Skip to main content

FATF એ ઇરાનને બ્લેક લીસ્ટ કર્યું, જ્યારે પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં જ રાખ્યું – એ અંગે સમીક્ષા

આંતરરાષ્ટ્રીય સ્તરની અને આતંકવાદીઓને મળતી આર્થિક સહાય ઉપર દેખરેખ રાખતી સંસ્થા FATF એ ગયા શુક્રવારે ઇરાનને બ્લેક લીસ્ટમાં રાખવાનો નિર્ણય લીધો હતો. જો કે, આજ બેઠકમાં FATFએ પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં રાખવાનો નિર્ણય કર્યો હતો. FATF દ્વારા આ પ્રકારે કેન્દ્રિત કરાયેલા દેશોને વિવિધ શ્રેણીમાં મુકવાથી વિશ્વ સમુદાયના અન્ય દેશોને સંબંધિત દેશો સાથે આર્થિક વ્યવહાર કરતી વખતે ધ્યાન રાખવાનો સંદેશો મળે છે.

FATF દ્વારા બ્લેક લીસ્ટ કરાયેલા દેશોનો અર્થ થાય છે કે આવા દેશો સાથે આર્થિક સંબંધો રાખવા ખતરારુપ છે. જ્યારે ગ્રે લીસ્ટના દેશોનો અર્થ થાય છે કે તેમને આતંકવાદ સામેની લડતમાં વધુ સઘન કાર્યવાહીની સૂચના અપાઇ છે.

ઇરાનને બ્લેક લીસ્ટ કરવાનો નિર્ણય FATFએ જાહેર કર્યો હતો. તે જ દિવસે ઇરાનમાં સંસદીય ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં રુઢીવાદી પક્ષો બહુમતી મેળવશે તેવા સંકેતો પણ મળ્યા છે.

અમેરીકા અને ઇરાન વચ્ચેના સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા, તે જ સમયગાળામાં આ ચૂંટણી યોજાઇ છે. ઇરાનના પરમાણુ કાર્યક્રમનું કારણ દર્શાવીને અમેરીકાએ ઇરાન સાથેની સંધિમાંથી ખસી જવાનો અને તેની ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો હતો.

અમેરીકાના આર્થિક પ્રતિબંધોની ઇરાનના અર્થતંત્ર ઉપર ઘણી ગંભીર અસર થઇ છે. અને લોકોમાં અસંતોષ ફેલાયો છે. ઇરાન, યુરોપીયન સંઘ સાથે આર્થિક સહાય અંગે વૈકલ્પિક વ્યવસ્થા ચકાસી રહ્યું હતું, ત્યારે FATF દ્વારા તેને બ્લેક લીસ્ટ કરાતા આ મામલો વધુ ગૂંચવાયો છે. જો , ઇરાનની સંસદમાં રુઢીવાદીઓને વધુ સત્તા મળશે, તો અમેરીકા અને ઇરાન વચ્ચેની સમસ્યા વધુ ગંભીર બનશે. આ ઉપરાંત FATF દ્વારા ઇરાનને બ્લેક લીસ્ટ કરવાથી ઇરાનમાં સુધારાવાદી તથા રુઢિવાદી પક્ષો વચ્ચેનો સંઘર્ષ પણ વધુ તીવ્ર બનશે.

રાષ્ટ્રપ્રમુખ હસન રૌહાનીના પ્રભુત્વવાળી સંસદે, ઇરાન FATF દ્વારા બ્લેક લીસ્ટમાં ન મુકાય તે હેતુથી ખાસ ધારો ઘડીને તેને બહાલી આપી હતી જો કે, રુઢિવાદી પક્ષના વર્ચસ્વવાળી ગાર્ડિયન કાઉન્સીલે આ ધારાનો માર્ગ અવરોધ્યો હતો.

તો બીજી તરફ આતંકવાદી સંગઠનોને આર્થિક સહાય માટે તથા ભારત સહિત અન્ય સ્થળોએ આતંકવાદી હુમલાને સમર્થન આપનાર પાકિસ્તાનને FATF દ્વારા ગ્રેલીસ્ટમાં જ રાખવાનો નિર્ણય લેવાયો હતો. બીજી નોંધપાત્ર બાબત એ છે કે પાકિસ્તાને પોતાને ગ્રે લીસ્ટમાંથી હટાવવા અમેરીકાની મદદથી એક રીતે જોઇએ તો પ્રચાર ઝુંબેશ હાથ ધરી હતી, જ્યારે ઇરાને આવો કોઇ પ્રચાર કર્યો ન હતો. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને આતંકવાદને મળતી આર્થિક સહાય અટકાવવાની આપેલી ખાતરીના પગલે FATFએ પાકિસ્તાનને બ્લેક લીસ્ટમાં મૂક્યું નથી.

વર્ષ 2012 થી 2015 સુધી FATF દ્વારા પાકિસ્તાનને ગ્રે – લીસ્ટમાં મૂકાયું હતું. ત્યારબાદ વર્ષ 2018 માં અમેરીકાના દબાણથી FATFએ પાકિસ્તાનને ફરીથી ગ્રે લીસ્ટમાં મુકયું છે.

FATFએ તાજેતરની બેઠકમાં આતંકવાદ સામેની કાર્યવાહીમાં નિષ્ફળ રહેવા માટે પાકિસ્તાનને ઠપકો આપ્યો હતો. જો કે ચીન, મલેશિયા અને તુર્કીના સમર્થનથી પાકિસ્તાન બ્લેક લીસ્ટમાં મુકાવાની સ્થિતિ ટાળી શક્યું છે. એવી જ રીતે અફધાનિસ્તામાંથી અમેરીકાના દળો પાછા ખેંચવાની મહત્વની ચર્ચા ચાલી રહી છે, તેમાં પાકિસ્તાનની ભૂમિકા મહત્વની બની છે.

પાકિસ્તાન આર્થિક સમસ્યાથી ધેરાયેલું છે. અને પ્રધાનમંત્રી ઇમરાન ખાન દેશને બહાર લાવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે FATF દ્વારા જો પાકિસ્તાનને બ્લેક લીસ્ટમાં મુકવાનો નિર્ણય લેવાયો હોત, તો તેના ખુબ જ ગંભીર પરિણામ પાકિસ્તાન ઉપર થયા હોત આ તબક્કે FATF દ્વારા બ્લેક લીસ્ટમાં મુકાયેલા ઇરાનને ગંભીર આર્થિક સ્થિતિનો સામનો કરવો જ પડશે અને નજીકના ભવિષ્યમાં તેને રાહત મળવાની આશા નથી.

ત્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતે આપેલા વચન મુજબ આતંકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવા નિર્ણાયક કાર્યવાહી કરે અને દેશને શાંતિપૂર્ણ માર્ગ ઉપર આગળ લઇ જાય, તેવી આશા રાખવી પડશે.

શ્રીરંગ - અશોક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...