Skip to main content

ચોથી પશ્ચિમ એશિયા પરીષદ અંગે સમીક્ષા

ભારતની મનોહર પરીકર સંરક્ષણ, અભ્યાસ અને વિશ્લેષણ સંસ્થા ધ્વારા નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં રાજકીય અને આર્થિક પરીવર્તનના દસ વર્ષ આ થીમ પર ચોથી પશ્ચિમ એશિયા પરીષદનું આયોજન કરવામાં આવ્યું. આ સંમેલનમાં લેબેનોનના પુર્વ પ્રધાનમંત્રી ફૌદ સીનીયોરા અને ઇજીપ્તના પુર્વ વિદેશ મંત્રી નબીલ ફહમી સહિત ઘણા ભારતીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. જેમણે આ ક્ષેત્રને લગતા વિવિધ મહત્વપુર્ણ મુદૃાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. બે દિવસ સુધી છ સેશનમાં ચર્ચાઓ કરવામાં આવી હતની. જેમાં પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ બાહય પરીબળોની ભૂમિકા, અર્થતંત્ર, સંઘર્ષનું પરીવર્તનશીલ સ્વરૂપ, પશ્ચિમ એશિયા સાથે ભારતનું વધતુ જોડાણ જેવા વિષયોનો સમાવેશ કરાયો હતો.

કેન્દ્રીય માર્ગ, પરીવહન અને ધોરીમાર્ગ રાજયમંત્રી નિવૃત જનરલ વિજયકુમાર સિંઘે મુખ્ય સંબોધન કર્યુ હતું. જેમાં છેલ્લા એક દાયકામાંઆ ક્ષેત્રે ઉતાર – ચઢાવનો પડકાર ઉભો થયો હતો. તેની વાત કરતા દર્શાવ્યું કે ભારત આ પ્રદેશને મહત્વપુર્ણ ગણે છે. મનોહર પરીકર સંરક્ષણ, અભ્યાસ અને વિશ્લેષણ સંસ્થાના અધ્યક્ષ સુજાન આર ચિનોયે જણાવ્યું કે ભારત આ પ્રદેશના ઘણા દેશો સાથે વ્યુહાત્મક ભાગીદારી મજબુત બનાવી છે. જેમાં સુરક્ષા, વેપાર અને મુડી રોકાણનો સમાવેશ થાય છે.

જુદા જુદા વકતાઓએ છેલ્લા દાયકામાં થયેલા આ પ્રદેશના ઉતાર ચઢાવ પર ભાર મુકયો હતો અને પ્રાદેશિક દેશો, નેતાઓ અને લોકોને કોઇ સમાધાન શોધવાની જરૂર જણાવી હતી. ડિસેમ્બર ર૦૧૦માં ટયુનિશિયામાં આરબોની પરીસ્થિતિ વણસી, ત્યારથી આ પ્રદેશની સુરક્ષાની સ્થિતિ વધુ વણસી હતી. જેના કારણે અર્થતંત્ર પર અસર થઇ હતી અને ભૌગોલીક રાજકીય સ્પર્ધા વધુ તીવ્ર બની હતી.

એવી દલીલ પણ કરવામાં આવી હતી કે આરબોની અશાંતી તાનાશાહીવાદથી લોકશાહીકરણના કારણે શરૂ થઇ હતી. પરંતુ એક દાયકા બાદ પણ બહુમતી દેશો સમાન સમસ્યાઓથી પીડાય છે. રાજકારણમાં સંક્રાંતીની પ્રક્રિયા દુર્ભાગ્યપુર્ણ અને અનિર્ણીત રહી છે. જેમાં ઘણા દેશો જેમ કે સીરીયા, યમન, ઇરાક અને લીબીયા જેવા દેશો માનવતાવાદી સંકટ અને વસતીના વિસ્થાપનનો સામનો કરી રહયાં છે. આથી એવી સ્થિતિ ઉભી થઇ છે કે છેલ્લા વર્ષોમાં અલ્જેરીયા, સુદાન, લેબેનોન અને ઇરાન જેવા દેશોમાં લોકપ્રિય અશાંતી જોવા મળી હતી. આ એ સાચી વાત પ્રતિબિંબિત થાય છે કે યુવાનોની મુળ રાજકીય કે આર્થિક અપેક્ષાઓ ઉપેક્ષીત રહે છે. આ અનિશ્ચિયતતાએ આર્થિક વિકાસને નબળો બનાવ્યો છે. આજે પશ્ચિમ એશિયામાં બેરોજગારીનો દર વિશ્વમાં સૌથી વધુ છે તેમજ વ્યકિતદીઠ વૃધ્ધિદર જીડીપી સૌથી ઓછો છે. વળી મોટાનાગની વસતી યુવાન છે. પ્રદેશના આર્થિક અનુમાનો ભયજનક છે. 

અસ્થિરતા અને હિંસા અને અખાત વિસ્તારમાં વધતા તનાવ વચ્ચે ઉર્જા સુરક્ષાના મુદ્દાએ ભારત, જાપાન, દક્ષિણ કોરિયા અને ચીનનાં તેલ આયાત કરનારા દેશો માટે પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું છે.

ભારતના દ્રષ્ટિકોણથી, આ ક્ષેત્રનું ખૂબ મહત્વ છે. આ ક્ષેત્ર સાથેનો ભારતનો દ્વિપક્ષીય વેપાર 200 અબજ યુએસ ડોલર સુધી પહોંચી ગયો છે અને ભારત તેની ઉર્જા આવશ્યકતાઓના 60 ટકાથી વધુની આયાત કરે છે. અખાતમાં લગભગ નવ મિલિયન ભારતીયો વસવાટ કરે છે, જેમની સલામતી અને સુરક્ષા નવી દિલ્હી માટે ચિંતાજનક છે. પ્રાદેશિક સુરક્ષા પરિસ્થિતિ અથવા પશ્ચિમ એશિયાની અર્થવ્યવસ્થાઓને નબળી બનાવવા માટેના કોઈપણ પડકારની સીધી અસર ભારતના અર્થતંત્ર અને સુરક્ષા પર પડે છે. તેના આર્થિક અને વ્યૂહાત્મક હિતોને સુરક્ષિત રાખવા માટે, ભારતે 2014 થી સક્રિય મુત્સદ્દીગીરી આગળ ધપાવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક સૌથી નોંધપાત્ર વિદેશ નીતિની પહેલ એ આ ક્ષેત્ર સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવવા માટે આપવામાં આવેલું મહત્વ છે. ભારતની નીતિ “લૂક વેસ્ટ” થી “લિંક એન્ડ એક્ટ વેસ્ટ” માં પરિવર્તિત થઈ છે, અને આ પ્રદેશ સાથે ભારતની રાજકીય જોડાણની સંભાવના દેખાય છે. રાજકીય, આર્થિક, સુરક્ષા અને સંરક્ષણ સંબંધોમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે. ભારતે પ્રાદેશિક દેશો સાથે જોડાણો ગા. કર્યા છે, અને વિવિધ સ્તરો પર વ્યસ્ત છે.

ભાગ લેનારાઓએ આશા વ્યક્ત કરી કે પાછલા દસ વર્ષથી પ્રાદેશિક દેશોને યુવા લોકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવવામાં મદદ થશે. ભારત બંને લોકોની પ્રગતિ અને વિકાસ માટે પશ્ચિમ એશિયા સાથે ભાગીદારી કરવાનું ચાલુ રાખશે.

રૂપલ જાની – મુકેશ પરમાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...