Skip to main content

અમેરિકા-અફઘાનિસ્તાન શાંતિ સમજૂતી આશા અથવા બીક ? એ અંગે સમીક્ષા

અમેરિકા સાથે શાંતિ સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા બાદ માત્ર બે-ત્રણ દિવસ પછી તાલીબાનોએ જાહેરાત કરી હતી કે, તેઓ અફઘાન સરકારના દળો સામે ફરીથી કાર્યવાહી શરૂ કરી રહ્યા છે.

અમેરિકાના પ્રતિનિધિ ઝલ્મી ખલીલઝાદ અને તાલીબાનોના ડેપ્યુટી લીડર મુલ્લા-અબ્દુલ્લા-ઘની-બીરાદર વચ્ચે નવ દોરની મંત્રણા દોહામાં કતાર ખાતે યોજાયા બાદ અમેરિકા અને તાલીબાનો વચ્ચે શાંતિ સમજૂતી સધાઈ હતી.

આ શાંતિ સમજુતીના મુખ્ય ચાર ભાગ છે, જેમાં યુદ્ધ વિરામ, વિદેશી દળોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચી લેવા આંતર-અફઘાન મંત્રણાઓ અને આતંકવાદી પ્રવૃત્તિ વિરોધી ખાતરીનો સમાવેશ થાય છે.

આ શાંતિ સમજુતી મુજબ અમેરિકાએ સમજુતી સધાયા બાદ માત્ર 10 દિવસમાં પોતાના દળો પાછા ખેંચવાની શરૂઆત કરવાની ખાતરી આપી હતી અને 135 દિવસમાં 8 હજાર 600થી વધુ સૈનિકો અમેરિકા પાછા ફરશે તેવી ખાતરી આપી હતી.

એવી જ રીતે 20મી માર્ચ સુધીમાં પાંચ હજાર તાલીબાનો મુક્ત કરાશે, તેની ખાતરી અમેરિકાએ આપી હતી. તેમજ બાકીના કેદ કરાયેલા તાલીબાનોને ત્રણ માસમાં મુક્ત કરાશે તેની સમજુતી થઈ હતી.

જોકે આ શાંતિ સમજુતી બાબતે અફઘાનમાં તથા વિશ્વભરમાં આશા અને ભય બંને લાગણીઓ જોવા મળી હતી.

તાલીબાનો અફઘાની નાગરિકો તથા બહારના વિશ્વ સમુદાય પ્રત્યે જે કટ્ટર વલણ ધરાવે છે તેના કારણે ભયની લાગણી ઉદભવી હતી.

ઘણાંને એવી બીક લાગે છે કે, અમેરિકાના દળો પાછા ફરતા અફઘાનિસ્તાનમાં સલામતી ક્ષેત્રે શૂન્યાવકાશ સર્જાશે પરિણામે સમગ્ર દક્ષિણ એશિયા વિસ્તારની શાંતિ અને સ્થીરતા જોખમાશે.

એકંદરે જોતા આ શાંતિ સમજુતીને ઘણા અફઘાન લોકોએ સમર્થન આપ્યું છે. આમ છતાં આંતર-અફઘાન મંત્રણા વખતે ઘણા મુદ્દાઓ બાબતે ઉકેલ મેળવવાના બાકી છે.

જેમ કે અફઘાનિસ્તાનમાં સત્તાની વહેંચણી, તાલીબાનોનું નિશસ્ત્રીકરણ તથા તેમને સમાજમાં ફરીથી સમાવવા – આ ઉપરાંત દિવાસી, વંશીય વગેરે મુદ્દાઓના કારણે નબળી અફઘાન સરકારે પરિસ્થિતિ વધુ જટીલ બનાવી છે.

છેલ્લા 18 વર્ષમાં તાલીબાનો વધુ મજબુત બન્યા છે. આશરે 60 હજાર લડાકૂ ધરાવતા આ જૂથે અફઘાનિસ્તાનમાં ઘણાં જિલ્લાઓમાં નિયંત્રણ મેળવ્યું છે.

