Skip to main content

ટ્રમ્પ બે રાષ્ટ્ર યોજના

પદ પરથી કાઢી નાખવાની શક્યતાના ડર વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાઇલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ ઇઝરાઇલ-પેલેસ્ટિનિયન સંઘર્ષ અંગે શાંતિ યોજનાની જાહેરાત કરવા ગઇકાલે વ્હાઇટ હાઉસ મળ્યા હતા. ‘શાંતિથી સમૃદ્ધિ’ નામનો આ 180 પાનાનો દસ્તાવેજ પેલેસ્ટેનિયન અને ઇઝરાઇલી લોકોના જીવનમાં સુધાર લાવવા માંગે છે. મોટાભાગે ઇઝરાયલી અધિકારીઓ અને અરબ નેતાઓ સાથે કેટલાક મહિના વાટાઘાટો કર્યા બાદ, ટ્રમ્પના મધ્ય પૂર્વ માટેના પ્રતિનિધિ જેરેડ કુશનેરે મોટાભાગે આ યોજનાના લાભાર્થી એવા પેલેસ્ટાઈનીઓને અવગણ્યા હતા. 

રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેને 'વાસ્તવિક શાંતિ યોજના' અને પેલેસ્ટાઈનવાસીઓ માટે છેલ્લી તક ગણાવી હતી તો શ્રી નેતન્યાહુએ આ યોજનાને 'ઐતિહાસિક' ગણાવી હતી. આ યોજના ‘પેલેસ્ટાઇનના લોકોની આત્મનિર્વાહની ઇચ્છાને કાયદેસર માન્યતા આપે છે; જો કે, આ યોજના મુજબ જેરુસેલમ 'ઇઝરાઇલની અવિભાજિત રાજધાની રહેશે' અને પેલેસ્ટાઇન લોકો પૂર્વ જેરુસેલમમાં અલ-કુદ્સ ખાતે અથવા અન્ય કોઈ શહેરમાં તેમની રાજધાની સ્થાપિત કરી શકશે. યોજના સાથે જોડાયેલ ‘કાલ્પનિક નકશા’ માં વેસ્ટ બેન્ક વિસ્તારના તમામ યહૂદી વસાહતો ઇઝરાઇલની માલિકી અને આ કાર્યવાહીને અમેરિકન માન્યતા દર્શાવે છે. આ ઉપરાંત, યોજના મુજબ ઇઝરાઇલ જોર્ડન ખીણ પર પણ માલિકી મેળવી શકે છે જેને અમેરિકા દ્વારા માન્યતા આપવામાં આવશે.

પેલેસ્ટાઇનીઓ સાથે ઇઝરાઇલના પ્રદેશ અદલાબદલી અંગેના કરાર પ્રમાણે જૂન 1967 ના યુદ્ધ દરમિયાન ઇઝરાયેલ દ્વારા કબજે કરવામાં આવેલા પ પેલેસ્ટેનિયન પ્રદેશોને પરત આપવાનો કોઈ સંકેત નહીં અને નિર્ધારિત પેલેસ્ટાઇનના લગભગ 15 ટકા પ્રદેશ જ પેલેસ્ટાઈનના ફાળે જશે. 

હમાસ અથવા અન્ય જૂથોના સભ્યોનો સમાવેશ થાય તેવી કોઈ પણ પેલેસ્ટેનિયન સરકાર સાથે ઇઝરાયેલ વાટાઘાટ કરે તેવી અમેરિકાની અપેક્ષા નથી. જ્યાં સુધી તેઓ સ્પષ્ટ રીતે અહિંસા માટે કટિબદ્ધ ન થાય, ઇઝરાઇલ રાજ્યને માન્યતા ન આપે અને ગાઝા પટ્ટી સાથે જોડાયેલી અન્ય શરતોને માન્ય ન કરે.

વસાહતોના જોડાણથી પશ્ચિમ કાંઠે એક પેલેસ્ટેનિયન રાજ્ય તરફ દોરી જશે અને પેલેસ્ટાઇનનો બીજો ભાગ, ગાઝા પટ્ટી સાથે અતિ આધુનિક માળખાગત સમાધાનરૂપે ભૂગર્ભ ટનલ સાથે જોડવામાં આવશે. 

