અમેરીકાના રાટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની 36 કલાકની મુલાકાત કાર્યક્રમ એ મહત્વ બન્ને દ્રષ્ટિએ અગત્યતની હતી.
ભારતની મુલાકાત લેનાર શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકાના સાતમા રાષ્ટ્ર પ્રમુખ છે.
આ બાબત, ભારત અને અમેરીકાના વધતા જતા સંબંધો દર્શાવે છે.
શ્રી ટ્રમ્પની સાથે, તેમના પત્ની મેલેનીયા ટ્રમ્પ, તેમના પુત્રી ઇવાન્કા ટ્રમ્પ અને જમાઇ જેરોડ કુશનર તથા ઉચ્ચકક્ષાનું પ્રધિનિધીમંડળ પણ ભારત આવ્યું હતું.
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવ્યા ત્યારે હજ્જારો લોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું.
સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી પછી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ઉપસ્થીત એક લાખથી વધુ જનમેદનીને સંબોધન કર્યું હતુ.
ઉલ્લેખનીય છે કે પાંચ મહિના પહેલા અમેરીકાના હ્યુસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં શ્રી ટ્રમ્પ અને શ્રી મોદીએ અમેરીકામાં રહેતા ભારતીયોને સંબોધન કર્યું હતું.
શ્રી ટ્રમ્પે, શ્રી મોદીના નેતૃત્વમાં, તથા ભારતે માત્ર 70 વર્ષમાં કરેલી પ્રગતિની પ્રશંસા કરી હતી.
તેમણે ભારત આર્થિક મહાસત્તા બન્યું તથા સૌથી મોટી લોકશાહીવાળો દેશ હોવાનું જણાવ્યું હતુ.
અમદાવાદ પછી આગરાના તાજમહાલની મુલાકાત લીધા પછી, શ્રી ટ્રમ્પ અને તેમનો પરીવાર દિલ્હી પહોચ્યા હતા.
દિલ્હીમાં રાષ્ટ્રપતી ભવનમાં શ્રી ટ્રમ્પનું વિધીવત સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ શ્રી તથા શ્રીમતી ટ્રમ્પે રાજઘાટ જઇને મહાત્મા ગાંધીજીને અંજલી આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી ટ્રમ્પ વચ્ચે હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધીસ્તરની મંત્રણા થઇ હતી.
આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે બોલતા બન્ને આગેવાનોએ આંતકવાદીઓ પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ ન કરે તે બાબત સુનિશ્ચિત કરવા પાકિસ્તાનને અપીલ કરી હતી.
તેમજ મુંબઇ અને પઠાણકોટ પરના આતંકવાદી હુમલાના કસૂરવારોને સજા સૂચના પણ આપી હતી.
શ્રી ટ્રમ્પે અફઘાનીસ્તાનમાં શાંતિ અને સ્થીરતાની સ્થાપના કરવામાં ભારતે ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી.
ત્યારપછી બન્ને આગેવાનોએ પત્રકાર પરિષદને સંબોધી હતી.
આ મુલાકાતથી બન્ને દેશોના વ્યુહાત્મક ખાસ કરીને સલામતી ક્ષેત્રના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થયેલી જણાય છે.
શ્રી ટ્રમ્પે ભારતને સંરક્ષણ ક્ષેત્રનો મોટો અને નજીકનો દેશ ગણાવીને ભારતને અદ્યતન ટેકનોલોજીવાળા શસ્ત્રો આપવાની જાહેરાત કરી હતી.
તેમણે ભારતે, નૌકાદળ માટના MH-60R તથા અપાચે હેલીકોપ્ટરો ખરીદવાના ભારતના નિર્ણયની પ્રશંસા કરી હતી.
ભારતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્રોતોના પ્રોજેક્ટો માટે અમેરિકાએ 60 કરોડ અમેરીકી ડોલરની ધિરાણ સુવિધા આપતા આંતરરાષ્ટ્રીય વિકાસ નાંણા નિગમ- DFC સ્થાપવાની કરેલી જાહેરાત સાચેજ નોંધપાત્ર ગણાવી શકાય.
બન્ને અગ્રણઈઓએ વૈશ્વિક સ્તરે માળખાકીય સુવિધા વિકાસ માટે બ્લુ ડોટ નેટવર્કની સંકલ્પના રજૂ કરી.
સલામતી ક્ષેત્રના સહકારને મજબૂત બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે.
ભારત અને અમેરીકા વચ્ચે ઘણા સમયથી અટવાતા વેપાર ક્ષેત્રના કરાર અંગે હાલ ચાલી રહેલી મંત્રણાઓ ઝડપથી પૂર્ણ કરવાનો તથા બીજા તબક્કામાં સર્વગ્રાહી દ્વિપક્ષીય મોટો વેપાર કરાર કરવાનો નિર્ણય લેવાયો છે.
ઉર્જાક્ષત્રે તાજેતરના વર્ષોમાં ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો સઘન બન્યા છે. ભારતે અમેરિકા પાસેથી ખનીજ તેલ તથા વાયુની ખરીદી વધારી છે. તથા ભારતની કંપનીઓએ અમેરીકાના પેટ્રોલિયમ ક્ષેત્રે નોંધપાત્ર મૂડીરોકાણ કર્યું છે.
આ ઉપરાંત શ્રી ટ્રમ્પની આ મુલાકાતથી અવકાશ, શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રના સહકારમાં પણ વધારો થવાની સંભવાના વધી છે.
અમેરીકાએ, રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં ભારતના કાયમી સભ્યપદના દાવાને સમર્થન આવ્યું છે.
આમ, સમગ્રરીતે જોતા શ્રી ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાત ફળદાયી તથા સ્મરણીય ગણાવી શકાય.
લેખક – શ્રી નવતેજ સરના, ભારતના અમેરીકા ખાતેના ભૂતપૂર્વ રાજદૂત
- શ્રીરંગ, કરન
Comments
Post a Comment