પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાત્રે રેડિયો અને ટેલીવિઝન પર કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં કોરોના મહામારી સામે જાગૃત રહેવાની ખાસ ચેતવણી આપી. તેમણે દરેક નાગરીકને નિશ્ચિત ન રહેવા, કે કશું નહીં થાય તેવી ખોટી માન્યતામાં ના રહેવા કહ્યું. તેમણે સ્પષ્ટ કહયું હતું કે, સમગ્ર વિશ્વમાં પાયમાલી સર્જનાર આ જીવલેણ અને વિનાશક મહામારી ભારતમાં પણ પગપેસારો કરી રહી છે, ત્યારે તેને અવગણી શકાય તેવુ કઇ જ રહયું નથી. તેમણે કહયું કે છેલ્લા બે મહિનામાં ૧૩૦ કરોડ દેશવાસીઓએ જરૂરી સાવધાની રાખીને કોરોના જેવા રોગચાળા સામે હિંમત પુર્વક લડત આપી છે, પરંતુ તેમણે ચેતવણી આપી હતી કે ભારતમાં અત્યાર સુધી સંક્રમિત કેસોની સંખ્યા ઓછી હોવાથી ભ્રમમાં રહેવુ ાનહી કે ખરાબ સમય પસાર થઇ ગયો છે.
પ્રધાનમંત્રી મોદીએ કહયું કે વિશ્વના જે દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ જોવા મળ્યુ છે ત્યાંના આંકડા દર્શાવે છે કે પ્રારંભિક સ્થિતિ પછી જ એકાએક આ બિમારી વધુ ફેલાઇ છે. તેથી ભારત માટે કોરોનાનું સંકટ સામાન્ય બાબત નથી અને દરેક નાગરીકે સજાગ રહેવાની જરૂર છે. આ જીવલેણ બિમારીને ફેલાતી અટકાવવા લોકોને અલગ વોર્ડમાં રાખીને જે દેશોએ પ્રારંભિક પગલાં લીધા છે. તેમણે સારુ કામ કર્યુ છે. તેમણે દેશવાસીઓને ખાતરી આપી હતી કે પરિસ્થિતિ પર કેન્દ્ર અને રાજય સરકારો સતત દેખરેખ રાખી રહી છે અને પડકારોનો સામનો કરવા સંપુર્ણ તૈયારી કરી રહી છે. જો કે પ્રધાનમંત્રીએ કહયું કે સરકારી પ્રયાસોની સાથે આ મહામારી સામે લડવા માટે ૧૩૦ કરોડ દેશવાસીઓએ સંકલ્પ અને સંયમ જાળવવો પડશે. આ કટોકટીની પળે, જયારે જીવલેણ કોરોના વાયરસ માટે કોઇ જ દવા ઉપલબ્ધ નથી, ત્યારે સંકલ્પ અને સંયમ એ પરિસ્થિતિનો સામનો કરવા માટેના બે ચાવી રૂપ પરીબળો છે. દરેક નાગરીકે પોતાને સ્વસ્થ રાખવાનો સંકલ્પ લેવો પડશે કે પોતે ચેપ લાગવાથી બચશે અને બીજાને પણ ચેપથી બચાવશે. આ ત્યારે જ શકય બનશે જયારે તમે સમુહમાં, સમાજમાં ના ફરો, ભીડથી બચો, પ્રધાનમંત્રીએ અપીલ કરી કે સમગ્ર દેશમાં સ્વયં જનતા કરર્ફયુનુ પાલન થવુ જોઇએ. એટલે કે આ રવિવારે બાવીસ માર્ચે સવારે સાત વાગ્યાથી રાત્રીના નવ વાગ્યા સુધી બહાર ના નીકળો, ઘરમાં જ રહો અને સ્વયં જનતા કરર્ફયુનો અમલ કરો. સ્વૈચ્છિક રીતે તમે ઘરમાં રહેશો અને અનીવાર્ય સંજોગોમાં જ બહાર નીકળશો.