1948 પછી આરબ દેશોમાંથી ઇઝરાયેલ આવેલા યહુદી શરણાર્થીઓનો મુદ્દો ઉઠાવતા, યોજનામાં એક દરખાસ્ત મૂકવામાં આવી છે,જે મુજબ પેલેસ્ટેનિયન રાજ્ય, યજમાન દેશો અને ઇસ્લામિક સહકારની સંસ્થાના 57 સભ્યો દ્વારા સમાવી લેવામાં આવશે. ઇઝરાયેલને પેલેસ્ટાઇનના શરણાર્થીઓને સમાવી લેવા કહેવામાં આર્વશે નહીં ત્યાં ચાર વર્ષના સ્થાયી વસવાટ દરમિયાન પેલેસ્ટાઇનના લોકો ઇઝરાયેલ સાથે કરાર માટે વાટાઘાટો કરી શકે છે. પેલેસ્ટાઇન લોકોને તેમજ જોર્ડન અને લેબેનોન જેવા દેશોને મદદ કરવા માટે અમેરિકન 50 અબજ ડોલરના રોકાણ સાથેની આર્થિક યોજનાઓ છે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમાણે, મોટાભાગનું ભંડોળ અમેરિકા દ્વારા નહીં પણ ઉર્જા સમૃદ્ધ આરબ દેશો દ્વારા ઉઠાવવામાં આવશે.

પેલેસ્ટાઇનના સ્વ નિર્ધારણ માટે સ્પષ્ટ ટેકો, ઇઝરાયેલની વસાહતોને હંગામી રીતે સ્થગિત કરવી અને પેલેસ્ટાઇનના રાજ્યપદ તરફનો આર્થિક અભિગમ જ માત્ર આશાના કિરણ છે. જોકે, પેલેસ્ટાઇનના લોકોએ હૃદયપૂર્વક આ સોદાને નામંજૂર કરી દીધો છે. ટ્રમ્પની નવી દરખાસ્ત એ તેમણે સત્તા સંભાળ્યા પછી જાહેર કરાયેલા પગલાઓની સાથેની જ છે, જેમાં ડિસેમ્બર 2017માં જેરૂસેલમના ઇઝરાયલના પાટનગર તરીકે જાહેરાત, મે 2018માં અમેરિકી દૂતાવાસને તેલ અવીવથી જેરૂસલેમ ખસેડવું, માર્ચ 2019માં ગોલન હાઇટ્સની ઇઝરાઇલના પ્રદેશ તરીકે માન્યતા, અને નવેમ્બર 2019માં યહૂદી વસાહતો ગેરકાયદેસર નથી તેવી જાહેરાત કરવી, તેનો સમાવેશ થાય છે. 

સાઉદી અરેબિયા અને ઇજીપ્ત જેવા આરબ દેશો સાવચેત રહ્યા છે કારણ કે, તેઓ અન્ય મહત્વની સમસ્યાઓમાં અટવાયેલા છે, પરંતુ તો પણ ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે સીધી વાટાઘાટો સૂચવે છે. ભારત સતત પેલેસ્ટાઇનના હિતોને સમર્થન આપતું રહ્યું છે અને ઇઝરાઇલ – પેલેસ્ટાઇનના મુદ્દે દ્વિ-રાજ્ય સમાધાનની હિમાયત કરી છે. ભારતે તેની સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો છે કે અંતિમ સ્થિતિનો પ્રશ્ન બંને પક્ષો વચ્ચેની સીધી વાટાઘાટો દ્વારા ઉકેલવો જોઈએ અને બંનેને સ્વીકાર્ય હોવો જોઈએ. 

પેલેસ્ટાઇન નેશનલ ઓથોરિટી, જે કાયદેસરની અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પેલેસ્ટેનિયન નેતૃત્વ છે, તે આ યોજનાનો ભાગ નહોતું જેનાથી તેમને લાભ થવાનો હતો અને પરિવર્તન લાવવાનો હતો. તે જ વાસ્તવિક સમસ્યા છે. ટૂંકમાં, ટ્રમ્પ મધ્ય પૂર્વની યોજના એ રાજા વિનાના રાજ્યથી વધારે કંઈ નથી.



લેખક – પ્રોફેસર. પી. આર કુમારસ્વામી, 
જે.એન.યુ.ના વેસ્ટ એશિયન સ્ટડીઝ સેન્ટરના
અપર્ણા ખૂંટ, રૂપલ જાની, શિવાગી ભટ્ટ, રમેશ પરમાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...