Skip to main content

IOWAના આયોજન સાથે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીનો વિધિવત આરંભ

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી, એ આશરે એક વર્ષ સુધી ચાલતી પ્રક્રિયા છે. જેમાં પ્રમુખ બે પક્ષોના ઉમેદવારો, પોત પોતાના પક્ષોના વિધિવત ઉમેદવાર ચૂંટાવા માટે ચૂંટણીપ્રચાર શરૂ કરતા હોય છે. અમેરિકામાં ડેમોક્રેટિક અને રિપબ્લિક નામના બે મુખ્ય રાજકીય પક્ષ છે. વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રિપબ્લિકન પક્ષના હોવાથી, અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં તેઓ રિપબ્લિકન પક્ષના ઉમેદવાર રહેશે.

જો કે, ડેમેક્રેટિક પક્ષમાં, રાષ્ટ્રપ્રમુખ પદના પક્ષના ઉમેદવાર બનવા એકથી વધુ લોકો પ્રયાસો કરી રહ્યા છે. આખરે દરેક પક્ષના રાષ્ટ્રીય સંમેલનમાં પક્ષનો વિધિવત ઉમેદવાર કોણ હશે, તે બાબતે આખરી નિર્ણય લેવાય છે. પક્ષના રાષ્ટ્રીય સંમેલનમાં તે અગાઉ યોજાનાર પ્રાઈમરી અને કોકસેસમાં ચૂંટાનાર પ્રતિનિધિઓ ઉપસ્થિત રહે છે. અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં યોજાતાં પ્રાઈમરીમાં જુદાં જુદાં રાજ્યોના પક્ષના સભ્યો ઉપસ્થિત થઈને રાષ્ટ્રીય સંમેલન માટેના પ્રતિનિધિઓ ચૂંટે છે. આ વખતે ગુપ્ત મતદાન પ્રક્રિયા વડે રાષ્ટ્રીય સંમેલનના પ્રતિનિધિઓની વરણી થાય છે. જ્યારે કોકસેસમાં પ્રતિનિધિઓની વરણી ઉપસ્થિત સભ્યો હાથ ઊંચો કરીને પોતાનો મત આપીને પ્રતિનિધિઓની વરણી કરે છે. 

રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી માટેનું પ્રથમ કોકસ પરંપરાગત રીતે IOWAમાં યોજાય છે. આ બંને ચૂંટણીમાં સારો દેખાવ કરનાર ઉમેદવાર રાષ્ટ્રીય સંમેલન સુધી પહોંચે છે. ડેમોક્રેટિક પક્ષે ગત ત્રીજી ફેબ્રુઆરી 2020ના રોજ IOWAમાં તેમના પક્ષનું કોકસ યોજ્યું હતું. જેમાં પ્રથમ રાઉન્ડમાં 28 ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહ્યા હતા, પણ IOWAના કોકસ સુધી માત્ર 12 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા.

IOWA કોક્સે, ડેમોક્રેટિક પક્ષના રાષ્ટ્રીય સંમેલન માટે 41 પ્રતિનિધિઓની વરણી કરી. ડેમોક્રેટિક પક્ષે પરિક્ષણ નહીં કરાયેલી તથા સસ્તી મોબાઈલ એપ્લીકેશનનો ચૂંટણી પરિણામો માટે ઉપયોગ કરતાં, તેમજ પરિણામો જાહેર કરવામાં વિલંબ થતા ડેમોક્રેટિક પક્ષના કોકસમાં વિવાદ ઉભો થયો. આ બધાના પરિણામે ડેમોક્રેટિક પક્ષની પ્રતિષ્ઠાને સહેજ નુકસાન થયું. નવેમ્બર 2020માં અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખની યોજાનારી ચૂંટણી ઉપર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થયું છે.

અમેરિકાના સમાજમાં વિવિધ વર્ગો તથા અમેરિકાના વિશ્વભરના મિત્રો ઉપર સિધી અસર પહોંચાડનાર ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ જોતા, શ્રી ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણી બીજી મુદત માટે લડવાના હોવાથી સમગ્ર વિશ્વમાં આ મુદ્દે ભારે ઉત્સુકતા ઉભી થઈ છે. શ્રી ટ્રમ્પ સામે સંસદમાં મહાભિયોગની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાથી આ વખતની ચૂંટણીમાં ટ્રમ્પ મતદારોનો સામનો કેવી રીતે કરે છે, તે જોવું રહ્યું.

અમેરિકાનું અર્થતંત્ર વિકાસ તથા રોજગારની નવી તકોના નિર્માણમાં એકંદરે સારી કામગીરી કરી રહ્યું છે. શ્રી ટ્રમ્પે અમેરિકાની સેનાની તાકતનો પ્રયોગ દેશ અને વિદેશમાં પોતાના વિરોધકો સામે કુનેહથી કર્યો છે. છેલ્લી ચૂંટણીમાં શ્રી ટ્રમ્પે અમેરિકાને મહાન બનાવવાનું સૂત્ર આપ્યું હતું અને હવે પછીની ચૂંટણીમાં તેઓ આ વચનો પૂર્ણ કર્યા હોવાનો દાવો કરવાના છે.

અગાઉની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં યુક્રેઈનની સંડોવણી અને દરમિયાનગીરી બાબતે અખબારો, સોશિયલ મીડિયામાં ઘણી માહિતી આપવામાં આવી હોવાથી શ્રી ટ્રમ્પને સેનેટમાં ક્લીન ચીટ મળી, તે બનાવને મતદારો કેવી રીતે જુએ છે, તે બાબત રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીને વધુ રસપ્રદ બનાવશે. અમેરિકાના નાગરિકોનો મત, દેશની આર્થિક સ્થિતિ તથા ઘરઆંગણાના સામાજિક મુદ્દાઓ ઉપર સીધી અસર કરતો હોય છે.

શ્રી ટ્રમ્પે અમેરિકાના અર્થતંત્રની વર્તમાન સ્થિતિ બાબતે ચોક્કસ સંતોષ લઈ શકે છે. વિપક્ષમાં ભૂતકાળના ઉમેદવાર જો બીદેન IOWA કોકસમાં સારો દેખાવ કરી શક્યા ન હતા. સેનેટર બર્ની સેન્ડર સારા વક્તા છે, પણ તેમની સમાજવાદી નીતિને મૂડીવાદી અમેરિકનો સમર્થન આપતા નથી. આમ વર્ષ 2020ની રાષ્ટ્ર પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના હરીફ ડેમોક્રેટિક ઉમેદવાર કોણ હશે, તે ચિત્ર સ્પષ્ટ થયુ નથી. સૌથી મોટો લોકશાહી દેશ તરીકે ભારત, અમેરિકા સાથેના સંબંધો અને વ્યવહારો વધારવા ઈચ્છે છે.


લેખક પ્રોફેસર ચિંતામણી મહાપાત્ર, પ્રો.વીસી - JNU


શ્રીરંગ (મયુર)

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...