Skip to main content

કોરીયન દ્વિપકલ્પમાં ઉભો થયેલા તણાવ અંગે સમીક્ષા

ઉત્તર કોરીયાએ આ સપ્તાહની શરૂઆતમાં ઓછામાં ઓછી ત્રણ વણ ઓળખાયેલી મિસાઇલનું પરીક્ષણ કર્યુ. જે કિમ જોંગ ઉન સરકાર ધ્વારા બે સપ્તાહ દરમિયાન કરાયેલુ આ બીજુ કામ છે. પ્યોગયાગ ધ્વારા આ અગાઉ કરાયેલા જીવંત સૈન્ય અભ્યાસ દરમિયાન વિરોધ કરી ધમકી આપવામાં આવી હતી. તેના બે દિવસ પછી આ બન્યું હતું. દક્ષિણ કોરીયાના સંરક્ષણ મંત્રાલયે કહયુ હતું કે તેને ઉત્તર કોરીયાના પુર્વ કાંઠે કોરીયન દ્વિપકલ્પ અને જાપાન વચ્ચેના પાણીમાં જુદા જુદા પ્રકારની ટુંકા અંતરની મિસાઇલ જોવા મળી હતી. આ મિસાઇલમાં મહત્તમ અંતર ર૦૦ કી.મી. નું અને ઉંચાઇ પ૦ કી.મી. ની હતી. દક્ષિણ કોરીયાના લશ્કરે, જયારે સંપુર્ણ તૈયાર થઇ રહયું હતું ત્યારે વધારાના પ્રક્ષેપણ બાબતે સંબંધિત વિસ્તારમાં નીરીક્ષણ કર્યુ હતું. દક્ષિણ કોરીયાએ કહયું હતું કે કોરીયન દ્વિપકલ્પ પર તણાવ ઓછો કરવાના હેતુથી વર્ષ ર૦૧૮ માં ઉત્તર કોરીયા સાથે થયેલા કરારોનું ઉલ્લંધન થયું છે.

ઉત્તર કોરીયાના મીડીયાએ જણાવ્યું કે અમેરીકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હનોઇમાં કિમ જોંગ ઉને કોઇપણ સોદા વગર કરેલી શિખર પરીષદને ર૮મી ફેબ્રુઆરીએ વર્ષ પુરૂ થતાં સૈન્ય અભ્યાસ શરૂ કરાયો હતો. આ અભ્યાસ ચાલુ રહયો હતો, જયારે પ્યોંગયાંગના પુર્વ દરિયા કાઠાના વોન્સન શહેર નજીકથી બે વણ ઓળખાયેલી ટુંકા અંતરની મિસાઇલનું પરીક્ષણ કર્યુ હતું. કાઢી નાખી હતી. અમેરીકાએ કહયું છે કે આ પ્રક્ષેપણ અપેક્ષિત હતુ અને તે પરિસ્થિતિ પર દેખરેખ રાખવાનું ચાલુ રાખશે અને દક્ષિણ કોરીાય અને જાપાનને સલાહ આપશે. જો કે અમેરીકાએ ઉત્તર કોરીયાને ઉશ્કેરણી ટાળવા, સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરીષદના નિયમોનું પાલન કરવા પરમાણુ પરીક્ષણ ટાળવા સતત નોંધપાત્ર ચર્ચા વિચારણા કરવા અનુરોધ કર્યો છે. જાપાને કહયું કે ઉત્તર કોરીયાએ બેલેસ્ટીક મિસાઇલનું પ્રક્ષેપણ કર્યુ હોવાનું જણાય છે. પરંતુ જાપાનના પ્રદેશમાં કે તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં કોઇ અતિક્રમણની અસર થઇ નથી. પરંતુ આ ગતિવિધિના કારણે જાપાનની શાંતી અને સલામતી જોખમમાં મુકાઇ છે. અમેરીકા સાથેની મંત્રણાઓ વચ્ચે ઉત્તર કોરીયાએ ર૦૧૯માં ૧૩ મિસાઇલ ધ્વારા પરમાણુ પરીક્ષણ કર્યુ હતું. જો કે પ્યોંગયાંગે ઇન્ટર કોન્ટીનેન્ટલ મિસાઇલ પરીક્ષણ કરવાનું ટાળ્યુ હતું. જેનો અમેરીકાને ડર હતો. જો કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ર૦૧૯ ના ઉત્તર કોરીયાના પરીક્ષણને સ્ટાન્ડર્ડ ગણાવી તેનો અમેરીકાની ધરતીને ખતરો ન હતો તેમ કહયું હતું પણ એ દક્ષિણ કોરીયા અને એ ભૂમિ પરના અમેરીકાના ર૮ હજાર સૈનિકો માટે ખતરો ગણાવ્યો છે.

