Skip to main content

કોવિડ-19ના ખતરાનો સામનો કરવાની સાર્ક સંગઠનની સંયુક્ત વ્યુહરચના અંગે સમીક્ષા

ગત પંદરમી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ એશિયાના પ્રાદેશિક સહકારમાટેના સંગઠન – સાર્ક દેશોના વડાઓની બેઠકને વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી સંબોધી હતી. શ્રી નરેન્દ્ર મોદીએ ઝડપથી ફેલાઇ રહેલા કોવિડ-19 વાયરસના પ્રસારને અટકાવવા સંયુક્તવ્યુહ રચના ઘડવાનો અનુરોધ કર્યો છે.કોરોના વાયરસના લીધે સમગ્ર વિશ્વમાં આશરે દોઢ લાખથી વધુ દર્દીઓ સંક્રમીત થયાનાઅહેવાલ છે. સાર્ક સંગઠનના બધા જ 8 દેશોના વડાઓએ કોરોના વાયરસની આપત્તિ સામે એક સમાન વ્યુહરચનાઘડવાની શ્રી નરેન્દ્ર મોદીની અપીલને આવકારી છે. શ્રીલંકા, માલદીવ તથા અફઘીસ્તાનના રાષ્ટ્રપ્રમુખો તથા ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાનના પ્રધાનમંત્રીઓએ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારાઆયોજીત બેઠકમાં સક્રિય ભાગ લીધો હતો. પાકિસ્તાન તરફથી પ્રધાનમંત્રીના આરોગ્ય વિભાગ માટેના સહાયક ઝરફ મિરઝાએ બેઠકમાં પ્રતિનિધીત્વ કર્યું હતું. બધા જ નેતાઓએ કોરોનાના રોગચાળા સામે સાથે મળીને લડવાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. તેમના મતે આ સમગ્ર બાબત માનવતાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યની ગણાવી શકાય. જો કે, પાકિસ્તાને આ પ્રસંગે પણ કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બેઠકમાં કયા સ્તરના પ્રતિનિધીત્વને તક આપવી તે સમગ્ર બાબત પાકિસ્તાનનો સાર્વભૌમ અધિકારક્ષેત્રની બાબત છે. આમ છતાં, પાકિસ્તાનના જાણીતા દૈનિક ડોનમાં, પ્રકાશિત તંત્રી લેખમાં જણાવ્યું છેકે, જો આ બેઠકમાં પ્રધાનમંત્રી ઇમરાનખાન ઉપસ્થિત રહ્યા હોત, તો પાકિસ્તાન આ ગંભીર રોગચાળાનો સામનો કરવામાં ગંભીર હોવાનો વિશ્વ સમુદાયમાં સંદેશો પહોંચ્યો હોત.

ડોન દૈનિકના તંત્રી લેખકમાં ટિપ્પણી કરવામાં આવી છે કે, પાકિસ્તાને કોરોના વાયરસના ગંભીર સંકટ વખતે, અન્ય દેશો સાથેના મતભેદો દૂર રાખવાની જરૂર હતી.પાકિસ્તાનના મુખ્ય બે વિરોધ પક્ષ પાકિસ્તાન મુસ્લીમ લીગ – નવાઝ તથા પાકિસ્તાન પીપલ્સપાર્ટી – PPP એ પણ પાકિસ્તાન સરકાર કોવિડ – 19 રોગચાળાને ગંભીરતાથીનથી લેતી, એ અંગે ખેદની લાગણી વ્યક્ત કરી છે.સમગ્ર વિશ્વની કુલ લોકસંખ્યા પૈકી પાંચમાં ભાગની વસતી સાર્ક સંગઠનના દેશોમાં વસેછે. આ બધા જ દેશોમાં કોરોનાનો રોગચાળો હવે ત્રીજા તબક્કામાં પ્રવેશ કરે તેવી સંભાવનામજબૂત બની છે.આ તબક્કામાં વ્યક્તિના સ્તરેથી આ રોગચાળો સમુદાય સ્તરે આગળ વધે તેવી સંભાવનાઓ છે.

સાર્ક દેશોના આઠ સભ્ય દેશોમાંથી એક પણ દેશ સ્ત્રોત, મનુષ્યબળ, માળખાકીય સુવિધાઓ અને આરોગ્ય ક્ષેત્રે સંશોધન આ બધા જ પરિબળોમાં કોરોનાના પ્રસારને અટકાવવા સજ્જ જણાતો નથી.આમાં અપવાદરૂપ ભારતે કોરોનાના રોગચાળાના પરીક્ષણની વ્યવસ્થા ઉભી કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાના ખતરાનો સામનો કરવા તાકીદના ખર્ચ માટે ખાસભંડોળ રચવાની દરખાસ્ત રજુ કરી છે. શ્રી મોદીએ કોવિડ-19નો પ્રસાર ટાળવા માટે સ્ત્રોતોને એકઠા કરવા, મનુષ્યબળ અને ગેઝેટોનો ઉપયોગ કરવા બાબતે કરેલી દરખાસ્તને પણ બધા અગ્રણીઓએ આવકારી હતી. ભારતે તાકીદના ભંડોળમાં એક કરોડ ડોલરનું યોગદાન આપવાની જાહેરાત કરી છે. છેલ્લા પાંચ દિવસોમાં ભારતે – નેપાળ, શ્રીલંકા, માલદીવ, અફઘાનિસ્તાન તથા બાંગ્લાદેશમાં ચકાસણીના સાધનો, સેનીટાઇઝર તથા આવશ્યક ચીજવસ્તુઓ મોકલી છે. જેની કિંમત એક કરોડ અમેરીકી ડોલર થાય છે. સાર્ક દેશોમાં કોરોનાના સૌથી વધુ કેસ ભારત અને પાકિસ્તાનમાં નોંધાયા છે. પાકિસ્તાનના ડોન અખબારમાં કોરોનાના 450 કેસ નોંધાયાના તથા બે લોકોના મોત થયાના અહેવાલ છે. સીંધપ્રાતમાં સૌથી વધુ 240 કેસ નોંધાયા છે. ભારતમાં પણ બે જણાના મોત સહિત 200થી વધુ કેસ નોંધાયા છે. ઝડપથી પ્રસરી રહેલો કોરોના સમગ્ર વિશ્વ સમુદાય માટે પડકાર રૂપ બની રહ્યો છે. આસંક્ટમાંથી જી–સાત સંગઠનના વિકસીત દેશો પણ મુક્ત રહ્યા નથી.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...