Skip to main content

સંસદનું ગત સપ્તાહ અંગે સમીક્ષા

સંરદના બજેટ સત્રના બીજા તબક્કાનો ગત બીજી માર્ચથી આરંભ થયો છે. આ તબક્કો ત્રીજી એપ્રિલ સુધી ચાલશે. વિપક્ષ આ સત્રમાં કેન્દ્રની એનડીએ સરકારને કૃષિ અને અર્થતંત્રના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે, તો બીજી તરફ સત્તાધારી પક્ષો સંસદના બંને ગૃહોમાં સત્ય અને સમર્થન કરતાં આંકડાઓ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. 

સરકારે સંસદના આ સત્ર માટે શ્રમ સુધારા, સરોગસી નિયમન વિધેયક સહિત 25 વિધેયકોની એક યાદી તૈયાર કરી છે, અને તેને બહાલી અપાવવા સરકાર પ્રયાસ કરશે. આ સત્રમાં આર્થિક વિધેયકને પણ બહાલી અપાશે. આરોગ્યમંત્રી હર્ષવર્ધને રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વિદેશથી આવતા બધા જ મુસાફરોનું હવે સ્ક્રિનિંગ થઈ રહ્યું છે. રેલવે મંત્રાલયની વર્ષ 2020-2021 માટેની અનુદાનની માગણીને લગતો રેલવે માટેની સ્થાયી સમિતિનો અહેવાલ શ્રી રાધામોહનસિંહ અને શ્રી સુનીલ કુમાર મંડલ દ્વારા સંસદના વર્તમાન સત્રમાં રજૂ કરાશે.

આ સત્રમાં વિમાન સુધારા વિધેયક, કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી વિધેયક, હોમીયોપોથી અંગેના રાષ્ટ્રીય પંચને લગતુ વિધેયક તથા ખનીજ કાયદો સુધારા વિધેયકો પણ હાથ ધરાશે. પડતર વિધેયકોની વાત કરીએ તો તેમાં વ્યક્તિગત માહિતી સંરક્ષણ વિધેયક 2010નો સમાવેશ થાય છે. જેમાં વ્યક્તિગત ડેટાના ઉપયોગ ઉપર નજર રાખવાની માહિતી સંરક્ષણ સત્તામંડળને સત્તા હોવાની જોગવાઈ છે. સંસદે સીધા કરવેરાને લગતા વિવાદો ઉકેલવાની વ્યવસ્થા ધરાવતા વિવાદ સે વિશ્વાસ – સીધા કરવેરા વિધેયકને બહાલી આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સહકારી બેન્કોના નિયંત્રણની વધુ સત્તા રીઝર્વ બેન્કને આપતા બેન્ક નિયમન સુધારા વિધેયક 2020 લોકસબામાં રજૂ કર્યું છે.

આ વિધેયકમાં રીઝર્વ બેન્કની મદદથી સહકારી બેન્કોની વ્યવસાયિકતા ભંડોળની ઉપલબ્ધ, વહીવટમાં સુધારો, વગેરે પગલાં દ્વારા સહકારી બેન્કોની કામગીરીમાં સુધારો લાવવાની જોગવાઈ છે. ગત ચોથી માર્ચ નાણામંત્રીએ ગૃહમાં રજૂ સીધા કરવેરાને લગતા વિધેયકને ગૃહે ચર્ચા વિના જ બહાલી આપી હતી.

આ વિધેયકમાં પડતર કરવેરાને લગતા વિવાદનો ઉકેલ લાવવા ઇચ્છતો હોય અને વેરાની બાકી રકમ 31મી માર્ચ સુધીમાં ચૂકવી છે, તથા વિવાદીત વેરાની રકમની 10 ટકા રકમ પણ ચૂકવી છે, તો તેને વ્યાજમાં સંપૂર્ણ મુક્તિ આપવાની જોગવાઈ છે. ગૃહમાં કામદાર સંગઠનોની ભૂમિકાને લગતા ઔદ્યોગિક સંબંધ સંહિતા વિધેયકને ગૃહમાં રજુ કરવાની સરકારની નેમ છે. કેન્દ્રીયમંત્રી હરદીપ પુરી, વિમાન ધારો 1934 માં સુધારો સૂચવતું વિમાન ધારો સુધારા વિધેયકને ગૃહમાં રજૂ કરશે. એવી જ રીતે ખનીજ વિકાસ અને નિયમન ધારો 1957 માં સુધારો સૂચવતું વિધેયક પણ સંસદમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી રજૂ કરવાના છે.

આરોગ્યમંત્રી હર્ષવર્ધને સગર્ભાવસ્થા તબીબી રીતે રોકતા સુધારા વિધેયક 2020ને લોકસભામાં રજૂ કર્યું હતું. આ વિધેયકમાં ગર્ભ ધારણ તથા પછીના પ્રથમ વીસ સપ્તાહમાં ગર્ભપાત માટે તબીબનો મત પૂરતો હોવાની જોગવાઈ છે. એવી જ રીતે 20થી 24 સપ્તાહ સુધીમાં ગર્ભપાતની મંજુરી માટે બે તબીબોનો મત આવશ્યક બનાવતી જોગવાઈ પણ છે. ગત ગુરૂવારે આરોગ્યમંત્રી હર્ષવર્ધને સંસદમાં નિવેદન કર્યું હતું કે, દેશમાં કોરોના વાયરસના પ્રસારને અટકાવવા સરકાર પુરતા પગલં લઈ રહી છે. નાગરિકોને જો તાવ, શરદી જેવા લક્ષણો દેખાય તો તેમના નિયમીત તબીબી દેખરેખની વ્યવસ્થા શરૂ કરાઈ છે. કોરોનાની સંભવિત આપત્તિને ધ્યાનમાં લઈ, સમગ્ર દેશની હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ સહિત જરૂરી સુવિધાઓ ઊભી કરાઈ છે. 

કોરોનાની છેલ્લાં છેલ્લી વિગતે મેળવવા ભારત સરકાર વિશ્વ આરોગ્ય સંસ્થાના વડામથક, પ્રાદેશિક કચેરી તથા દેશની કચેરીના સંપર્કમાં છે. શ્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કોરોના સામેની લડતમાં પ્રમુખ ક્ષમતાઓ વધારવા તથા નિયમોના પાલન ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ હેતુથી પાયાના સ્તરે યોગ્ય વ્યવસ્થા આરોગ્ય સંભાળ ક્ષેત્રના કર્મચારીગણની ક્ષમતા વધારવા વગેરે બાબતોને આવરી લેવાઈ છે. ભારતે કોવિડ 19ના દેશમાં પ્રસારને અટકાવવા લીધેલા પગલાંના કારણે અન્ય દેશોમાં કોરોનાના પ્રસારની સ્થિતિ ટાળી શકવાની શક્યતા વધી છે.



લેખકઃ યોગેશ સૂદ, પત્રકાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...