Skip to main content

બ્લ્યુ ડોટ પહેલના કારણે ભારત-પ્રશાંત વિસ્તાર માટે ઉભી થયેલી નવી તક અંગે સમીક્ષા

ભારતની તાજેતરની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે “બ્લ્યુ ડોટ નેટવર્ક” મુદ્દે થયેલી મંત્રણાને મુખ્ય મુદ્દો ગણાવી શકાય.

બંને અગ્રણીઓએ મંત્રણાના અંતે બહાર પાડેલા સંયુક્ત નિવેદનમાં બ્લ્યુ-નેટનેટવર્કની પહેલને સમર્થન આપ્યું હતું.

બ્લ્યુ ડોટ નેટવર્ક એક એવી પહેલ છે જેમાં વૈશ્વિક ધારા-ધોરણો મુજબ ઉચ્ચ ગુણવત્તાવાળી માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સરકાર ખાનગી ક્ષેત્ર તથા સમાજ સાથે મળીને કામગીરી કરે છે.

ભારત બ્લ્યુ ડોટ નેટવર્કમાં જોડાવવા વિચારી રહ્યું છે.

કારણ કે બ્લ્યુ ડોટ નેટવર્ક દ્વારા વિકાસશીલ દેશોમાં ખાસ કરીને ભારત-પ્રશાંત વિસ્તારમાં વિદેશી સહાયથી તૈયાર કરાતી માળખાકીય સેવાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય ધારા-ધોરણો મુજબ બનાવવામાં આવી છે તે બાબત સુનિશ્ચિત કરવામાં આવે છે.

ભારત અને અમેરિકાએ ભારત-પ્રશાંત વિસ્તાર ખાસ કરીને એશિયા વિસ્તારમાં હાલમાં માળખાકીય સુવિધા બાબતે અમલમાં મૂકાયેલી વ્યવસ્થા બાબતે ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે હાલની આ વ્યવસ્થામાં ધિરાણ લેનાર દેશ ઉપર મોટાપાયે દેવું વધવાની સમસ્યા ઉભી થતી હોય છે.

ઉલ્લેખનિય છે કે, શ્રીલંકા, માલદીવ તથા નેપાળ જેવા દેશોએ બેલ્ટ એન્ડ રોડ ઈનીશીએટીવ – BRI હેઠળ ચીન પાસેથી ધિરાણ મેળવ્યા બાદ તેની પરત ચૂકવણીમાં ઘણા પડકારોનો સામનો કર્યો છે.

વર્ષ 2019ના નવેમ્બર માસમાં બેંકોકમાં યોજાયેલી ભારત-પ્રશાંત વેપાર મંચની બેઠકમાં જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાએ બ્લ્યુ ડોટ નેટવર્કની સંકલ્પના રજુ કરી. આ પહેલનો મુખ્ય હેતુ વિકાસશીલ દેશોમાં ધિરાણની પરત ચૂકવણીની સમસ્યા, પારદર્શિતાનો અભાવ, મૂડીરોકાણમાં સાતત્ય જેવા પડકારોનો સામનો કરવો.

બ્લ્યુ ડોટ નેટવર્કનો મુખ્ય હેતુ અથવા ધ્યાનકર્ષક પાસુ છે – તે ધિરાણ પુરૂં પાડતી સંસ્થાઓના ધિરાણ દર જાહેર કરે છે અને તટસ્થરીતે કામગીરી કરે છે. આમ થવાથી ધિરાણ મેળવનાર દેશોને ધિરાણ અંગેના નિયમો અને નિર્ણયોનો સ્પષ્ટ ખ્યાલ શરૂઆતથી રહે છે.

