Skip to main content

ભારત અને બાંગ્લાદેશના આગળ વધી રહેલા દ્વિપક્ષીય સંબંધો

ભારતીય વિદેશ સચિવ, હર્ષ વર્ધન શ્રિંગલાની ઢાકાની મુલાકાત, ભારત બાંગ્લાદેશ વચ્ચેના સ્થાયી અને ગાઢ સંબંધો દર્શાવે છે. ખાસ કરીને પ્રધાનમંત્રી શેખ હસીનાના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની હાલની અવામી લીગ સરકારના કાર્યકાળમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વેગ મળ્યો છે. શ્રી શ્રીંગલાની મુલાકાત મહત્વપૂર્ણ છે કારણ કે તેમણે જાન્યુઆરી 2019 સુધી બાંગ્લાદેશમાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી હતી અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તાજેતરનાં ભૂતકાળમાં, બાંગલાદેશે ભારતની અમુક ઘરેલુ બાબતો ઉપર વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે તેને ડર લાગતો હતો કે તેનાથી બાંગલાદેશના સ્થાનિક અસર પડી શકે છે. જો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગલાદેશને ખાતરી આપી છે કે, ભારતના વિકાસનો બાંગ્લાદેશ પર કોઈ અસર પડશે નહીં અને બાંગલાદેશને સત્તાવાર સ્તરે આ અંગે જણાવવામાં આવ્યું છે.

વિદેશ સચિવની મુલાકાતનું મુખ્ય કારણ વંગબંધુ શેઠ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી ઉજવણીમાં ભાગ લેવા માટે આ મહિનામાં યોજનારી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની બાંગલાદેશ મુલાકાત માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરવાનું હતું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, શેઠ મુજીબુર રહેમાન આપણા પણ રાષ્ટ્રીય નાયક છે. બીજા ઘણા મુદ્દાઓ છે કે જે અંગે બંને દેશો આગામી અઠવાડીયામાં ચર્ચા કરાશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને બાંગ્લાદેશે એક બીજાની ચિંતાઓને દૂર કરવા માટે લીધેલા ઘણાં પગલાંના કારણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સુધારો જોવા મળ્યો છે. ઐતિહાસિક જમીન સીમા કરાર અને આંતરરાષ્ટ્રીય લવાદ દ્વારા દરિયાઇ સીમાના સમાધાનથી આ મુદ્દાઓ પરના ભારતના અભિગમ અંગેની ગંભીર ફરિયાદો નિકાલી કાઢવામાં આવી છે. સીમાંકન કરવાથી સરહદી ચોકીદારીમાં સુધારો થયો છે અને 2001 માં પિર્ડીવાહની ઘટના દરમિયાન બનેલી હિંસા જેવા બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમ છતાં, સરહદ પર ક્યારેક ગોળીબાર ઘટનાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું અસ્તિત્વ બતાવે છે જે સરહદોની સલામતીને પડકારરૂપ સાબિત થાય છે.

ભારત સરકારે 2011માં ખાસ કરીને કાપડ સહિતની 61 ચીજવસ્તુઓને જકાત મુક્ત કરતાં દ્વિપક્ષી વ્યપાર સતત વધતો રહ્યો છે. નિકાસ પ્રોત્સાહન બ્યૂરો ઈપીબીના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાંથી અગાઉના વર્ષે કરાયેલી 77 કરોડ 32 લાખ ડોલરની નિકાસ વધીને આ વર્ષે સવા અબજ ડોલર થઈ છે. જે 42.91 ટકાનો વધારો દર્શાવે છે. બાંગ્લાદેશનો વિકાસ વાર્ષિક સાત ટકાના દરે થઈ રહ્યો છે. પરિણામે દ્વિપક્ષી વેપારને પણ બળ મળશે. જોકે, જકાત મુક્ત માલસામાન સિવાયનો માલ મુખ્ય અવરોધરૂપ રહ્યો છે. સુચિત બાંગ્લાદેશ-ભૂતાન-ભારત-નેપાળ-બીબીઆઈએન મોટર વાહન ધારો – એમવીએ અને બીમસ્ટેક મોટરવાહન ધારો અમલમાં આવ્યા પછી સંપર્ક અને આંતર માળખાકીય પરિયોજનાઓ પૂરી થતાં દ્વિપક્ષી વેપાર નવી ઊંચાઈ હાંસલ કરશે તેવી આશા છે. બંને દેશ વચ્ચેના વેપાર અને વાણિજ્યમાં ઊંર્જા વેપાર તથા જળમાર્ગ દ્વારા સંપર્કો વધવાથી તે પણ મહત્વની ભૂમિકા ભજવશે.

આ મહિનાના અંત ભાગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઢાકાની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહકાર વધારવા અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે. જોકે ભારતે બાંગ્લાદેશને 50 કરોડ ડોલરની સંરક્ષણ શાખ મંજૂર કરી છે. પરંતુ તેના અમલ અંગે હજી બંને દેશો વચ્ચે મંત્રણાઓ ચાલે છે. આ શાખના અમલ માટે આગળ વધાવાનો સમય હવે કદાચ પાકી ગયો છે. બંને દેશોએ અગાઉ દરિયા કાંઠાના સર્વેક્ષણ માટેની વ્યવસ્થા ઊભી કરવા માટે 2019માં સમજુતી કરાર પર સહીઓ કરી હતી. આ મુલાકાત દરમિયાન તે અંગે પણ વધુ ચર્ચામંત્રણા થશે. બંને દેશોએ ત્રાસવાદ વિરોધી ક્વાયત ‘સમપ્રિતી’ અંતર્ગત સહિયારી સુરક્ષા બાબતે અને સંકલિત ચોકીદારી અંગે પણ કામગીરી કરી છે.

ભારતે મંજૂર કરેલી 7.5 અબજ ડોલરની શાખના તત્કાળ અમલીકરણની પણની જરૂર છે. અહેવાલ અનુસાર છેલ્લા આઠ વર્ષના ગાળામાં ભારતે મંજૂર કરેલી ચાર ધિરાણ યોજનાઓ પૈકી માત્ર 51 ટકાનો જ અમલ થયો છે. વિવિધ શાખ ધિરાણ હેઠળ કુલ 51 કરોડ ડોલરથી વધુના ત્રણ રેલવે પ્રોજેક્ટ નિર્ધારિત કરવામાં આવ્યા છે. તે પૈકી ડિસેમ્બર 2019 સુધીમાં કેવળ આઠ કરોડ 77 ડોલરનો જ ઉપયોગ કરાયો છે. મંજૂર કરેલા નાણાં છૂટા કરવા માટે જરૂરી પરિયોજના અહેવાલ તૈયાર કરવામાં બાંગ્લાદેશ થોડું ધીમું છે. પરિણામે કેટલીક પરિયોજનાઓનો ખર્ચ પણ વધી ગયો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં નવી ટ્રેનો અને બસો શરૂ થવાથી ભારત અને બાંગ્લાદેશના લોકો વચ્ચેનો સંપર્ક સારો એવો વધ્યો છે. ભારત સરકારની ‘પાડોશી પહેલો’ નીતી અંતર્ગત બાંગ્લાદેશના નાગરિકોને વિઝા મંજૂર કરવાના ધારાધોરણો હળવા બનાવવાથી અને તબીબી સારવાર માટેના અલગ વિઝા શરૂ થવાથી આ સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે. આ પરિપ્રેક્ષમાં ભારતના વિદેશ સચિવની મુલાકાત બંને દેશો વચ્ચે સંબંધો સર્વોચ્ચ સ્તરે લઈ જવા માટે ખૂબ મહત્વની છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...