Skip to main content

આર્થિક સર્વેક્ષણ 2020 અંગે સમીક્ષા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે, સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધી તે સાથે જ સંસદના બજેટસત્રનો આરંભ થયો છે.

ત્યારપછી નાણામંત્રી નિર્મલા સીતારામને ગૃહમાં આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણ કોઇ એક નાણાકીય વર્ષમાં દેશની આર્થિક ક્ષેત્રની સિદ્ધિઓ અને ત્રૂટિઓ દર્શાવતો સંખ્યાત્મક અને વિશ્લેષણાત્મક દસ્તાવેજ હોય છે.

ભારતીય અર્થતંત્રની ગતિ આ વર્ષે સહેજ ધીમી પડી હોવાથી આ વખતનો આર્થિક સર્વે આગવું મહત્વ ધરાવે છે.

આ સર્વેક્ષણમાં વર્ષ 2019-2020માં GDPનો વિકાસ દર 5 ટકા અંદાજવામાં આવ્યો છે. જે પૂર્વધારણા મુજબ જ છે. આમ છતાં, આ વખતના આર્થિક સર્વેક્ષણમાં કેટલાક મહત્વના મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા છે.

સર્વેક્ષણ માને છે કે, ભારતનું અર્થતંત્ર નવી ગતિ મેળવશે અને વર્ષ 2020 – 2021માં તે 6 થી સાડા છ ટકાનો વિકાસ દર મેળવશે.

ભારતીય અર્થતંત્રની કામગીરી ફિસ્કલ કોન્સોલીડેશન અર્થાત્ આર્થિક મજબૂતીકરણ ક્ષેત્રે સારી કામગીરી કરી હતી.

સર્વેક્ષણ જણાવે છે કે, ફુગાવાનો દર પણ યોગ્ય રીતે નિયંત્રણ હેઠળ રાખી શકાયો છે જેમ કે છૂટક ફુગાવો માત્ર 4.1 ટકા જયારે જથ્થાબંધ ફુગાવો WPI માત્ર 1.9 ટકાની નીચે રાખી શકાયો.

સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, સીધા વિદેશી મૂડીરોકાણ FDI વધતા તથા આયાત ઘટતા દેશની પરત ચૂકવણીની પ્રમાણમાં સંતુલીત રહી હતી. વિદેશમાં રહેતા ભારતીય લોકોએ પણ આ વખતે 1 કરોડ 75 લાખ રૂપિયા સ્વદેશ મોકલ્યા હતા.

સર્વેક્ષણ જણાવે છે કે, આ વર્ષે 10મી જાન્યુઆરી 2020ના રોજ દેશનું અનામત વિદેશી હુંડિયામણ વધીને વિક્રમજનક 461.2 અબજ અમેરીકી ડોલર થયું હતું.

આ ઉપરાંત ચાલુ ખાતાની ખાધ 2 ટકા હતી તે ઘટીને 1.5 ટકા થવાથી પણ દેશની પરત ચૂકવણીની સ્થિતિમાં સુધારો થયો.

સર્વેક્ષણમાં રોજગારીની સ્થિતિ અંગે મહત્વનો મુદ્દો નોંધવામાં આવ્યો છે. સર્વેક્ષણ જણાવે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં કુલ રોજગારીમાં ફોર્મલ અર્થાત ઔપચારિક રોજગારીનું પ્રમાણ 17.6 ટકા હતું તે વધીને 22.5 ટકા થયું.

બીજું ભારતીય શેરબજાર પણ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના નવા સાહસિકોને માટે નવા મંચના સ્વરૂપે ઉભર્યું છે. દર પાંચ વર્ષે ભારતીય શેરબજાર તેમાં નોંધાયેલી એક – તૃતિયાંશ કંપનીઓના સ્થાને નવી કંપનીઓને સ્થાન આપે છે. ટેકનોલોજી અને ઉત્પાદનોની દ્રષ્ટિએ થતા આવા ફેરફારોને આર્થિક સર્વેક્ષણ ક્રિએટિવ્હ ડિસ્ટ્રકશન – રચનાત્મક નાશ તરીકે ઓળખાવે છે.

આર્થિક ઉદારીકરણ અપનાવ્યા પછીના સમયગાળામાં આ પ્રક્રિયા પણ થતી રહી છે. સર્વેમાં નોંધ્યું છે કે, ઉદ્યોગ સાહસિકોના ક્ષેત્રે નવો વિકાસ થઇ રહ્યો છે. વિશ્વબેન્કની નોંધ મુજબ નવી સંસ્થાઓની રચનાના ક્ષેત્રે ભારત વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવે છે.

વર્ષ 2014મમાં ભારતમાં 70 હજાર નવા એકમો સ્થપાયા, તે વધીને 2018માં એક લાખ 24 હજાર નવા એકમો સ્થપાયા હતા.

આ દર્શાવે છે કે, 2014 થી 2018 સુધીના સમયગાળામાં નવા એકમોની રચનાનો વિકાસદર 3.8 ટકા દર્શાવે છે.

ભારતની નિકાસ ક્ષેત્રની પૂરી ક્ષમતાનો ઉપયોગ હજી થતો નથી. આથી જ આ વખતના આર્થિક સર્વેક્ષણમાં નિકાસ ક્ષેત્ર ઉપર ભાર મૂકીને એસેમ્બલ ઇન ઇન્ડિયા ફોર ધી વર્લ્ડ સૂત્ર ઉપર ભાર મૂકાયો છે.

સરકારે વિશ્વ બજારમાં ભારતની નિકાસનો હિસ્સો વર્ષ 2025 સુધીમાં સાડા ત્રણ ટકા અને વર્ષ 2030 સુધીમાં વધારીને 6 ટકા કરવાની નેમ રાખી છે.

ભારતને મોટો નિકાસકાર દેશ બનાવવા ગુણવત્તાના વિસ્તૃતીકરણ તથા નેટવર્કના પ્રોડકટના સ્પેશલાઇઝેશન ઉપર ભાર મૂક્યો છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર, ભારતીય અર્થતંત્રને આગામી પાંચ વર્ષમાં પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા પ્રતિબદ્ધ છે.

ભારતમાં વેપાર કરવાના ક્ષેત્રે સરળતાની દ્રષ્ટિએ અગત્યના દેશોની સૂચિમાં ઉપરનો ક્રમ મળ્યો છે.

અગાઉ આ દેશોની સૂચિમાં ભારતનો ક્રમ 142 હતો તેમાં સુધારો થઇ ભારત હવે 63માં સ્થાને પહોંચ્યું છે.

આ સમગ્ર બાબત ધ્યાનમાં લેતા આર્થિક સર્વેક્ષણ 2020ની મુખ્ય થીમ – વેપારને અનુકૂળ નીતિ, વિશ્વાસના પાયો મજબૂત કરવો જેવી બાબતો ઉપર ભાર મૂકાયો છે.





લેખક- મનોહર મનોજ - પત્રકાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...