બ્લ્યુ નેટ નેટવર્કને અમેરિકા દ્વારા ચીનના બેલ્ટ એન્ડ રોડ પહેલનો જવાબ તરીકે જોવાય છે. બ્લ્યુ ડોટ નેટવર્કને ઓસ્ટ્રેલિયાની ઓસ-એડ, જાપાનની – જાપાન આંતરરાષ્ટ્રીય સહકાર એજન્સી – JICA અને અમેરિકાની આંતરરાષ્ટ્રીય વિકાસ નાણા નિગમ – IDFC દ્વારા ભંડોળ પુરૂ પાડવામાં વશે.

આ નેટવર્કનો બીજો હેતુ છે – ભારત-પ્રશાંત વિસ્તારમાં હાથ ધરાનાર માળખાકીય સુવિધાના પ્રોજેક્ટોને ભંડોળ પુરૂ પાડવા ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન પુરૂ પાડવું.

એવા પણ અહેવાલ છે કે, નિગમે અત્યાર સુધીમાં 50 અબજ અમેરિકી ડોલરનું ભંડોળ એકઠું કર્યું છે. એટલું જ નહીં પણ આ પહેલને અમેરિકી કોંગ્રેસનું સમર્થન મળ્યું છે.

અમેરિકાની રેટીંગ એજન્સી અમેરિકાના ખાનગી ક્ષેત્રના રોકાણકારોને વિકાસશીલ દેશોમાં રોકાણ કરવા પ્રોત્સાહન તથા માર્ગદર્શન પુરૂ પાડશે. આમ થવાથી અમેરિકાના રોકાણકારો તથા ધિરાણ મેળવનારા દેશો – બંને માટે લાભદાયક પરિસ્થિતિનું નિર્માણ થશે.

બ્લ્યુ નેટ નેટવર્ક હજી પ્રાથમિક તબક્કામાં છે અને આગામી મહિનાઓમાં તે કેવી રીતે આગળ વધે છે તે જોવું રહ્યું. આ ક્ષેત્રે સૌથી મોટો પડકાર છે. સર્વગ્રાહી અને સાર્વત્રિક રીતે સલામત માળખાકીય પ્રોજેક્ટોની વ્યાખ્યા તૈયાર કરવી. આમ છતાં આ પદ્ધતિ ધિરાણ મેળવનાર દેશને મૂડીરોકાણ આકર્ષવામાં રહેલી તકો અને ખતરાઓની જાણકારી મેળવવામાં મદદરૂપ બનશે એ વાત નક્કી છે. કારણ કે આ સમગ્ર પદ્ધતિ પ્રોજેક્ટોની ક્ષમતા તથા પારદર્શિતા ઉપર આધાર રાખે છે.

વિકાસશીલ દેશો ખાસ કરીને એશિયાના દેશો માળખાકીય સુવિધા ક્ષેત્રે નાણાની ઘટ અનુભવે છે.

એશિયાઈ વિકાસ બેંકના અહેવાલ મુજબ એશિયાઈ દેશોની માળખાકીય ક્ષેત્રોની જરૂરીયાત અને મળતા ધિરાણમાં દર વર્ષે 1.7 ટ્રિલીયન અમેરિકી ડોલરની ઘટ રહે છે.

ભારતની વાત કરીએ તો બ્લ્યુ ડોટ નેટવર્ક એક સકારાત્મક વાત છે. કારણ કે ભારત ઘરઆંગણે પણ માળખાકીય સુવિધાના પ્રોજેક્ટોમાં – PPP એટલે કે જાહેર અને ખાનગી ક્ષેત્રની સંયુક્ત ભાગીદારીનું મોડેલ અપનાવે છે.

આથી જ બ્લ્યુ નેટ નેટવર્ક થકી સરકારી તથા ખાનગી ક્ષેત્ર દ્વારા કરાનાર મૂડીરોકાણ ભારતની રોકાણ ક્ષેત્રની જરૂરીયાતો પરિપૂર્ણ કરવામાં ચોક્કસ મદદ કરશે.


લેખક – ડોક્ટર રાહુલ મિશ્રા,
દક્ષિણ-પૂર્વ એશિયાની બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...