Skip to main content

ભારત દ્વારા વિદેશ નીતીમાં વેપાર

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકશાહી મોર્ચાની સરકારે તેની વિદેશી નીતીમાં ઉદ્યોગ – ઉદ્યોગ વચ્ચેની બી ટૂ બી ભાગીદારી ઉપર ભાર મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, તેમાં ભારત દ્વારા તેના ભાગીદાર દેશોને રાહત દરે ધિરાણ આપવા જેવા પહેલોના સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં આ ધિરાણની રાશી અને વ્યાપમાં નોંધપાત્ર વધારો થયો છે. વિદેશમાં ભારતના સહાયથી પ્રોજેક્ટ શરૂ કરવાથીમાંડીને વિવિધ સેવા અને ઉત્પાદનો પુરી પાડવા આ રાશી આપવામાં આવે છે. 

ભારત વિદેશમંત્રી ડો.એસ. જયશંકરે તાજેતરમાં એક ઉદ્યોગ પરિષદમાં ભારતના આ અભિગમ ઉપર ભાર મૂક્યો હતો. 

ભારત દ્વારા આપવામાં આવેલા કુલ ધિરાણમાંથી 65થી 75 ટકા જેટલા ધિરાણથી ભારતીય કંપનીઓને પ્રત્યક્ષ ફાયદો થઈ રહ્ય છે, જેથી ભારતીય કંપનીઓને વિદેશમાં બજાર મળી રહ્યો છે. આ ધિરાણને સાર્વભોમ બાંયધરી હોવાના કારણે ભારતીય કંપનીઓ એ પ્રકારના બજારમાં સંચાલન કરી રહ્યા છે.જ્યાં અત્યાર સુધી જોખમ હોવાના કારણે તેઓ પ્રવેશતા પણ નહતા. 

અત્યાર સુધી ભારતે 64 દેશે 539 જેટલા વિકાસકામોને 300 જેટલા ધિરાણ મંજૂર કર્યા છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં આ ધિરાણોમાં વધારો થઈ રહ્યો છે. તેના આયોજન અને સંચાલન પણ સંકલિત અભિગમ સાથે વધુ કાર્યક્ષમ રીતે થઈ રહ્યું છે, જેના પરિણામે, છેલ્લા કેટલાંક વર્ષોમાં મહિનામાં બે મોટા, એ ઝડપથી વિકાસકામોની કામગીરી પૂર્ણ થઈ રહી છે. જ્યારે આપણે પાયાના સ્તરે વધુ અસર ધરાવતા વિકાસ પરિયોજનાની વાત કરીએ તો ભારત તેના પાડોશી દેશોમાં અઠવાડિયામાં ચાર એ ઝડપથી આવી પરિયોજનાનું કામ પૂર્ણ કરી રહ્યો છે.

આફ્રિકાના અનેક દેશોને શાખ મંજૂરી અને પરિયોજનાઓમાં ભાગીદારીએ આફ્રિકા ખંડમાં ભારતની વિકાસ ભાગીદારને સૌથી વધુ ધ્યાનમાં રાખી હતી. આ પરિયોજનાઓમાં 321 યોજનાઓ પૈકી 205માં શાક મંજૂર કરાઈ હતી. આ ઉપરાંત એશિયામાં 181 પરિયોજનાઓ, લેટિન અમેરિકા અને કેરેબિયન ટાપુઓમાં 32 યોજનાઓ તેમજ મધ્ય એશિયા અને ઓશનિયામાં ત્રણ-ત્રણ યોજનાઓનો સમાવેશ થાય છે. ભારતે કેરેબિયન ટાપુઓ અને પ્રશાત મહાસાગરના ટાપુ દેશોને શાખ કરતાં પણ વધારે અનુદાનની ફાળવણી કરી છે. આજે આ વિકાસ ભાગીદારી ભારતનું નામ વિશ્વમાં વિસ્તારવામાં મદદરૂપ બની રહી છે. 

