલને મોટો વેગ મળશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧રમી મેના રોજ આત્મનિર્ભર ભારતની હાકલ કરી હતી. જેના બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે ૧૬મી મે ના રોજ સંરક્ષણ વિશેષ સુધારા જાહેર કર્યા હતા. શ્રી મોદીએ ફેબ્રુઆરીમાં લખનૌ ખાતે ૧૧માં સંરક્ષણ એકસપોનું ઉદઘાન કરતા આગામી પાંચ વર્ષમાં પાંચ બીલીયન અમેરીકી ડોલરના કિંમતના સંરક્ષણ ઉત્પાદનોના નિકાસનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો હતો.

તેમણે દેશમાં રોકાણ માટે ખાનગી રોકાણકારોને આપેલા આમંત્રણથી રોકાણનું સારૂ વળતર મળવાની સાથે સંરક્ષણ ક્ષેત્રે ભારતની સ્વ-નિર્ભરતાનો ધ્યેય સીધ્ધ કરવાનું લક્ષ્ય હતું અને આ માટે સરકાર ખુબ જ ગંભીરતાથી સંરક્ષણ સુધારા કરી રહી છે.

આ સુધારાનો ધ્યેય દેશના સંરક્ષણ આયાત ખર્ચમાં ઘટાડો કરવાનો છે. ઉત્ત પશ્ચિમી સરહદ પર સતત ચાલી રહેલા સુરક્ષા પડકારો સામે લડત માટે મોઘા શસ્ત્રો માટે સતત દુર્લભ સંશાધનોની ફાળવણી કરવી ભારત માટે મુશ્કેલ હોવાથી શસ્ત્ર ઉત્પાદન ક્ષેત્રે ભારતે આત્મ-નિર્ભર બનવાનો લક્ષ્યાંક નકકી કર્યો છે.

સંરક્ષણ સંપાદન સમિતિની બેઠકમાં જેના સંપાદનની મંજુરી મળી છે તેમાં ડીઆરડીઓ ધ્વારા વિકસીત હવાઇ દળ માટેની એરબોર્ન અર્લી વોર્નીંગ કંટ્રોલ સિસ્ટમ, નૌકાદળ માટે નેકષ્ટ (Next) જનરેશન ઓફ શોર પેટ્રોલ વેહીકલ અને લશ્કર માટે મોડયુલર બ્રીજનો સમાવેશ થાય છે.

એવુ મનાય છે કે જે દેશ લશ્કરી ઉપકરણો માટે બીજા પર નિર્ભર હોય તે દેશ મજબુત ન હોઇ શકે વળી સંરક્ષણ ક્ષેત્રે સ્વ-નિર્ભરતા – આત્મસન્માન અને સાર્વભૌમત્વ સાથે પણ જોડાયેલુ છે.

અહી એ નોંધવુ રહયું કે ભારતને સ્વ-નિર્ભર બનાવવાના સરકારના નિર્ણયનો મતલબ વિદેશી રોકાણકારો માટે દરવાજા બંધ કરાયા છે એમ નથી. પરંતુ વિદેશી રોકાણકારો માટે ભારતમાં ઉત્પાદન કરવા દરવાજા ખુલ્લા છે. આ માટે સંરક્ષણ ક્ષેત્રે વિદેશી રોકાણની મર્યાદા ૪૯ ટકાથી વધારી ૭૪ ટકા કરાઇ છે.

અગાઉ સરકારે વર્ષ ર૦ર૪ સુધી, હળવા - લડાયક હેલીકોપ્ટર, પરંપરાગત સબમરીન, ક્રુઝ મિસાઇલ સહિત ૧૦૧ હથિયારો અને લશ્કરી પ્લેટફોર્મની આયાત પર પ્રતિબંધ મુકવાનો મોટો નિર્ણય લીધો હતો.

આ નિર્ણયના કારણે ભારતમાં સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે વર્ષ બાવન હજાર કરોડ રૂપિયાના ઉત્પાદનો માટેની તક ઉભી થઇ.

ભારતીય સંરક્ષણ ક્ષેત્ર અર્થતંત્રને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ઉત્પાદન ક્ષેત્રે જીડીપી 10 ટકાથી 25 સુધી લઈ જવામાં ફાળો આપી શકે છે.

ભારતે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને વેગ આપવા તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં બે સંરક્ષણ કોરીડોરનું ઉદ્ઘાટન કર્યું છે. જેનાથી રોકાણમાં વધારો થવાની સાથે નવી રોજગારીનું સર્જન થશે.

સંરક્ષણ ઉત્પાદનોની વધી રહેલી ક્ષમતાથી સ્થાનિક ઉદ્યોગોની આર્થિક તકોમાં વધારો થવાની સાથે ઝડપથી બદલાઈ રહેલી ભૂ-રાજકીય સ્થિતિમાં ભારતને વ્યૂહાત્મક લાભ પણ થશે.

યોજનાઓને ખંત પૂર્વક લાગુ કરવી તે હાલના સમયની માંગ છે. આ પ્રક્રિયામાં જોકે, ખંતપૂર્ણ આયોજન નાણાંકીય સમર્થન, ધીરજપૂર્વક ડિઝાઇનિંગ અને ડેવલપમેન્ટ તથા ઉત્પાદન જરૂરી છે.

પ્રાથમિક તબક્કે સ્થાનિક ખરીદી મોંઘી બની રહેશે. પરંતુ બાદમાં સંપૂર્ણ વિકસીત પ્રણાલી બાદ સ્વદેશી સંરક્ષણ પ્રણાલીઓ પસંદગીયુક્ત બની રહેશે.

આ સંદર્ભે પ્રાથમિક પગલામાં આપણી જેમાં નિપૂર્ણતા છે તે આર્ટીલરી બંદૂક, મિસાઇલ, મલ્ટી બેરલ રોકેટ લોંન્ચર, કેટલાક રડાર અને હથિયારોમાં આ નીતીનું અમલીકરણ કરવું જોઈએ. સાથે સાથે ભારતે અન્ય ક્ષેત્રોની પણ ઓળખ કરવી પડશે. જેમાં સ્વનિર્ભરતા મેળવી શકાય.

ટૂંકમાં ભારતે વન-ટાઇમ ઓપરેશનની જરૂરિયાતો મેળવવાની સાથે આગામી વર્ષોમાં આ ક્ષેત્રે વધુ ક્ષમતા માટે 10-15 વર્ષનો નાણાંકીય ટેકો, ડિઝાઇન, વિકાસ, તકનીકી સંપાદન અને ઉત્પાદન કાર્યક્રમનો પ્રારંભ કરવો પડશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...