Skip to main content

તુર્કી ધ્વારા યુરોપની સરહદ ખુલ્લી મુકાતા સીરીયન શરણાર્થીઓનું સંકટ વધ્યું - અંગે સમીક્ષા

તુર્કીની તાજેતરની કાર્યવાહી વર્ષ ર૦૧પમાં સર્જાયેલા શરણાર્થીના સંકટની યાદ અપાવનારી છે. જેમાં કેટલાક વ્યકિત મૃત્યુ પામ્યા હતા અને ઇયુ સભ્યદેશોમાં મતભેદો સર્જાયા હતા. ગયા અઠવાડીયામાં તુર્કીએ યુરોપીયન દેશો સાથેની તેની સરહદો નિર્વાસિત લોકો માટે ખુલ્લી કરી છે. યુરોપીયન દેશો આ કાર્યવાહીને તુર્કીના ઇયુ સાથેના શરણાર્થીઓ માટેના કરારનું ઉલ્લંધન છે તેવુ માની રહયાં છે. જો કે તુર્કીનું કહેવુ છે કે હવે તે ચરણસીમાએ પહોચ્યુ છે અને ઇયુએ તુર્કીને આપેલા આશ્વાસન પુર્ણ ન કર્યા હોવાના કારણે ઇયુની કોઇ મદદ કરી શકતુ નથી તુર્કીએ આરોપ મુકયો છે. ઇયુએ તુર્કીને આપેલા આશ્વાસન પ્રમાણે છ અબજ યુરોની સહાય હજુ સુધી આવી નથી અથવા તુર્કી સાથે વેપાર પણ વધાર્યો નથી અથવા ઇયુના સભ્ય દેશોમાં તુર્કીના નાગરીકોને વિઝા વગર પ્રવાસ માટે મંજુરી આપી નથી. જયારે ઇયુએ આ અક્ષેપોને રદીયો આપ્યો છે. વાસ્તવિક તો યુરોપીયન પંચે દાવો કર્યો છે કે તુર્કીને આપેલા આશ્વાસન મુજબ ઇયુએ પ્રત્યક્ષ જ તુર્કીના સરકારને નહી પરંતુ નિવાર્સિતો માટેની સંસ્થાઓને પુરેપુરી સહાય આપી છે. 

ઇયુના સભ્યપદ અંગેના તુર્કીના આરોપો, ર૦૧૬ બાદ તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રેસીપ એર્ડોગન ધ્વારા લેવાયેલા કઠોર પગલાના પરીપ્રેક્ષ્યમાં જોવા જોઇએ. તુર્કીની સરકારે પત્રકાર અને ટીકાકારોની સામે નિષ્ઠુર કાર્યવાહી કરી હતી. મોટી સંખ્યામાં જર્મન પત્રકારો હાલ તુર્કીના જેલમાં ફસાયા છે. એકંદર વૈશ્વિક વેપારમાં થઇ રહેલો ઘટાડાનો પણ તુર્કી અને ઇયુના વેપાર ઉપર અસર પડી છે. યુરોપમાં રૂઢિચુસ્ત જમણીયે રાજકારણનો થયેલો ઉદય અને તુર્કીનુ કડક મુલતત્વવાદી વલણ તેમજ યુરોપમાં વધી રહેલા રાષ્ટ્રવાદના કારણે આ પરીસ્થિતિ સર્જાઇ છે. નેટોના સાથી દેશ તુર્કી સહિત દેશો સામે યુરોપમાં વધી રહેલી ધાર્મિક અસહિષ્ણુતા અને અણગમામાં વધારો થઇ રહયો છે.