ભૂતાન સાથેની આપણી ભાગીદારીમાં વિકાસ ભાગીદારીના કામો સૌથી મહત્વની બાબત છે. જેમાં વીજક્ષેત્રમાં ખૂબ લાબો અને સફળ ઇતિહાસ રહ્યો છે. આપણા પાડોશી દેશો સાથેના અન્ય નોંધપાત્ર પરિયોજનાઓમાં કે જેમાં ભારતે શાખ મંજૂર કરી છે તેમાં બાંગ્લાદેશના રેલવે પૂર્વના કામો, શ્રીલંકામાં રેલવે ટ્રેકનું પુનઃ બાંધકામ, નેપાળમાં માર્ગપરિયોજના અને વીજપરિવહન લાઈનો તેમજ મોરેશિયસમાં મેટ્રો એક્સપ્રેસ પરિયોજનાનો સમાવેશ થાય છે. 

વિદેશ મંત્રીએ કરેલો અવલોકોનો અનુસાર આફ્રિકામાં સુદાન, રવાંડા, ઝિમ્બાબ્વે અને માલાવીના વીજ ઉત્પાદન ક્ષેત્રેની પરિયોજનાઓમાં ભારતે મહત્વનું ધિરાણ કર્યું છે. આ ઉપરાંત મોઝામ્બિક, તાંઝાનિયા અને ગિનીમાં જળ પરિયોજનાઓ કોટડીઆઈ વોર, ગિની અને ઝામ્બિયામાં આરોગ્ય યોજના ઇથોપિયા અને ઘાનામાં ખાંડ મીલો ડીઝીબુટમાં અને કોંગોમાં સિમેન્ટના કારખાના તેમજ ગામ્બિયા અને બરુન્ડીમાં સરકારી ઇમારતોના બાંધકામનો સમાવેશ થાય છે. હકીકતમાં કેટલાંય આફ્રિકા દેશોમાં ભારતીય કંપનીઓએ સ્થાપેલા કેટલાંક ઉત્પાદિત એકમોએ જે તે દેશમાં સ્થપાયેલા સૌ પ્રથમ એકમો છે અને પાયાના પ્રકારના છે. એકંદર જોઈએ તો આ યોજનાઓની સફળતા આપણી આર્થિક ક્ષમતા અને રાષ્ટ્રીય પ્રતિષ્ઠાનો પુરાવો છે. એ દ્રષ્ટિએ વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ વાળા દેશોમાં આક્રમક વેપાર વિકાસમાં સંબંધો બાંધવામાં ભારતીય કંપનીઓએ પાયાનું કામ કર્યું છે. તેના ફળ સ્વરૂપે છેલ્લા પાંચ વર્ષમાં પણ આપણે માત્ર આફ્રિકી દેશોને જ એક અબજ ડોલરની ખરીદ કરતાં શાખ પૂરી પાડી છે. 

ભારતે શાખ ઉપરાંત પોતાના દ્વારા હાથ ધરાનારી પરિયોજનાઓ માટે વખતો-વખત ગ્રાન્ટ પણ પૂરી પાડી છે. તેથી જ આપણાં મોરેશિયસ અને સેશેલ્સ જેવા નિકટના પાડોશી દેશોએ 272 જેટલી યોજનાઓ માટે ભારતે ગ્રાન્ટ મંજૂર કરી છે. 

ડો.જયશંકરે જણાવ્યું હતું કે, ભારતની પ્રતિષ્ઠાને અનુરૂપ એવી અનુદાનિત પરિયોજનાઓમાં અફઘાનિસ્તાનનું સંસદ ભવન અને સલમા બંધ, શ્રીલંકામાં તમિલો માટે રહેઠાંણ પરિયોજના, મ્યાનમારમાં કલાદન પરિવહન યોજના મોરેશિયસમાં સર્વોચ્ચ અદાલતનું બાંધકામ તેમજ નેપાળની વિરાટનગર સંકલિત ચેકપોસ્ટ યોજનાનો સમાવેશ કરી શકાય. ભારતનું નામ વિશ્વ માટે અનેક પાસામાં લેવાઈ રહ્યું છે. અને બિઝનેસ ઇન્ડિયા તેમાનું સૌથી મહત્વનું એક છે.

અપર્ણા ખૂંટ, ભરતભાઈ, રમેશ પરમાર
ઉદ્યોગને પ્રોત્સાહન 

લેખક – કોશિક રોય, 
આકાશવાણીના વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...