કિમે 2019 માં અમેરિકાને ચેતવણી આપી હતી કે અમેરિકાને તે વર્ષના અંત સુધી પરમાણુ કાર્યક્રમ બંધ કરવા અંગેની મોફુક વાટાઘાટો ફરી શરૂ કરવી પડશે. નિશ્ચિત સમયમર્યાદામાં અમેરિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવતા કિમે નવા વર્ષના સંદેશમાં જાહેરાત કરી કે તેમનો દેશ તેના પરમાણુ અવરોધને પ્રોત્સાહન આપશે અને હવે પોતાના મોટા શસ્ત્રોના પરીક્ષણ પર જાતે જ કોઈ પણ પ્રકારનું બંધન લાદશે નહીં. નજીકના ભવિષ્યમાં કિમે "નવું વ્યૂહાત્મક શસ્ત્ર" રજૂ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. નિષ્ણાતો કહે છે કે "વ્યૂહાત્મક હથિયાર" નો અર્થ અદ્યતન પ્રકારની આંતર ખંડિય બેલિસ્ટિક મિસાઇલ અથવા સબમરીન પરથી સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ હોઈ શકે છે. જો કે તાજેતરનાં પરીક્ષણો "વ્યૂહાત્મક શસ્ત્ર" ની શ્રેણીમાં બંધ બેસતા નથી.

ઉત્તર કોરિયાની લશ્કરી કાર્યવાહી ઘણીવાર દેશ અને વિદેશમાં પણ મહત્તમ રાજકીય પ્રભાવ ધરાવે છે. સ્થાનિક નાગરિકો સામે, કિમ કથિત વિદેશી ધમકીઓનો સામનો કરવા માટેનું શક્તિ પ્રદર્શન કરે છે. વૈશ્વિક સ્તરે આવા પરીક્ષણો ઘણીવાર વૈશ્વિક રડાર પર પાછા ફરવાના કિમના પ્રયાસ તરીકે માનવામાં આવે છે.

હાલમાં, દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકા જીવલેણ કોરોના વાયરસનો સામનો કરવામાં વ્યસ્ત છે જેના કારણે ઉત્તર કોરિયાની આવી પ્રવૃત્તિ ઉપર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમની પાસે બહુ ઓછો સમય છે.

ઉત્તર કોરીયા તેના વિરૂધ્ધ વ્યાપક પ્રતીબંધો હટાવવા માટે અમેરીકા, દક્ષિણ કોરીયા અને જાપાન પર આ લોચ ધ્વારા દબાણ લાગુ કરવા ઇચ્છશે. પ્યોંગયાંગને આશા છે કે ચુંટણી જંગની મધ્યમાં રહેલા ટ્રમ્પ થોડી છુટ આપી શકે. એ જ આશા રાખીશકાય કે ઉત્તર કોરીયા ઘર્ષણમાં વધારો કરવાનો નિર્ણય ના લે અને હજી પણ વધુ ઉશ્કેરણીજનક અપરાધોનો આશરો ના લે. સ્થિર, સુરક્ષીત અને શાંતીપુર્ણ કોરીયન દ્વીપકલ્પ અને જાપાનના સમુદ્રમાં દરિયાઇ ક્ષેત્ર ભારતના વ્યુહાત્મક હિતમાં છે. છેલ્લા કેલાક વર્ષોથી એકધારી પ્રગતિ કરી રહેલી ઇન્ડો પેસીફીક વ્યુહરચનાના સુગમ અને એકીકૃત પ્રગતિ માટે આ મહત્વનું છે.

લેખક – અશોક સજજનહાર – પુર્વ ભારતીય રાજદુત

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...