Skip to main content

બ્રેક્ઝિટ , યુરોપીયન સંઘ અને તેની ભારતપરની અસર અંગે સમીક્ષા

બ્રિટને 2016 માં થયેલા બ્રેક્ઝિટ અંગેના જનમતને સમર્થન આપ્યા બાદ, યુનાઈટેડ કિંગડમ અને યુરોપીયન સંઘ વચ્ચેના 47 વર્ષ જૂના સંબંધો 31 મી જાન્યુઆરી 2020 ના રોજ સમાપ્ત થયા. 1973 માં યુકે સૌપ્રથમ વાર યુરોપીયન આર્થિક સંઘમાં સહભાગી થયું હતું . લિસ્બન કરાર હેઠળના કલમ 50 અન્વયે યુરોપીયન સંઘમાંથી ખસી જનાર યુકે પહેલું રાષ્ટ્ર બન્યું છે.

આ નિર્ણયની અસર યુકે તેમજ ઈયુ પર અલગ અલગ રીતે થશે. બ્રેકઝિટના સમર્થકો માટે આ નિર્ણય દેશને મજબૂત બનાવશે અને બ્રિટન ઈયુપાસેથી તેની સત્તા ફરી મેળવી શકશે જેથી વૈશ્વિક સ્તરે બ્રિટન પોતાની ઓળખ ઊભી કરી શકશે. જો કે , બ્રિટન માટે આ પ્રવાસ એટકો સહેલો નથી. બ્રિટનને બધા જ દેશો સાથે નવા વેપાર કરાર કરવા પડશે અને બધા દેશોના બજારમાં પ્રવેશ મેળવો પડશે. ઈયુના નાણાકીય સેવા અને નાણાકીય બજારોના ક્ષેત્રે બ્રિટનનો મોટો ફાળો હોવાના કારણે બ્રિટનને મજૂર, ભંડોળ તેમજ સેવા ઉપર આ નિર્ણયની અસર જોવા મળશે. ઈયુ એ બ્રિટનનો આયાત અને નિકાસ માટેનો સૌથી મોટો બજાર હોવાના કારણે બ્રેકઝિટના પગલે કેટલાક વેપારી મુદ્દાઓ ઊભા થયા છે જેને ઉકેલવા એક નવો કરાર જરૂરી છે અન્યથા દરો અથવા કોટાથી બંને પક્ષોના વેપાર પર ખરાબ અસર થશે.

ઈયુ માટે બ્રિટનનો બ્રેક્ઝિટનો નિર્ણય તેની પોતાની સામૂહિક શક્તિ પર અનેક પ્રકારે અસરકારક સાબિત થશે. ઈયુના સામાન્ય અંદાજપત્રમાં સૌથી મોટો ફાળો આપનાર બ્રિટન બીજા ક્રમનો દેશ છે જે પરમાણુ શસ્ત્ર તેમજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદનો કાયમી સભ્યપદ ધરાવતો દેશ પણ છે. એટ્લે , આ નિર્ણયથી ઈયુનો અંદાજપત્ર ઘટવાની શક્યતાની સાથે જ સામાયિક વિદેશી અને સલામતી નીતિ નક્કી કરવામાં બ્રિટનની ગેરહાજરી ચોક્કસ અનુભવાશે.

ઇયુનિ તમામ સંસ્થાઓમાંથી બ્રિટનનો રાષ્ટ્રધ્વજ હટાવી લેવામાં આવ્યો જે દર્શાવે છે કે ઇયુની નિર્ણય પ્રક્રિયામાં હવે એક દેશ ઓછો થશે.

બ્રેક્ઝિટ અંગે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેકરોને જણાવ્યુ કે આપણું આ મંચ આપણું ભવિષ્ય બદલી શકતું, નથી બ્રેકઝિટથી પણ આપણું ભવિષ્ય બદલી શકાશે નહીં.

જો કે, બ્રેકઝીટ તો થઇ ચુકયું હતું, પરંતુ અલગ થવાની પ્રક્રિયા ૩૧મી ડિસેમ્બર ર૦ર૦ સુધીમાં પુરી કરાઇ હતી. ઇગ્લેન્ડ માટે ખુબ કઠીન એવા કેટલાક વેપાર અને બજારને લગતા મુદૃાઓ વિશે નિર્ણયો લેવા તેમજ તમામ પ્રક્રીયાઓ અને મંત્રણાઓમાં સરળતા રહે તે માટે આ સમયગાળો આપવામાં આવ્યો હતો. બ્રિટને જાહેર કરી જ દીધુ છે કે તે યુરોપીયન યુનીયનના નિયમો સાથે કોઇ ફેરફાર નહી કરે અને વિવાદો ઉકેલવા યુરોપીયન અદાલતોની હકુમત નહી સ્વીકારે.

આ તમામ ઘટનાઓના સંદર્ભમાં ભારત અને ઇગ્લેન્ડના સંબંધોની બાબતમાં એક નવુ પાસુ ખુલ્યું છે. ઇગ્લેન્ડ વેપાર સંબંધો વધારવા માંગે છે. જે ભારત માટે વેપાર અને આર્થિક ભાગીદારીની બાબતમાં ઇગ્લેન્ડ સાથે મંત્રણાઓ કરવાની એક નવી તક પુરી પાડે છે. ભારતીય મુળના બ્રિટનના ઉદ્યોગપતિ લોર્ડ કરણ બીલીમોરીયાના મતે બ્રેકઝીટમાંથી ફાયદો મેળવવા માટે ભારતે કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કરવાની માહિતીની ગુપ્તતાને લગતા મુદૃા ઉકેલવાની અને વેપારમાં સરળીકરણ લાવવાની જરૂર છે.

રાજકીય સ્તરે ઇગ્લેન્ડ રાષ્ટ્રકુટુંબ જેવા અન્ય મંચો ધ્વારા સંબંધો ગાઢ બનાવવા ઇચ્છશે, જે ભારત માટે પણ ઉપયોગી નિવડી શકે છે. વધુમાં મહત્વનું એ છે કે ભારતે વેપાર અને બજાર ઉપલબ્ધતા, સેવા ક્ષેત્રમાં શ્રમને લગતાં મુદૃાઓની બાબતમાં બહેતર નીતી નિયમો માંગવા જોઇએ. બ્રિટન જયારે ર૦ર૦ ના અંત સુધીમાં યુરોપીય સંઘ સાથે વાટાઘાટોના ક્ષેત્રમાં પ્રવેશ કરે ત્યારે ભારત સરકારે અને ભારતના ઉદ્યોગ જગતે પરીસ્થિતિનો લાભ ઉઠાવવો જોઇએ અને ઇગ્લેન્ડ સાથે વધુ સારી સહભાગીતા તૈયાર કરવા નવી વ્યુહ રચના માટે તૈયાર રહેવુ જોઇએ.



ભરત રાજગોર – અપર્ણા ખૂંટ - મુકેશ



Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...