Skip to main content

અમેરીકા અને ઇરાન વચ્ચે ભીસાંતુ ઈરાક અંગે સમીક્ષા

લાંબા સમયથી ઇરાક, આંતરીક વિખવાદો અને બાહ્ય દરમ્યાનગીરીનો ભોગ બની રહ્યું છે. 2017માં ISISની હાર બાદ ઊભી આશાસ્પદ સ્થિતી બાદ પણ ઇરાકના લોકોની મુશ્કેલીઓ સમાપ્ત થઇ નથી મૂડીવાદ અને ભષ્ટ્રાચાર સામે પગલા લેવા અંગે ઇરાકી લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં બગદાદ સરકાર ઉણી ઉતરતા આ સ્થિતી સર્જાઇ છે. વળી રાજકીય વર્ગોમાં સર્વસંમતિ ન સાધાવાને કારણે સરકારની રચના પણ અટવાઇ પડી અને શાસન લકવાગ્રસ્ત બની રહ્યું,

ઇરાન અને અમેરીકા દ્વારા રાજકીય અને લશ્કરી દરમ્યાનગીરીના કારણે આંતરિક વિખવાદો વધુ વકર્યા.

આના વિરોધમાં તથા જવાબદાર શાસન, સુવિધાઓમાં વધારો, મૂડીવાદ તથા ભષ્ટ્રાચારનો અંત અને બહારના લોકોના હસ્તક્ષેપનો અંત લાવવા જેવી માંગણીઓ સાથે ઇરાકી લોકોએ દેશભરમાં વિરોધ પ્રર્દશનો અને દેખાવો શરૂ કર્યા.

સુરક્ષા દળો અને કટાઇબ હીઝબુલ્લાહ જેવા ઇરાની સમર્થક લશ્કરી દળો દ્વારા કરાયેલી કાર્યવાહીમાં કેટલાક વિરોધીઓ માર્યા ગયા બાદ વિરોધ પ્રદર્શનો મોટી કટોકટીમાં ફેરવાયા. આ જૂથોએ, ઇરાકમાંથી અમેરીકી સેન્યો હટાવવાની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શનો કર્યા

ડિસેમબર 2019માં, આ જૂથોએ અમેરીકી સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતા કીર્કુક લશ્કરી છાવણી પર રોકેટ હુમલો કર્યો. જેમાં અમેરીકી લશ્કરી માટે કામ કરતા ઇરાકી ઠેકેદાર માર્યો ગયો. જવાબમાં અમેરીકી સૈન્ય દ્વારા ઇરાક અને સીરીયામાં કરાયેલા હુમલામાં કટાઇબ હિઝબુલ્લાહના કેટલાક નેતાઓ માર્યા ગયા અને શસ્ત્ર-સંરજામનો નાશ થયો.

આનાથી પરિસ્થિતી વધુ વણસી અને 31 ડિસેમ્બરે પોપ્યુલર મોબીલાઇઝેશન ફ્રન્ટે, બગદાદ ખાતેના અમેરીકી દુતાવાસ બહાર દેખાવો કર્યા. જેમાં કેટલાક દેખાવકારોએ દૂતાવાસની બિલ્ડિંગમાં પ્રવેશવાનો પ્રયોસ કર્યો. બીજી- જાન્યુઆરીએ અમેરીકાએ બગદાદ હવાઇમથક નજીક કરેલા હુમલામાં કતાઇબ હીઝબુલ્લાહનો વડો તથા ક્વાડ દળના નેતા કસેમ સુલેમાની માર્યા ગયા.

આના કારણે અમેરીકા અને ઇરાન વચ્ચે યુધ્ધની પરિસ્થિતી સર્જાઇ જો એમ બન્યુ હોત નો આ લ઼ડાઇમાં ઇરાન પડી ભાંગ્યુ હોત

જોકે ઇરાન અને અમેરીકાએ પરિસ્થિતી વધુ ન વણસે તેવા પગલા લેવાનુ નક્કી કર્યુ પણ અમેરીકા દ્વારા ઉપયોગમાં લેવાતી લશ્કરી છાવણી પર ઇરાને કરલા હવાઇ હુમાલાથી પરિસ્થિતી વધુ તંગ બની,

કીતાઇલ હીઝબુલ્લ્હાહએ અમેરીકા દ્વારા ઉપયોગમાં લેવાતી બગદાદની છાવણી પર કરેલા હુમલામાં બે અમેરીકી અને એક બ્રીટીશ જવાન માર્યા ગયા તથા ઘણા ઈજાગ્રસ્ત બન્યા જવાબમાં. અમેરીકાએ કાતાઇબ હીઝબુલ્લાહના શસ્ત્ર ભંડોરો ધરાવતી છાવણીઓ પર હુમલા કર્યા.

નિષ્ણાંતોનુ માનવું છે કે, આ ઇરાન અને ઇરાકમાં રહેલા અમેરીકી દળો વચ્ચે પ્રોક્સી યુધ્ધની આ શરૂઆત છે. અને એમાં કોઇ શંકા નથી કે અમેરીકા-ઇરાક વચ્ચે સ્થિતી વધુ વર્ણાશે તો ઇરાક અને તેના લોકોએ ઘણુ સહન કરવુ પડશે.

ભારતે કોઇપણ પરિસ્થિતીમાં દરેક પક્ષે, શાંતિ જાળવવાની તથા પરિસ્થિતી વધુ ન વર્ણશે તેવા પ્રયોસોની હિમાયત કરી છે. ભારત માટે ઇરાકમાં શાંતિ, સ્થિરતા અને પુનાઃનિર્માણ સૌથી મહત્વપૂર્ણ છે. ભારત-ઇરાક વચ્ચેના સબંધો અને ઇરાકી લોકોના ભવિષ્ય માટે ભારત ત્યાં સ્થિતી સામાન્ય બને તેમ ઇચ્ચે છે સુલેમાનીની હત્યા બાદ વધેલા તણાવ વખતે ભારતે પ્રાદેશિક સ્થિરતાને આવશ્યક ગણાવી પરિસ્થિતી નિયત્રંણમાં રાખવા વિનંતી કરી હતી.

અમેરીકા ઇરાન વચ્ચે તંગદિલીના કારણે ઇરાકનું ભવિષ્ય ડામાડોળ બન્યુ છે બે હરીફોની લડતનું પરીણામ ઈરાક ભોગવી રહ્યું છે. ઈરાકી નેતાઓએ સ્થાનિક સૈન્યને પરિસ્થિતી વધુ તંગદિલ બનાવતા રોકાવા જોઇએ અને બાહ્ય સત્તાઓનું પ્યાદુ બન્યા વગર ઇરાક અને અખાતી વિસ્તારોમાં શાંતિ,સ્થિરતા અને સુરક્ષા સ્થાપવા પ્રયોસો કરવા જોઇએ.

લેખક – ડૉ.મોહ્મ્દ ક્યુમાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...