યુરોપ હજી પણ ર૦૧પ ના નિર્વાસીતો સંકટમાંથી બેઠુ થઇ રહયું છે. જો કે યુરોપીય સંઘ અને નાટોના સભ્ય દેશો તુર્કીને ટ્રાંસ-એટલાન્ટીક સુરક્ષા માળખાની કક્ષાથી દુર ખસેડવા માંગતા નથી, કારણ કે સ્થળાંતરના દ્રષ્ટીકોણ સહિતના તેના પરીણામો યુરોપ માટે ભારે પડી શકે છે. એમાં કોઇ શક નથી કે જોર્ડન ઉપરાંત તુર્કી એ સીરીયાના ૩૬ લાખ નિર્વાસીતોને સમાવી લેનારો સૌથી મોટો દેશ છે. જો કે તુર્કીએ કહયું છે કે હવે વધારે શરણાર્થીઓને લેવા અસમર્થ છે. તુર્કીમાં આંતરીક સ્થિતિ નાજુક છે. દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે. ફુગાવો બેકારી અને શરણાર્થીઓ સામે હિંસા વધારે છે. સીરીયાના નિર્વાસીતો આવતા, તુર્કીમાં આંતરીક સ્થિતિ વધુ ગુંચવાઇ શકે છે.

સીરીયામાં ચાલી રહેલા ઇદલીબ સંઘર્ષને કારણે ઘણા સીરીયન નિર્વાસીતો તુર્કીમાં શરણ લેવા પ્રયત્ન કરી રહયાં છે. તુર્કી સરકાર ધ્વારા પુનર્વસન યોજના ર૦૧૯ હેઠળ આ શરણાર્થીઓને જબરજસ્તી દેશનિકાલ અપાયો હતો. હજી વધારે શરણાર્થીઓનો અર્થ એ થશે કે દેશની શાંતી અને સ્થિરતામાં ભંગાણ પડશે. અંકારાએ સીરીયન કુર્દો અને સીરીયન સરકારને હરાવા માટે તુર્કીને સુરક્ષા પુરી પાડવા યુરોપની મદદ પણ માંગી છે. સીરીયન રાષ્ટ્રપતિ બશર અલ અસાદને વફાદાર સીરીયન દળો ઇદલીબમાં તુર્કી દળોને મારી રહયાં છે. અરબ વિશ્વમાં અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પણ અંકારાની સુરક્ષા અને પ્રતિષ્ઠાની સ્થિતિ નાજુક છે. તુર્કીના રાષ્ટ્રપતિ પોતાના દેશ અને આરબ દેશોમાં તેમની લોકપ્રિયતા ગુમાવી શકે છે. તેઓ ઇદલીબની પરિસ્થિતિ અંગે મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ પુતીનને મળ્યા હતા.

ઇદલિબમાં હિંસા ચાલુ હોવાના કારણે દસ લાખ જેટલા સીરીયન શરણાર્થીઓએ ઇદલીબથી સ્થળાંતર કર્યુ છે. તાજેતરના શરણાર્થી સંકટથી યુરોપ અને તુર્કી બંને માટે વધુ સમસ્યાઓ સર્જાવાની સંભાવના છે. જેથી તુર્કી પોતાની તરફેણમાં શરતો માન્ય કરવા યુરોપ ઉપર દબાણ લાવવા પ્રયાસ કરી રહયું છે. જેથી શ્રી ઇર્દોગને સ્થાનિક રીતે ફાયદો થશે. યુરોપિયન યુનિયનનું માનવુ છે કે તુર્કો બાલ્કન માર્ગથી આવતા શરણાર્થીઓના ભારે ઘસારાને ર૦૧પ-૧૬ ની જેમ પુરથી અટકાવી શકાશે. ભારતે તુર્કી ધ્વારા વાયવ્ય સીરીયામાં કરાયેલા એક પક્ષીય સૈન્ય કાર્યવાહીની ટીકા કરી હતી અને કહયું હતું કે તુર્કીની કાર્યવાહીથી આ વિસ્તારમાં સ્થિરતા તેમજ આતંકવાદ સામેની લડાઇ પર મજબુત અસર થઇ છે. ભારતને આશા છે કે તુર્કી અને ઇયુ વચ્ચેની મડાગાંઠમાં વિનાશક પરીસ્થિતિનો સામનો કરી રહેલા ઇદલિબના દસ લાખથી વધુ શરણાર્થીઓના જીવને જોખમમાં મુકાશે નહી.




અપર્ણા ખૂંટ, શિવાંગી ભટૃ, હેનીબેન – મુકેશ

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...