Skip to main content

ભારત-અમેરિકાની સર્વગ્રાહી વૈશ્વિક વ્યુહાત્મક ભાગીદારી અંગે સમીક્ષા

સ્વાતંત્ર્ય બધા જ નાગરિકો સાથે સમાન વ્યવહાર, માનવ અધિકારો તથા કાયદાના શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા આ પરિબળોના આધારે ટકેલી લોકશાહી વ્યવસ્થા ધરાવતા ભારત અને અમેરિકાના વડાઓ શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેની આંતરરાષ્ટ્રીય સ્તરની વ્યુહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો.

ભારત અને અમેરિકા વચ્ચેની આ વ્યુહાત્મક ભાગીદારી પરસ્પર વિશ્વાસ, સમાન હિત, શુભેચ્છા અને નાગરિકો વચ્ચેના ઘનીષ્ઠ સંપર્કના આધારે વધુ મજબૂત બની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માહિતીના આદાન-પ્રદાન, સંયુક્ત સહકાર, સૈનિકોની કવાયત, અદ્યતન તાલીમ વગેરે બાબતોના આધારે બંને દેશો વચ્ચેના સલામતી ક્ષેત્રનો સહકાર વધુ મજબુત બનાવવાનો નિર્ણય લીધો.

બંને દેશોની સલામતી ક્ષેત્રની ઉત્પાદક કંપનીઓ વચ્ચેનો સહકાર અને આદાન-પ્રદાન વધારવાનો પણ તેમાં સમાવેશ કરાયો.

બંને આગેવાનો સંરક્ષણ ક્ષેત્રે વધુ સઘન સહકાર વધે અને સમજૂતીઓ પર હસ્તાક્ષર થાય તે માટે પણ ઉત્સુક હતા.

શ્રી મોદી અને શ્રી ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, મૂડીરોકાણ તથા હાઈડ્રોકાર્બન ક્ષેત્રે વધી રહેલા સઘન જોડાણને આવકાર્યું.

બંને દેશોના ઉર્જા ક્ષેત્રના સંબંધો હજી સઘન બને, આ ક્ષેત્રની કંપનીઓ વચ્ચે નવકલ્પના સહિતના સંપર્કો સઘન બને તેવી ઈચ્છા બંને દેશોના વડાઓએ દર્શાવી હતી. ભારતની ઈસરો તથા અમેરિકાની નાસા સંસ્થાએ વર્ષ 2022માં ડ્યુઅલ ફ્રિક્વન્સી સિન્થેટિક રડાર સેટેલાઈટ સાથે મળીને અવકાશમાં તરતો મૂકવાના પ્રયાસો સઘન બનાવ્યા છે.

એવી જ રીતે પૃથ્વી નિરિક્ષણ, મંગળ તથા ગ્રહોનું સંશોધન, હેલીયો-ફિજીક્સ, વેપારી ધોરણે અવકાશ ક્ષેત્રે સહકાર માટે ચર્ચાઓ શરૂ કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શિક્ષણ ક્ષેત્રે આદાન-પ્રદાનની તકો વધારવા તથા આ ક્ષેત્રનો સહકાર હજી સઘન બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમેરિકાની યુનવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં આવી રહ્યા છે. તે બાબતને બંને દેશોના વડાઓએ આવકારી.

ભારત-પ્રશાંત વિસ્તારમાં શાંતિ, સમૃદ્ધિ, સ્વગ્રાહી વિકાસ માટે ભારત અને અમેરિકા વચ્ચે સઘન ભાગીદારી હોવી ખૂબ જ જરૂરી છે.

આ બાબત આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ દરીયાઈ વિવાદોનો ઉકેલ મેળવીને સારા વહિવટ, સલામતી અને સ્વાતંત્ર્યને સમર્થન જેવા પરિબળોના આધારે જ સુનિશ્ચિત થઈ શકશે.

અમેરિકાએ હિંદ મહાસાગર વિસ્તારમાં માનવતાના ધોરણે સહાય આપવામાં તથા સલામતી સુનિશ્ચિત કરવામાં ભારતની ભૂમિકા સ્વીકારી.

ભારત અને અમેરિકા આ ક્ષેત્રનો સતત, પારદર્શક રીતે તથા ગુણવત્તાવાળી માળખાકીય સુવિધાઓ વડે વિકાસ સાધવા પ્રતિબદ્ધ છે.

ભારત-પ્રશાંત વિસ્તાર તથા વૈશ્વિક રીતે અસરકારક વિકાસ માટેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજા વિશ્વના દેશો એટલે કે વિકાસશીલ દેશો માટે સહકાર વધારવા સહમત થયા છે.

ભારત અને અમેરિકાએ દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ બધા જ દેશોના હિતો અને અધિકારો સુનિશ્ચિત કરવા અર્થપૂર્ણ આચારસંહિતાનું પાલન કરવાની તરફેણ કરી છે.

ભારત અને અમેરિકા સંયુક્ત સાર્વભૌમ, લોકતાંત્રીક તથા સ્થીર અફઘાનિસ્તાનની તરફેણ કરે છે.

અફઘાનિસ્તાનમાં પ્રગતી તથા સલામતી ક્ષેત્રે ભારતે કરેલી સહાયની અમેરિકાએ પ્રશંસા કરી છે.

ભારત અને અમેરિકાએ સરહદ પારના અને બધા જ સ્વરૂપના આતંકવાદને વખોડી કાઢ્યો છે.

તેમણે બધા જ આતંકવાદીઓ તથા આતંકવાદી જૂથો સામે સહિયારા પ્રયાસોની તરફેણ કરી છે.

ભારત અને અમેરિકા મુક્ત, વિશ્વસનીય અને સલામત ઈન્ટરનેટ સાથે વેપાર અને સંદેશા વ્યવહાર ક્ષેત્રનો સંપર્ક - આદાન-પ્રદાન વધારવાની તરફેણ કરે છે.

શ્રી મોદી અને શ્રી ટ્રમ્પે શિક્ષણ તથા ઉદ્યોગો વચ્ચે મુક્ત અને વ્યુહાત્મક સામગ્રીના મુક્ત આદાન-પ્રદાન ઉપર પણ ભાર મૂક્યો છે.



- શ્રીરંગ, જતિન કામદાર

લેખક – પદમસિંહ, આકાશવાણીના સમાચાર વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...