Skip to main content

ભારત-ઉઝબેકિસ્તાનને મજબૂત થઈ રહેલા સંબંધો


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મીર્ઝિયોયેવે ગત અઠવાડિયે ભારત – ઉઝબેકિસ્તાન શિખર બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી. આ બેઠક મધ્ય એશિયાના દેશ સાથે યોજાયેલી આ પ્રકારની પ્રથમ બેઠક છે. બંને નેતાઓએ આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો, કોવિડ રોગચાળા તથા પરસ્પર હિતોના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ભારત – ઉઝબેકિસ્તાન વ્યૂહાત્મક સહભાગીતાને નવી ઉંચાઇએ લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

બંને નેતાઓએ વિવિધ બેઠકો દ્વારા બંને દેશો વચ્ચે રાજકીય, વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, આતંકવાદી વિરોધી કાર્યો, વિજ્ઞાન અને ટેકનોલોજી, પરમાણુ ઉર્જા, અવકાશ, માહિતી-તકનીકો અને સાંસ્કૃતિ અને શૈક્ષણિક જોડાણોમાં સહભાગીતા વધુ મજબૂત થવાની બાબતને બિરદાવી હતી.

દ્વિપક્ષીય યોજનાઓ તથા કરારોને અસરકારક અને સમયબદ્ધ અમલીકરણ માટે ઓગસ્ટમાં મંત્રીસ્તરીય રાષ્ટ્રીય સહભાગીતા સમિતિની બેઠક યોજાઈ હતી.

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મીર્ઝીયોયેવે બંને દેશોમાં કોવિડની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. અને કોવિડ રોગચાળા સામેની લડતમાં દ્વિપક્ષીય અને વૈશ્વિક સહભાગીતાની જરૂરિયાત જણાવી હતી.

કોવિડ દરમિયાન ભારતે કરેલી સહાય બદલ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિએ શ્રી મોદીનો આભાર માન્યો હતો. તો ભારતે ઉઝબેકિસ્તાનને સહાય ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

આર્થિક ક્ષેત્રે, બંને નેતાઓએ સ્વીકાર્યું કે, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો હજુ ઘણા વધુ વિકસી શકે છે. બંને દેશોએ એક બીલીયન અમેરિકી ડોલરના આર્થિક વેપારનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો.

બંને નેતાઓએ દ્વિપક્ષીય રોકાણ કરાર પૂર્ણ કરવાની દિશામાં કાર્ય કરવા સંમતિ દર્શાવી જેનાથી રોકાણને પ્રોત્સાહન મળશે. અને વેપાર તથા આર્થિક સહભાગીતા વધશે.

વેપાર અને રોકાણમાં પ્રગતિ માટે બંને દેશોના રાજ્યો તથા વાણિજ્ય સંઘો વચ્ચે સીધા સંપર્ક પર ભાર મુકવામાં આવ્યો. ભારતે, ઉઝબેકિસ્તાનને 448 મીલીયન અમેરિકી ડોલરની ધિરાણસહાય આપી તો ઉઝબેકિસ્તાને ધિરાણના અસરકારક ઉપયોગ અંગે પ્રતિબદ્ધતા દર્શાવી.

સંમેલન દરમિયાન બંને નેતાઓએ ઇરાનના ચાબહાર બંદરના વિકાસ અંગે પણ વાત કરી. આ બંદર બંને દેશો માટે મહત્વપૂર્ણ છે. ઉઝબેકિસ્તાને ચાબહાર બંદર દ્વારા બહેતર જોડાણ માટે ભારત – ઇરાન અને ઉઝબેકિસ્તાન વચ્ચે ત્રિસ્તરીય બેઠક યોજવાની દરખાસ્ત મૂકી.

ભારતે, ઉઝબેકિસ્તાનને આંતરરાષ્ટ્રીય North South Transports Corridor માં જોડાવા આમંત્રણ આપ્યું. બંને નેતાઓએ આતંકવાદ વિરોધી કાર્યવાહી અંગે પણ ચર્ચાઓ કરી. બંને નેતાઓએ દરેક દેશ આતંકવાદ સામે પોતાના વિસ્તારોનો ઉપયોગ ન થાય તે જોવાની જરૂરિયાત જણાવી બંને દેશોએ આતંકવાદ સામે વ્યાપક કાર્યવાહી CCIT ને ઝડપી કાર્યરત કરવાની જરૂરિયાત જણાવી.

અફઘાનિસ્તાન અંગેની વાતચીતમાં બંને દેશોએ, અફઘાન માલિકીનું, અફઘાન આધારીત, અફઘાન નિયંત્રિત શાંતિ પ્રક્રિયા અંગે સંમતિ દર્શાવી. બંને દેશોએ એકીકૃત , સાર્વભોમ અને લોકશાહી વાળા અફઘાનિસ્તાન માટે સમર્થન આપ્યું બંને દેશોએ અફઘાનિસ્તાનના આર્થિક વિકાસમાં રસ દાખવ્યો. આ માટે વિદેશમંત્રી સ્તરની બીજો – ભારતના મધ્ય એશિયા સંવાદ મહત્વપૂર્ણ બને રહેશે. જેમાં અફઘાનિસ્તાન પણ ભાગ લઈ રહ્યું છે.

પ્રાદેશિક મુદ્દાઓ ઉપરાંત બંને નેતાઓએ સંયુક્ત સંઘમાં સુધારણા તથા બહુપક્ષીવાત્તામાં સુધારા અંગે પણ ચર્ચાઓ કરી. ઉઝબેકિસ્તાને સંયુક્ત સંઘ સંરક્ષણ પરિષદમાં ભારતની ઉમેદવારીએ સમર્થન આપ્યું.

બંને નેતાઓએ ગત મહિને યોજાયેલી શાંધાઇ સહભાગીતા સંસ્થાનની સફળ બેઠક અંગે પણ વાતચીત કરી.

એકંદરે આ વીડિયો બેઠક સફળ રહી અને આનાથી બંને દેશોના સંબંધોને વધુ વેગ મળશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...