Skip to main content

તાલિબાનો સામે શાંતિ ઇચ્છતું અમેરિકા

અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ કરાર ઉપર અંતિમ મોહોર લાગે તે પહેલા સ્થાયી યુદ્ધવિરામ માટે બંને પક્ષો દ્વારા જુદી જુદી સમયરેખા મૂકવામાં આવી રહી છે જેના પગલે અફઘાન શાંતિ પ્રક્રિયા તેના અત્યંત નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન સાથે વાટાઘાટો કરવાના સંવેદનશીલ કામ માટે ઝલ્મય ખલીલજાદની વિશેષ પ્રતિનિધિ તરીકે નિમણૂક કર્યા બાદ બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં કેટલાક ઉતાર ચડાવ જોવા મળ્યા છે એના કારણે યુદ્ધવિરામ માટે બંને પક્ષો વચ્ચેના વિશ્વાસના સ્તરની કસોટી લાગશે. જોકે, બંને પક્ષ અફઘાનિસ્તાનમાં લડાઇમાં ફસાયેલા રહ્યા છે.

યુદ્ધવિરામ માટે દસ દિવસનો સમય જોઈએ એ વાત પર અમેરિકા મક્કમ છે જ્યારે તાલિબાન યુદ્ધવિરામ માટે સાત દિવસનો સમય માંગે છે. આ સોદાબાજી વાટાઘાટોની સૌથી મુશ્કેલ પ્રક્રિયા બની છે.

આ શાંતિ વાટાઘાટોમાં ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નિર્ણાયક વલણ આવ્યું હતું જ્યારે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક જ સાથે તાલિબાનની રાજકીય વાટાઘાટોની ટીમ તેમજ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીની ટિમ સાથે બેઠકની યજમાની કરવા સહમતી આપી હતી.

જોકે, શાંતિ મંત્રણાની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર તાલિબાન દ્વારા કાબુલ નજીક સૈન્ય મથક પર હુમલો કરવામાં આવતા આ પહેલ નિષ્ફળ ગઈ

ચીન, રશિયા, ઈરાન અને સાઉદી અરેબિયા દ્વારા વાટાઘાટોને ફરીથી શરૂ કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસો ફરી શરૂ કરવા કેટલાક મહિના લાગ્યા જેના કારણે આ મંત્રણા ફરી એકવાર નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. તાલિબાનના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમની પાસે સપ્ટેમ્બરમાં બનાવેલો આ કરારનો ખરડો તૈયાર છે. અને એમાં બંને પક્ષોને ખાતરી આપવામાં આવતા તેમાં કોઈ ફેરફારની જરૂર નથી. જોકે આ અંગે કોઈ પણ અંતિમ સહમતી થાય તે માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની જરૂર છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રી માઇક પોમ્પીઓએ જણાવ્યું હતું કે શાંતિ કરાર કર્યા બાદ તાલિબાન ખરેખર લડવાનું બંધ કરી દે તે માટે અમેરિકાને હવે ચોકકસ પુરાવા જોઈએ. શ્રી પોમ્પીઓએ કહ્યું હતું કે "સમજૂતી કરવા આ પહેલા અમે ભેગા થયા હતા, બંને પક્ષો વચ્ચે સમજૂતી કરાર થાય તે પહેલા તાલિબાન હિંસામાં ઘટાડો કરવાની તેની ઇચ્છા અથવા ક્ષમતા બતાવવામાં નિષ્ફળ રહ્યું હતું.

આ પ્રદર્શન રાષ્ટ્રપતિ ઘાનીની સરકાર સાથે વધુ મુશ્કેલ વાટાઘાટો શરૂ કરવા માટેની સંગઠનની રાજકીય પ્રતિબદ્ધતાનો પણ સંકેત આપશે, જે ઘરેલું શાંતિ પ્રક્રિયાના નિર્માણને સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે. જે આખરે દાયકાઓથી ચાલતા અફઘાન યુદ્ધને સમાપ્ત કરશે. શાંતિ પ્રત્યે પ્રદર્શિત પ્રતિબદ્ધતા માટેની અમેરિકન માંગણી અંશતઃ આ કરારની અફઘાનિસ્તાન અને દક્ષિણ એશિયા ક્ષેત્ર પરથી પડનાર અસરને કારણે છે. મોટાભાગના સંરક્ષણ નિષ્ણાંતો દ્વારા તાલિબાનોને હજી પણ આતંકવાદી સંગઠન માનવામાં આવે છે,જે કતારના દોહા સ્થિત સંગઠનની રાજકીય વાટાઘાટ ટીમ અને અમેરિકા વચ્ચે સમજૂતી કરાર પછી મોટી રાજકીય કાયદેસરતા પ્રાપ્ત કરશે.

અફઘાનિસ્તાનની સરકારે સાવચેતી માટેની વાટાઘાટોનો દોર ચાલુ રાખ્યો છે. અફઘાનિસ્તાનની ગુપ્તચર શાખાના ભૂતપૂર્વ વડા અમરુલ્લાહ સાલેહ તાલિબાનોની ટીકામાં સ્પષ્ટ નથી રહ્યા અને તેમણે વારંવાર કહ્યું છે કે, આ સંગઠનો અનિશ્ચિત છે. અમરુલ્લાહ સાલેહે કહ્યું છે કે, તાલિબાનોએ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા હિંસક રાજકારણની નિરર્થકતાને સ્વીકારવી જોઈએ. આ પ્રકારના અફઘાનિસ્તાનના પ્રમુખ વ્યક્તિઓના નિવેદનના કારણે એમ લાગે છે કે, અમેરિકાની ચૂંટણીપહેલા તાલિબાનો કોઈ પણ પ્રકારનો સોદો કરી શકે છે.

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે મહાભિયોગની પ્રક્રિયામાંથી સહિસલામત બહાર આવ્યા છે અને સુરક્ષિત છે, તે ફરીથી તાલિબાનો સાથે દગો કરીને પોતાના ઘરેલુ રેટિંગમાં સંકટ ઉભું કરે તેવી શક્યતા નથી. મિસ્ટર પોમ્પીઓ પાસેથી પ્રદર્શિત પુરાવાની માંગ, અને ઇરાની જનરલ સોલેમાનીની 2020ની 3જી જાન્યુઆરીએ હત્યા એ અમેરિકન રાષ્ટ્રપ્રમુખનું વ્યૂહાત્મક પગલું કહી શકાય. ભારત તમામને ખાતરી આપી છે કે, યુદ્ધથી ત્રાસી ગયેલા દેશમાં કોઈ પણ શાંતિ પ્રક્રિય અફઘાનિસ્તાની આગેવાની અને માલિકીની હોવી જોઈએ. ભારત, શાંતિપૂર્ણ અને સલામત અફઘાનિસ્તાન જોવા ઇચ્છે છે. હવે એ જોવાનું છે કે, તાલિબાન અને અમેરિકાના સંબંધો કેવી રીત આગળ વધે છે.

લેખક – કલ્લોલ ભટ્ટાચારજી,
ધ હિન્દુના વિશેષ સંવાદદાતા

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...