Skip to main content

ભારત અને જર્મની વચ્ચે બહુમુખી વૈવિધ્યપુર્ણ ભાગીદારી અંગે સમીક્ષા

ભારતના વિદેશમંત્રી ડો.એસ.જયશંકરે જર્મનીના મ્યુનિકમાં મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભાગ લીધો હતો. આ મુલાકાત દરમિયાન ડો.એસ.જયશંકરે ઓમાન, સ્પેન, કુવૈત, આર્મેનિયા, સાઉદ્દી અરેબિયા, અને ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત તેમણે સિંગાપોર, જર્મની અને બેલ્જિયમના સંરક્ષણમંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ સાથે પણ વાતચીત કરી હતી.

બાદમાં વિદેશમંત્રીએ બર્લિનની મુલાકાત લીધી હતી અને જર્મનીના વિદેશમંત્રી હેઇકો માસ અને જર્મનીના સંરક્ષણમંત્રી સુશ્રી એનેગ્રેટ ક્રેમ્પ કેરેનબોર સાથે પરસ્પર દ્વિપક્ષી સંબંધો અંગે તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે વિસ્તાર પૂર્વક ચર્ચાવિચારણા કરી હતી. ભારત અને જર્મનીના આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત દ્વિપક્ષીય સંબંધો છે અને બંને દેશો ગાઢ સહયોગી ભાગીદાર પણ છે. આ જ પરંપરાને આગળ વધારતા, ભારત, બહુપક્ષીય જોડાણ માટે નોંધપાત્ર રીતે ફ્રાન્કો-જર્મનમાં પણ યોજાયું છે. ડો.એસ. જયશંકરે આ જાહેરાત કરતાં જણાવ્યું કે, આજે રાષ્ટ્રવાદ અને વ્યાપારીકરણના કારણે બહુપક્ષીયતા જોખમમાં છે. ભારત, સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થતા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિશ્વ વ્યાપાર સંગઠન WTOની સુસંગતતામાં વિશ્વાસ ધરાવે છે.

નોંધપાત્ર બાબત એ છે કે, બંને દેશોના વિદેશ મંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના કાયમી સભ્યપદના વિસ્તરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. ભારત અને જર્મની જી-4 દેશોના સભ્યો છે, જે દેશો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્યપદના વિસ્તરણ અને સુધારા માટે રજૂઆત કરી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં ડો.એસ.જયશંકરે વિગતે જણાવ્યું કે, આ એ જ વિષય છે, જેના પર ભારત અને જર્મનીએ કેટલાક વર્ષો સુધી સાથે કામ કર્યું છે. વિદેશમંત્રી ડો.એસ.જયશંકરે તેમના સમકક્ષ જર્મનીના વિદેશમંત્રીનો ભારતને તેની પહેલ આંતરરાષ્ટ્રીય સોલાર જોડાણ- ISA અને મજબૂત આપત્તિ વ્યવસ્થાપન માળખા (સીડીઆરઆઈ)માં સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો.

ભારત અને જર્મનીએ વર્ષોથી ઉચ્ચસ્તરીય સંપર્કો જાળવી રાખ્યા છે. ગત વર્ષે અંતિમ દિવસોમાં જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ ભારતની મુલાકાત લીધી હતી. બંને દેશો વચ્ચે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી અને ગાઢ વ્યાપારિક સંબંધો છે. બંને દેશો વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પણ સહયોગ કરી રહ્યા છે. ભારતની મુલાકાત દરમિયાન જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત – જર્મનીના સંબંધો વ્યૂહાત્મક ભાગીદારી લોકશાહીના સિદ્ધાંતો, મુક્ત અને ન્યાયી વેપાર અને નિયમ આધારિત વ્યવસ્થા, તેમજ પરસ્પર વિશ્વાસ અને સન્માન પર આધારિત છે.

વર્ષ 2020માં ભારત અને જર્મની તેમની વ્યૂહાત્મક ભાગીદારીના 20મા વર્ષની ઉજવણી કરશે. બંને દેશોએ ભારતના વિદેશ સચિવ અને જર્મન ફેડરલ ઓફિસના રાજ્ય સચિવ વચ્ચે વિદેશી ઓફિસ પરામર્શને સંસ્થાકિય બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે એક 1.5નો ટ્રેક વ્યૂહાત્મક વાતચીત માટે સ્થાપિત કર્યો છે, જે ભાગીદારોને તેમના વિચારો, અભિપ્રાયો આપવામાં તેમજ રાષ્ટ્રીય, પ્રાદેશિક અને વ્હાત્મક હિતની પરસ્પર સમજ અને નીતીના ક્ષેત્રે સંયુક્ત કાર્યવાહી કરવા મહત્વપૂર્ણ બની રહેશે. ભારત અને જર્મની બંને પક્ષે મીડિયા પ્રોફેશનલ્સની મુલાકાતોની સુવિધા દ્વારા માહિતીના પ્રવાહમાં સુધારો કરવા પ્રતિબદ્ધ છે.

ભારત અને જર્મનીના સંરક્ષણમંત્રીઓએ બે વર્ષમાં ઓછામાં ઓછું એકવાર મળવાનું નક્કી કર્યું છે. ભારત ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ રાજ્યોના સ્થપાયેલા બે સંરક્ષણ કોરિડોરમાં જર્મનીએ રસ દાખવ્યો છે.

બર્લિનની મુલાકાત દરમિયાન બર્લિન આંતરરાષ્ટ્રી ફિલ્મ મહોત્સવમાં વિદેશમંત્રીએ ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. પોતાના સંબોધનમાં વિદેશમંત્ર ડો.એસ.જયશંકરે કહ્યું કે, પ્રતિષ્ઠિત બર્લિન ફિલ્મ મહોત્સવમાં ભારતની ભાગીદારીથી ફિલ્મ નિર્માણના જુદા જુદા પાસાઓમાં ઉત્કૃષ્ટતાની અનેક તકો ઉપલબ્ધ બનશે. ભારત અને જર્મની સંરક્ષણથી લઈને આર્થિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે વૈવિધ્યપૂર્ણ સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવે છે અને આગામી વર્ષોમાં દ્વિપક્ષી સંબંધો વધુ ગાઢ બને તેવી અપેક્ષા છે.

રૂપલ જાની – રમેશ પરમાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...