Skip to main content

આતંકવાદ અંગેના બેવડા વલણ માટે પાકિસ્તાનનો ફરી એક પર્દાફાશ

પાકિસ્તાન સરકારનો તેના ધરતી પરથી કાર્યરત આતંકવાદી જૂથો સામેનો બેવડો વ્યવહાર જાણીતો છે. જોકે, વૈશ્વિક આતંકવાદી મસૂદ અઝહર અંગે પેરિસમાં ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) સમક્ષ જૂઠ્ઠું બોલીને પાકિસ્તાને ફરી એકવાર ખુલ્લુ પડી ગયુ છે. આ આતંકવાદી સૂત્રધાર સત્તાવાર સુરક્ષા હેઠળ પાકિસ્તાનમાં છુપાયેલો છે. પાકિસ્તાન સ્પષ્ટપણે સમગ્ર વિશ્વને બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તે આતંકવાદી જૂથો સામે કાર્યવાહી કરી રહ્યું છે; પરંતુ, હકીકતમાં તે મસૂદ અઝહર, હાફિઝ મોહમ્મદ સઇદ, જાકીર ઉર રેહમાન લખવી અને વૈશ્વિક સ્તરે થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર એવા અન્ય ઘણા આતંકવાદીઓની સામે કાયદેસરની કાર્યવાહી અથવા કોઈ પણ પ્રકારની સજા આપી રહ્યો નથી.

મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદ (જેએમ) ના વડા છે જેમણે જમ્મુ-કાશ્મીરમાં 14 મી ફેબ્રુઆરી, 2019 ના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી હતી, જેમાં ભારતના કેન્દ્રીય અનામત પોલીસ દળ- સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. ભારતે 26 મી ફેબ્રુઆરી, 2019 ના રોજ પાકિસ્તાનના બાલાકોટ મુખ્ય મથક અને જૈશ-એ-મોહમ્મદના તાલીમ કેન્દ્રનો નાશ કર્યો હતો. ત્યારથી, સંયુક્ત રાષ્ટ્રસંઘના સુરક્ષા પરિષદ પર મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે દબાણ વધી રહ્યું હતું. જે માટે અમેરિકા, યુકે અને ફ્રાંસે સંયુક્ત આગેવાની લીધી છે પરંતુ પાકિસ્તાન અને ચીન અવરોધ ઊભો કર્યો હતો. છેવટે, મસૂદને 1 મે, 2019 ના રોજ વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરાયો હતો, પરંતુ પાકિસ્તાને તેને સ્પષ્ટ અથવા છૂપી રીતે બચાવવાનું હજુ ચાલુ રાખ્યું છે.

FATFની પૂર્ણ બેઠક પહેલા જ પાકિસ્તાને મસૂદ ગૂમ થયો હોવાની તથા મળતો ન હોવાનો અહેવાલ રજૂ કર્યો. અન્ય એક પગલામાં લાંબા વિલંબ બાદ જમાત-ઉદ દાવાના વડા હાફિઝ સઇદને સાડા પાંચ વર્ષ જેલની સજા ફરમાવી આ બંન્ને બાબતોનો સમય વિવાદાસ્પદ છે. એવું માનવામાં આવી રહ્યુ છે. કે પાકિસ્તાન FATFના બ્લેક લિસ્ટમાં મૂકાવાની કામગીરીથી બચવાનો પ્રયાસ કરી રહ્યુ છે.

જેલમાંથી મસૂદનું ભાગી જવુ કે FATF ના પૂર્ણ સત્ર પહેલા હાફિઝ સઈદની જેલ મુદ્દત, પાકિસ્તાનના ઇરાદા સામે શંકા ઉભી કરે છે. જૂન 2018 થી કાર્યદળ દ્વારા પાકિસ્તાનને આંતકવાદને નાણાં પુરા પાડવા જવાબદારી દેશોના બ્લેક લિસ્ટમાં મૂકાયું છે. કાર્યદળ દ્વારા નાણાંકીય ગેરરીતી વિરૂદ્ધ અને આતંકીઓને નાંણા પૂરા પાડવા વિરૂદ્ધ 27 મુદ્દાની કાર્ય યોજના આપવામાં આવી હતી.

ફ્રેબ્રુઆરી- 2020ના પૂર્ણ સત્ર દરમ્યાન FATFએ નોંધ્યુ કે પાકિસ્તાને 27 માંથી માત્ર 14 મુદ્દા પરજ અમલ કર્યો છે, FATFએ દ્વારા બાકીના મુદ્દા પર તુરંત જ પગલા લેવા જણાવાયું છે. નહીં તો પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવશે. જો એમ થશે તો, નાણાંકીય મુશ્કેલીઓના સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, વિશ્વ બેક અને યુરોપીયન સંઘો પાસેથી નાણાંકીય સહાય મેળવવાનું મુશ્કેલ બનશે.

એક તરફ પાકિસ્તાન, મસુદ અઝહર ગુમ થઇ ગયો છે અને મળી રહ્યો નથી તેમ જણાવે છે તો બીજી તરફ પાકિસ્તાની સમાચાર પત્રો, મસૂદ બહાવલુપુરમાં ISIના સુરક્ષા કવચ હેઠળ સુરક્ષિત હોવાનું જણાવે છે. આનાથી મસૂદ અઝહરના ગુમ થવા વિશેની પાકિસ્તાનના દાવા અંગે વિરોધાભાસ ઉભો થયો છે.

એક પાકિસ્તાની ખાનગી ટીવી ચેનલે, અમેરીકા – તાલિબાન કરાર અંગે મસૂદ અઝહરની ઓડીયો કલીપ જાહેર કરી છે. અઝહરની સુરક્ષા માટે તેને રાવલપીંડી ખસેડાયો હોવાના પણ અહેવાલ છે. જે પાકિસ્તાન સરકારના જૂઠાણાને ખુલ્લુ પાડે છે.

હકીકતમાં અઝહર પાકિસ્તાનમાં જ છે અને સત્તાવાર સુરક્ષા કવચ હેઠળ સુરક્ષિત છે અને એક જગ્યાથી બીજી જગ્યાએ સુરક્ષિત રીતે ખસેડાઇ રહ્યો છે. આવી યુક્તિઓથી પાકિસ્તાન થોડા સમય માટે FATFના કડક પગલાથી બચી રહ્યું છે પણ તે કેટલા સમય સુધી બચી શકશે તે જોવુ રહ્યુ.

હવે સમય આવી ગયો છે કે તેણે આંતરાષ્ટ્રીય સમુદાય સાથે સંબંધો ગંભીરતાથી સુધારવા પડશે. પાકિસ્તાને પુલવામાં અને પઠાણકોટ આંતકી હુમલાના માસ્ટર માઇન્ડને સજા કરવી જોઇએ તથા જમ્મુ-કાશ્મીરની સરહદે કરાઇ રહેલી આંતકી પ્રવૃતિઓ બંધ કરવી જોઇએ. આનાથી પાકિસ્તાનની આંતકવાદ સામેની લડતની ઈસ્છાશક્તિ દેખાશે.


લેખક : રાજકીય વિશ્લેષક રતન સાલડી


નિકિતા શાહ, અપર્ણા ખૂંટ, કરન

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...