છેલ્લા કેટલાક સપ્તાહથી કેન્દ્ર અને રાજય સરકારો ધ્વારા કોવિડ-૧૯ ના ફેલાવાથી બચવા અને દેશના નાગરીકોને સલામત રાખવા અનેક પગલાં લેવામાં આવ્યા છે, જેમાં ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાણો બંધ કરવી, શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવી, ઘેરથી જ કામ થઇ શકે તેવી ખાનગી અને સરકારી સંસ્થાઓ ધ્વારા કરાયેલી વ્યવસ્થા, ટુંક સમય માટે શોપીંગ મોલ, સિનેમા ઘરો, બજારો, રેસ્ટોરન્ટ બંધ કરવા, બાળકો અને વૃદ્ધોની સામાજિક, બહારની પ્રવૃતિઓ બંધ કરવી, સામુહિક કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ રાખવા વગેરેનો સમાવેશ થાય છે.
ભારત કોવિડ-19ના કટોકટી ભર્યા ત્રીજા તબક્કામાં પ્રવેશી રહ્યો છે જેમાં તે સામૂદાયિક સંસર્ગથી જંગલની આગની જેમ પ્રસરે છે. ત્યારે તેને નાથવા માટેનો અસરકારક ઉપાય સમાજથી અલાયદા રહેવાનો જ છે, લોકતંત્રમાં જનતાના લોકપ્રિય નેતા અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ સત્યથી સારી રીતે અવગત છે કે, જ્યાં સુધી લોકો કોરોના વાયરસના રોગની પરિસ્થિતિની ગંભીરતાથી જાગૃતિ ન કેળવે ત્યાં સુધી સરકારના કોઈપણ પ્રયત્નો કે, બળજબરી પૂર્વક લાદેલા લોકડાઉન સંપૂર્ણ અસરકારક ન નીવડી શકે. વિશ્વમાં ભારત પાસે અસંગઠિત ક્ષેત્રમાં સૌથી વધુ માનવબળ છે. ત્યારે માનવતાવાદી નેતા એવા પ્રધાનમંત્રીએ બાબતથી સારી રીતે પરિચિત છે કે, નિયંત્રણો લાદવાથી આ રોગની સૌથી વધુ દુદર્શાની અસર ગરીબવર્ગ, સીમાંતો, નાના વેપારીઓ અને રોજિંદી આવક મેળવનાર ઉપર પડી શકે છે. કોરોનાની આર્થિક રીતે થનાર અસર અને સંકટ સમયની સહાય તથા તેના ઉપાયો શોધવા માટે ઉચ્ચકક્ષાની ઇકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરતાં શ્રી મોદીએ બિનસંગઠિત અને અન્ય ક્ષેત્રોમાં ઓછું વેતન મેળવનારા લોકોના વેતનમાં કાપ નહીં મૂકવાની નોકરીદાતાઓને અપીલ કરી છે.પ્રધાનમંત્રી આવનાર દિવસોમાં આરોગ્ય સ્ત્રોતો અને માળખાકીય સુવિધાઓ ઉપર ભારે દબાણ આવશે તે બાબતથી પણ પરિચિત છે. શ્રી મોદીએ લોકોને બીન જરૂરી સારવાર અને રાબેતા મુજબની સારવાર કરાવી કામનું ભારણ નહીં વધારવા અપીલ કરી છે.
પ્રધાનમંત્રીએ આવી કપરી પરિસ્થિતિમાં પોતાની સલામતીની પરવાહ ક્યા સિવાય મોટી સંખ્યામાં આરોગ્ય કર્મીઓ, તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે તેની ભારોભાર પ્રશંસા કરી હતી. દરેક લોકોએ પણ આ કર્મચારીઓની પ્રશંસા કરવી જોઈએ. જોકે, પ્રધાનમંત્રીના આ સંબોધને રાષ્ટ્રના જુસ્સાને અને નૈતિક મૂલ્યોને ઊંચો રાખ્યો છે. જેની આજના સમયમાં તાતી જરૂર હતી. વિશ્વમાં ભારતે કોરોના વાયરસ સામે સફળ રીતે ઝઝુંમવાના સનિષ્ઠ પ્રયાસો કર્યા છે.

Comments
Post a Comment