તેઓ હજી પણ કાબૂલ તથા અફઘાન સૈનિકો ઉપર હુમલાઓ કરી રહ્યા છે.

એવી જ રીતે તાલીબાનોના અલગ-અલગ જૂથો પૈકી કેટલાક જૂથોએ શાંતિ મંત્રણામાં રસ દાખવ્યો નથી.

તાલીબાનોએ અફઘાનિસ્તાનની સરકાર સાથે કોઈપણ મંત્રણા કરવાની વાતને નકારી કાઢી છે.

તેમણે અફઘાન સરકાર પહેલા પાંચ હજાર કેદ કરાયેલા તાલીબાનોને મુક્ત કરે તેવી માગણી પણ કરી છે.

તો સામે પક્ષે અફઘાનિસ્તાનની અશરફ ઘની સરકાર કેદ કરાયેલા તાલીબાનોને મુક્ત કરવા ખચકાય છે કારણ કે આમ થવાથી તેમની સરકારના કટ્ટરક વિરોધી તાલીબાનો હજી મજબૂત બનશે.

હવે તાલીબાનો અફઘાનિસ્તાનમાં નવેસરથી હુમલાઓ શરૂ કરશે તો સમગ્ર શાંતિ પ્રક્રિયાના પ્રયાસો નિષ્ફળ જાય તેવી ભીતિ છે.

તાલીબાનો અને અમેરિકાને શાંતિવાર્તામાં મદદરૂપ થનાર પાકિસ્તાને શાંતિ સમજુતીને આવકારી છે. જોકે અમેરિકા પાકિસ્તાનને આર્થિક કામગીરી કાર્યવાહી દળ – FATFના ગ્રે લીસ્ટમાંથી બહાર નિકળવામાં મદદ નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાન શાંતિ સમજુતીને સફળ થવા દેશે નહીં.

મહત્વની વાત એ છે કે, ભવિષ્યમાં થનારી મંત્રણાના સ્થળની જાહેરાત કરાઈ નથી. જોકે જર્મની અને નોર્વેએ મંત્રણા યોજવાની તૈયારી બતાવી છે.

સમગ્ર બાબતોને ધ્યાનમાં લેવા શાંતિ સમજુતી હજી સફળ ગણાવી શકાય નહીં. ભારત અફઘાનિસ્તાનનો મજબુત સમર્થક રહ્યો છે.

વર્ષ 2001થી આજદિન સુધીમાં ભારતે અફઘાનિસ્તાનમાં માળખાકીય સુવિધા વિકાસ તથા વેપાર ક્ષેત્રે ત્રણ અબજ અમેરિકી ડોલરનું રોકાણ કર્યું છે.

ભારત અશાંતિગ્રસ્ત અફઘાનિસ્તાનમાં શિક્ષણ અને આરોગ્ય સેવા ક્ષેત્રોને ફરીથી જોમવંતા બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે.

પાકિસ્તાનનો પ્રભાવ અફઘાનિસ્તાનમાં ઓછો થાય તે હેતુથી ભારતે આવા પ્રયાસો હાથ ધર્યા છે.

ભારતનું તાલીબાનો અંગેનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે.

ભારત તાલીબાનોને માન્યતા આપતો નથી અને અફઘાનિસ્તાનમાં ત્યાંના નાગરિકો અને ત્યાંના લોકોની ઈચ્છા મુજબ સુમેળભર્યા પ્રયાસોના પગલે ઉભા થયેલા સાર્વભૌમ, લોકતાંત્રીક, સર્વસમાવેશક સ્થીર અને સમૃદ્ધ અફઘાનીસ્તાનને ટેકો આપે છે.

લેખક - ડો.સ્મીતા, અફઘાન-પાકિસ્તાન બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...