ઇઝરાયેલમાં ગત બીજી માર્ચે એક વર્ષની અંદર ત્રીજી વખત સંસદીય ચૂંટણી યોજાઈ. જો કે, રાજકીય ક્ષેત્રે ઉભી થયેલી મડાગાંઠ ઉકેલવામાં આ ત્રીજું સંસદીય ચૂંટણીને પણ નિષ્ફળતા મળી હતી.
ચૂંટણીમાં મતદાન પૂરૂ થતા જ લીકુડ પક્ષના નેતા બેન્જામીન નેતાન્યાહુએ તેમને પક્ષ વિજયી થશે તેવો દાવો કર્યો હતો. જો કે, ઇઝરાયેલની સંસદની 120 બેઠકોમાં બહુમતી મેળવવા જરૂરી 61 બેઠકો મેળવવામાં લીકુડ પક્ષને નિષ્ફળતા મળી હતી.આ વખતની ચૂંટણીમાં લગભગ 99 ટકા મતોની ગણતરી બાદ લિકુડ પક્ષે 36 બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ રહેવા ઉપર જ સંતોષ માનવો પડયો હતો. ધાર્મિક વિચારધારા ઉપર આધારીત શાસક પક્ષને 9 અને યુનાઇટેડ તોરાહ પક્ષને સાત બેઠકો મળી હતી.
જમણેરી વિચારધારા ધરાવતા પક્ષ યામીનાને છ બેઠકોથી સંતોષ માનવો પડયો. આ સાથે નેતાન્યાહુના વડપણ હેઠળના જમણેરી તથા ધાર્મિક પરંપરા ધરાવતા મોરચાને કુલ 58 બેઠકો મળી છે. આમ આ મોરચો સાદી બહુમતીથી ત્રણ બેઠકો દૂર રહ્યો. હવે આખરી મતગણતરી બાદ એકાદ બેઠક મળે તો પણ નેતાન્યાહુના મોરચાને બહુમતી મળશે નહીં. ઇઝરાયેલમાં થયેલો આર્થિક વિકાસ તથા અમેરીકા સાથેના નજીકના સંબંધો પણ નેતાન્યાહુને જીત અપાવી શક્યા નથી. વિપક્ષને 62 બેઠકો મળી છે પણ તેઓ સરકાર રચી શકે તેવી શક્યતા નથી.
ભૂતપૂર્વ જનરલ બેની ગેન્ટઝના બેની ગેન્ટ્ઝના નેતૃત્વવાળી વ્હાઇટ પાર્ટી તથા સેન્ટ્રીસ્ટ બ્લુને પણ માત્ર 33 બેઠકો મળી જે ચૂંટણા પહેલાની અપેક્ષાએ ઘણી ઓછી છે. અવીગદોર લીબરમનના વડપણ હેઠળના યીઝરાયેલ બેતેનું પક્ષને સાત બેઠકો મળતા તે સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવશે એ વાત લગભગ નક્કી થઇ છે.
સરકારની રચના માટે નેતાન્યાહુ કે ગેન્ટઝને લીબમેનના સમર્થનની જરૂર પડશે. જોકે આમ કરવું સરળ નથી કારણ કે, આરબ પક્ષનો સાથ લેનાર કોઇપણ મોરચાનો લીબરમેન વિરોધ કરશે. ડિસેમ્બર 2018માં ઇઝરાયેલની સંસદ બરખાસ્ત કરાઇ ત્યારે શ્રી નેતાન્યાહુ તથા શ્રી લીબરમેન વચ્ચેના મતભેદો સપાટી ઉપર આવ્યા હતા. આના સીધા પરિણામરૂપે ઇઝરાયેલમાં એક વર્ષમાં ત્રીજી વખત સંસદીય ચૂંટણી યોજવી પડી છે.
સૌથી વધુ મુદત માટે ઇઝરાયેલના પ્રધાનમંત્રી રહેનાર શ્રી નેતાન્યાહુએ હવે સૌથી વધુ સમય સુધી રખેવાળ સરકારના વડાનો પણ રેકોર્ડ નોંધાવ્યો છે. તેમણે પોતાના સાથી પક્ષો સાથે સરકાર રચવા મંત્રણા શરૂ કરી છે.
આવતા અઠવાડિયે નવી સરકારની રચના વિધીવત શરૂઆત થાય તેવી સંભાવના છે. તાજેતરની ચૂંટણીના પરિણામે વિધીવત જાહેર થયા પછી રાષ્ટ્રપ્રમુખ રૂવેન રીવલીન, બધાજ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરીને સ્થીર સરકારની રચના કરવાના પ્રયાસ કરશે. સામાન્ય રીતે ચૂંટણીના પરીણામો જાહેર થયા બાદ સરકારની રચના ચાર સપ્તાહમાં થતી હોય છે. લીબરમને લીકુડ નેતાને સમર્થન આપવાનો ઇન્કાર કર્યો છે. તેથી જ સરકાર રચવામાં વિલંબ થાય છે. જો લીબરમેન તેમનો અભિગમ નહીં બદલે તો નેતાન્યાહુને વિપક્ષ બ્લ્યુ પાર્ટીમાંથી સાંસદોને પોતાના પક્ષમાં ખેંચવા પડશે.
ગત 17મી માર્ચે નવી ઘટના બની શ્રી નેતાન્યાહુ ભ્રષ્ટાચારનો સામનો કરનાર તથા અદાલતમાં ઉપસ્થિત રહેનાર પ્રથમ ઇઝરાયેલી પ્રધાનમંત્રી બન્યા. છેલ્લા કેટલાક વર્ષોથી શ્રી નેતાન્યાહુ એવો કાયદો ધડવાનો પ્રયાસ કરતા હતા કે, પદ ઉપરના પ્રધાનમંત્રી સામે કાયદેસર કાર્યવાહી થઇ ન શકે. બ્લુ તથા વ્હાઇટ પાર્ટી દોષીત વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે નહિ તેવું વિધેયક લાવવાના પ્રયાસો કરવા વિચારણા કરી રહ્યા છે. તેઓ લીકુડ પક્ષને તેના નેતા બદલવાનું દબાણ કરી રહ્યા છે. આ બાબત માત્ર નેતાન્યાહુને જ નહીં લીકુડ પક્ષના ઘણાં નેતાઓને પણ માન્ય નથી. જો કે ઇઝરાયેલમાં ઉભી થયેલી રાજકીય મડાગાંઠની ભારતના સંબંધો ઉપર અસર થશે નહીં. ઇઝરાયેલ નવા નેતાની વરણી કરે તો પણ આ સંબંધોમાં ફેરફાર થશે નહીં. બંનો દેશો વચ્ચેના દ્વિપક્ષીય અને વ્યુહાત્મક સંબંધો ખૂબ જ મહત્વના છે. બંને દેશો સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સાથે મળીને કામગીરી કરી રહ્યા છે.
લેખકઃ પ્રોફેસર P.R. કુમારસ્વામી, JNUના પશ્ચિમ એશિયા અભ્યાસ કેન્દ્ર
શ્રીરંગ, નવીન
Comments
Post a Comment