Skip to main content

ભારત અને તુર્કમેનીસ્તાને મજબુત બનાવેલા દ્વિપક્ષીય સંબંધો અંગે સમીક્ષા

તુર્કમેનીસ્તાનના વિદેશ મંત્રી રશીદ મેરોદોવે તાજેતરમાં ભારતની ટુંકી મુલાકાત લઇને વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મંત્રણાઓ કરી. બંને આગેવાનોએ દ્વિપક્ષીય તથા પ્રાદેશિક મુદૃાઓ અંગે સઘન ચર્ચા કરી હતી. શ્રી જયશંકરે જણાવ્યું હતું કે, ચર્ચાના અંતે પ્રાદેશિક મુદૃાઓ બાબતે બંને દેશોના દ્રષ્ટીકોણ સમાન હોવાનું જણાયું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૯૦ માં તે વખતના યુએસએસઆર અર્થાત સેવિયેત યુનીયનમાંથી આઝાદ થનાર પાંચ મધ્ય એશિયાઇ દેશોમાં તુર્કમેનીસ્તાનનો સમાવેશ થાય છે.

ભારત – મધ્ય એશિયાના દેશોને પણ પાડોશી દેશ તરીકે ગણે છે. તુર્કમેનીસ્તાનનું ભૌગોલિક દ્રષ્ટીએ જે સ્થાન છે તે સંબંધીત દેશો સાથેના વ્યવહારમાં તેની અગત્યતા વધારે છે. આ દેશ દક્ષિણ, મધ્ય તથા પશ્ચિમ એશિયાના દેશોને જોડે છે, તો અફઘાનીસ્તાન તથા ઇરાન પણ તેના પાડોશી દેશો છે. મધ્ય એશિયાના કઝકસ્તાન અને ઉઝબેકીસ્તાન પાસે દરિયા કિનારો છે, જે યુરેશિયા તથા યુરોપના દેશો માટે પ્રવેશ દ્વાર સમો છે. તુર્કમેનીસ્તાને સંપર્ક અર્થાત માર્ગ, રેલ વગેરેને પ્રાથમિકતા આપી છે. વર્ષ ર૦૧૬ માં તુર્કમેનીસ્તાને ર પોઇન્ટ ત્રણ અબજ અમેરીકી ડોલરના ખર્ચે આ વિસ્તારનું સૌથી મોટુ વિમાનમથક બાંધ્યું છે. ભૌગોલિક દ્રષ્ટીએ તુર્કમેનીસ્તાન નાનો દેશ છે, પણ આશરે ૬૦ લાખની તેની લોકવસતી મહત્વની આર્થિક પ્રવૃતીઓમાં સંડોવાયેલી છે.

તેની પાસે વિશવનો ચોથા ક્રમાંકનો કુદરતી વાયુનો અનામત ભંડાર છે. આ ઉપરાંત ખનીજ તેલ, સલ્ફર તથા અન્ય ખનીજોની દ્રષ્ટીએ તે સમૃધ્ધ દેશ ગણાવી શકાય. વિશ્વ બેંકે તેના જીડીપી નો દર આશરે ૪૦ પોઇન્ટ પાંચ અબજ અમેરીકી ડોલર આંકયો છે. તુર્કમેનીસ્તાનના રાષ્ટ્રપ્રમુખ ગુરબાંગુલી બેરદીમુહામેદોવના નેતૃત્વ હેઠળ વહીવટી તંત્રે ખનીજ તેલ, કૃષિ, બાંધકામ, પરીવહન જેવા પરંપરાગત ક્ષેત્રોની સાથે સાથે રસાયણ, દુરસંદેશા વ્યવહાર તથા અદ્યત્તન ટેકનોલોજી જેવા નવા ક્ષેત્રો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.

તુર્કમેનીસ્તાન વર્ષ ર૦૧૯ થી ર૦રપ ના સમયગાળામાં તબકકાવાર રીતે ડીજીટલ અર્થતંત્રનો અમલ કરી રહયો છે. તુર્કમેનીસ્તાને વૈશ્વિક સમુદાય સાથેના સંબંધોમાં પ્રથમથી તટસ્થ રહેવાની નીતી અપનાવી છે. રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ તુર્કમેનીસ્તાનની આ નીતીને વર્ષ ૧૯૯પ માં સમર્થન આપ્યું હતું. ભારત, તુર્કમેનીસ્તાનના રજતજયંતી વર્ષના ઠરાવનો સહભાગીદાર દેશ બન્યો હતો. તુર્કમેનીસ્તાનના તેના ભૌગોલિક સ્થાન તથા આર્થિક ક્ષમતાને ધ્યાનમાં લેતા ભારતના મધ્ય એશિયાના દેશો સાથેના આર્થિક સંબંધોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ઐતિહાસીક દ્રષ્ટીએ સીલ્ક રૂટ તરીકે ઓળખાતો માર્ગ બંને દેશોની સંસ્કૃતિને જોડે છે. મધ્ય પુર્વ કાળથી ભારત અને તુર્કમેનીસ્તાનના પ્રદેશોના વિદ્વાનો, સંતો એકબીજાના સંપર્કમાં હતા. તુર્કમેનીસ્તાનના જાણીતા સુફી સંત શાહ તુર્કમાન બાયાબનીએ ગત ૧૩મી સદીમાં ભારતમાં વસવાટ કર્યો હતો.

તેમના સન્માનમાં મોગલ બાદશાહ અકબરે ૧૭મી સદીમાં દિલ્હીમાં તુર્કમેન દરવાજો બાંધ્યો હતો. આમ ભારત અને તુર્કમેનીસ્તાન વર્ષોથી સુમેળભર્યા રાજકીય તથા સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે. આ બંને દેશો વચ્ચે ઉચ્ચપદ ઉપરના અગ્રણીઓની પરસ્પર દેશોની મુલાકાતો પણ ચાલતી રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુલાઇ ર૦૧પમાં તુર્કમેનીસ્તાનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઘણી સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ મુલાકાત વખતે પ્રધાનમંત્રીએ તુર્કમેનીસ્તાનમાં પરંપરાગત ઔષધી ચિકિત્સા અને યોગ કેન્દ્રનું ઉદઘાટન કર્યુ હતું. આવા સુમેળભર્યા સંબંધો હોવા ઉપરાંત બંને દેશો વચ્ચેની આર્થિક ક્ષેત્રની ક્ષમતાનો પુરેપુરો ઉપયોગ થતો ન હતો.

આ માટે બંને દેશોમાં એકબીજા માટે રહેલી તકોની માહિતી પુરતાં પ્રમાણમાં ઉપલબ્ધ નહી હોવાની બાબત અડચણરૂપ બનતી હતી. તાજેતરમાં અફઘાનીસ્તાનના તુર્કમેનીસ્તાન – પાકિસ્તાન – ભારતમાં કુદરતી વાયુનું પાઇપ લાઇન ધ્વારા વહનની યોજનામાં ઘણી પ્રગતી થઇ છે. આ હેતુથી વર્ષ ર૦૧રમાં એક સમજુતી સધાઇ હતી. ઓગષ્ટ ર૦૧૮ માં ભારત અરગાબાત સમજુતીમાં જોડાયુ જેના લીધે પશ્ચિમ એશિયાના ઓમાન અને ઇરાન તથા મધ્ય એશિયાના તુર્કમેનીસ્તાન અને ઉઝબેકીસ્તાન વચ્ચે માલ પરીવહન માટે કોરીડોરની રચના કરાઇ છે.

લેખક – ડોકટર અતહર જફર, સીઆઇએસ અંગેના વ્યુહાત્મક વિશ્લેષક.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...