Skip to main content

મ્યુનિચ સુરક્ષા સંમેલન 2020-મહત્વની બાબતો

56મી મ્યુનિચ સુરક્ષા પરિષદ – એમએસસી ગયા અઠવાડિયે જર્મનીમાં મળી ગઈ. આ વખતની પરિષદનું મુખ્ય ધ્યાન પશ્ચિમના સાથ વિનાની કામગીરીની સંકલ્પના ઉપર હતું. હાલ અમેરિકા અન્ય યુરોપીય દેશોના મૂલ્યો અને વ્યૂહાત્મક કામગીરીમાંથી અલગ થયું તેના કારણે મતભેદો અને અચોક્કસતા ઊભી થઈ હોવાથી આ મુદ્દો ખાસ ચર્ચાયો હતો. આ પરિષદમાં નાટો સંગઠનના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે તેમના ઉદ્બોધનમાં અમેરિકા જોડાણ અને વૈશ્વિક મહત્વની બાબતોમાં અલગ થયું તેની ખાસ નોંધ લીધી હતી. યુરોપની આ દિશામાં ખાતરીના આગ્રહ કરતાં અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પેએ જણાવ્યું હતું કે, આંતર એન્ટલાન્ટિકનું જોડાણના અંત અંગે વધુ પડતી ચિંતા સેવાઈ રહી છે. તેમના મતે અમેરિકા અને તેના સાથે દેશો જીતી રહ્યા છે અને હકીકતમાં સાથે મળીને જીતી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, નાટો દ્વારા યુરોપની સરહદોનું રક્ષણ કરવામાં અમેરિકા મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. અને ઇસ્લામિક ત્રાસવાદી સંગઠન આઈએસઆઈને હરાવવાના બહુરાષ્ટ્રીય પ્રયાસોમાં આગેવાની લઈ રહ્યું છે. તેમની આ ટિપ્પણી જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમીના નિવેદનના પ્રતિભાવ રૂપે પણ જોવાઈ હતી. શ્રી વેલ્મેરે તેમના સંબોધનમાં કહ્યું હતું કે, અમેરિકાએ આંતરરાષ્ટ્રીય સમુદાયના વિચારનો પણ ઇન્કાર કર્યો છે અને તે પાડોશીઓ અને ભાગીદાર દેશોના ભોગે કામ કરી રહ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને પણ પશ્ચિમને નબળું પાડવા સામે ચેતવણી ઉચ્ચારી હતી.

રાષ્ટ્રપતિ મેક્રોને નાટોને સમર્થન આપીને અમેરિકા વિના પણ સંરક્ષણની બાબતમાં સ્વતંત્ર પણે કામ કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. પરિષદના અધ્યક્ષ ઇશિંગરે નવી લશ્કરી તાકાત સાથે યુરોપના વ્યૂહાત્મક ભાવિ અંગે શ્રી મેક્રોનની ભાવનાને બિરદાવી હતી. યુરોપીય સંઘે યુક્રેનમાં રશિયાએ કરેલી કાર્યવાહી બદલ તેના પર પ્રતિબંધો લાધ્યા હોવા છતાં ફ્રાન્સના રાષ્ટ્રપતિએ રશિયા સાથે વધુ મંત્રણાઓ અને પુનઃ જોડાણની હિમાયતી કરી હતી. ન્યૂમિચ સુરક્ષા પરિષદે યુક્રેનને 2020ના સંભવત ખતરનાક પ્રદેશ તરીકે ગણાવ્યું હતું. પરિષદને ત્યાં ફરી અશાંતિ ઊભી થવાની શક્યતા દેખાઈ રહી છે.

જર્મનીના સંરક્ષણ મંત્રી એનેગ્રેટ ક્રેમ્પ કોરેનબોરે નોંધ્યું હતું કે, આજે પશ્ચિમના આદર્શો સામે પડકારો ઊભા થઈ રહ્યા છે. તેમણે સુરક્ષા વધુ મજબૂત બનાવવાના સહિયારા આંતરરાષ્ટ્રીય પ્રયાસોની અપીલ કરીને આફ્રિકાના સાહેલ પ્રદેશો સહિત દરિયા પારની કામગીરીમાં વધુ સક્રિય બનાવવા માટે જર્મનીને અનુરોધ કર્યો હતો.

સમગ્ર પરિષદ દરમિયાન અમેરિકા અને યુરોપ ચીનની સંદેશા વ્યવહાર કંપની હ્યુઆવેઇ અંગે મતભેદોના લીધે સામસામા જ રહ્યા હતા. અમેરિકા આ કંપની ચીન વતી જાસૂસી કરતી હોવાનું માને છે. અમેરિકાના સંરક્ષણ મંત્રીએ નિર્દેશ કર્યો હતો કે, ચીનની નકારાત્મક વ્યૂહનીતીનું માનસ સંતાન છે અને તે પશ્ચિમના આંતર માળખામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરે છે. તેમણે યુએઈને બ્રિટનમાં 5જી નેટવર્ક ઊભું કરવામાં મર્યાદિત ભૂમિકા ભજવવા દેવાના નિર્ણય અંગે પુનઃ વિચારણા કરવા અંગે બ્રિટનને ચેતવણી પણ આપી હતી. જર્મનીના વિદેશ મંત્રી હેઇકો માસે જોકે, અમેરિકા અને યુરોપ વચ્ચે કોઈ વિખવાદની શક્યતા નકારી કાઢી હતી અને નાટો સુધારા તથા યુરોપના સાનુકૂળ અભિગમ માટે બંને વચ્ચે સંપની જરૂર જણાવી હતી.

અમેરિકાના સાંસદ લિન્ડસે ગ્રેહામે આ મ્યુનિચે સુરક્ષા પરિષદ 2020 દરમિયાન સંકેત આપ્યો હતો કે, લોકશાહી સ્થાપવાનો શ્રેષ્ઠ રસ્તો કાશ્મીર મુદ્દાને લોકશાહી રીતે થાળે પાડવાનો રહેશે. જવાબ આપતા ભારતના વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે અમેરિકાના સાંસદને કહ્યું હતું કે, ભારતીય લોકતંત્ર પોતાની મેળે આ મુદ્દે ઉકેલી શકે છે. મ્યુનિચમાં ડો.જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પીયો સાથે પણ મુલાકાત કરી હતી. અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની આગામી મુલાકાત અંગે ચર્ચા કરી હતી.

વિદેશમંત્રીએ સાઉદી અન ઓમાનના વિદેશ મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

આ સંમેલન એટલા માટે નોંધપાત્ર છે કે, તેણે ખુદ પશ્ચિમી જોડાણના વિચારનો વિશ્વના આગેવાનોના મંતવ્યના વિરોધનો પડઘો પાડ્યો હતો. મ્યુનિચ સુરક્ષા સંમેલન જેવા મંચ પર ખતરાઓ અને અન્ય પ્રશ્નો ઉપર અભિપ્રાયો અને ચર્ચાઓમાં વિવિધતા મહત્વની હતી. તેમ છતાં અહીં એ યાદ રાખવું જરૂરી છે કે, આ સંગઠન સહિયારી સલામતી અને સંરક્ષણને લગતાં પ્રશ્નો અંગેના અભિપ્રાયોના આદાન-પ્રદાનમાં આંતરરાષ્ટ્રીય સમુદાય માટે કંઈક સારું કરશે જેથી આ સમસ્યાઓને સાથે મળીને નિવારી શકાય અને લોકો માટે દુનિયાને સલામત અને સુરક્ષિત સ્થાન બનાવી શકાય.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...