Skip to main content

દોહામાં આંતરિક અફઘાન વાટાઘાટો

આ શરૂઆતના દિવસો છે પણ કોઈપણ કહી શકે કે, તોફાનગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ઝાખું ઝાખું પણ શાંતિનું કિરણ દેખાઈ રહ્યું છે. દોહામાં સમાપ્ત થયેલી અફઘાન પરિષદે લડાઈ કરી રહેલાઓને એકબીજાની નજીક લાવી છે. અફઘાનના રાજકીય નેતાઓ અને તાલિબાન પ્રતિનિધિઓ વચ્ચે કોતારમાં બે દિવસની બેઠક થઈ. આ બેઠકને ઈન્ટ્રા અફઘાન મંત્રણા તરીકે પણ ઓળખાય છે. શાંતિની સ્થાપના તરફ આગળ વધવાનું આ પગલું છે. નિવેદન અપાયું કે, ૧૮ વર્ષના લાંબા યુદ્ધના અંત માટે પાયો રચાયો છે.

દોહામાં વાટાઘાટો પૂરી થયા બાદ પ્રસિદ્ધ કરાયેલા સંયુક્ત નિવેદનમાં લોકોની સુરક્ષા, તેમની મહત્વત્તા જાળવવી, તેમના જીવનનું રક્ષણ કરવું, સમૃદ્ધ બનાવવા અને નાગરિકોના મૃત્યુને શૂન્ય દરે લઈ જવા અંગેની વચનબદ્ધતા વ્યક્ત કરાઈ હતી. કોતારની રાજધાનીમાં જર્મન અને કોતારના સૌજન્યથી ઈન્ટ્રા અફઘાન ડાયલોગમાં આશરે ૭૦ રાજકારણીઓ, સમાજના એક્ટીવીસ્ટો અને મહિલા પ્રતિનિધિઓ તાલીબાનના પ્રતિનિધિઓને મળ્યા હતા. તાલીબાને સીધેસીધા કાબુલ સાથે અને અશરફ ઘની સરકાર સાથે વાતચીત કરવાનો ઈન્કાર કર્યો હતો. તેઓને મંત્રણાઓમાં બાકાત રખાયા હતા. તાલીબાન સરકારને ગેરકાયદેસર ગણે છે.

સાથે સાથે એ બાબતને સમજવી જાઈએ કે, વધુને વધુ રાજકારણથી શાંતિની પ્રક્રિયા આગળ વધે છે. વોશિંગ્ટન પ્રક્રિયાને વેગ આપી રહ્યું છે. ગયા સપ્ટેમ્બર માસમાં અમેરિકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં સુમેળ માટે ઝાલ્મી ખાલીજાદને ખાસ દૂત તરીકે નીમ્યા હતા. ખાલીજાદે દોહામાં તાલીબાન અધિકારીઓ સાથે અત્યાર સુધી સાતવાર વાતચીત કરી છે. વાતચીત મોટેભાગે ચાર મુદ્દાઓ પર હતી, જેમાં અમેરિકાના સૈનિકોની વાપસી, આતંકવાદને નાથવાની ખાતરી, આંતરિક અફઘાન વાટાઘાટો અને યુદ્ધ વિરામ અંગે સમજૂતીનો સમાવેશ થાય છે.

જાકે ખાલીજાદે કહ્યું હતું કે, શાંતિની ચાલી કાબુલના હાથમાં છે. આ અર્ધસત્ય છે. અફઘાન ઈન્ટેલીજન્સના વડા અમરૂલ્લા સાલેહે કહ્યું કે, કાબુલમાં શાંતિ માટે મક્કમતા અને વચનબદ્ધતા છે પણ રાવલપિંડી પાસે તેની ચાવી છે.

નિષ્ણાતોનું માનવું છે કે, હતાશ અમેરિકાને અફઘાનિસ્તાનમાંથી એક વર્ષની અંદર સેનાને પાછી ખેંચવાની જરૂર છે, જેનાથી તાલિબાનને પોતાની શરતો નક્કી કરવા પ્રોત્સાહન મળ્યું છે. તાલિબાન વાટાઘાટોથી પાકિસ્તાનના વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપી રહ્યું છે. વંશીય રીતે જાઈએ તો બધા તાલિબાન આગેવાનો પખ્તુન નથી, ઘણા તાલિબાની પદાધિકારીઓ પાકિસ્તાની છે. અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનમાંથી તેની અને નાટોની સેનાને પાછી ખેંચવા અંગેની યોજના સપ્ટેમ્બર સુધીમાં નક્કી કરાશે.

એ જ સમયે બેઠકમાં સુરક્ષા દળો અને નાગરિકો સામેના તાલિબાનના ૧૮ વર્ષથી ચાલતા યુદ્ધનું વર્ણન જિહાદ તરીકે કરતો એક સંકલ્પ ચર્ચામાં આવ્યો હતો.

જેની કડક નિંદા કરતા અફઘાનિસ્તાનનાં સંસદ સભ્યોએ તેને ગેરબંધારણીય ગણાવ્યો હતો. તેમની દલીલ એ હતી કે, ૧૯૮૯માં સોવિએત સેના અફઘાનિસ્તાનમાંથી પાછી ગઈ ત્યારે જ જિહાદ સમાપ્ત થઈ ગયું હતું, ત્યાર બાદ થયેલી એક પણ લડાઈ જિહાદ નહતી, ટૂંકમાં શાંતિનો માર્ગ ઘણા અવરોધથી ભરાયેલો છે, જે સમયે આ બેઠક યોજાઈ ગઈ એ સ્પષ્ટ સંકેત આપે છે કે, પરિÂસ્થતિ હવે હળવી બની રહી છે. અફઘાનિસ્તાનમાં શાંતિ માટેનું આ મહત્વપૂપ્ણ પગલું ગણાય છે.

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામીદ કરઝાઈએ શાંતિ મંત્રણાને હકારાત્મક ગણાવી લોકોની લાગણીનો પડઘો રજૂ કરતા તેમણે કહ્યું કે, આંતર-અફઘાન સંવાદ દ્વારા અફઘાન તેમનું ભવિષ્ય નક્કી કરે તો જ અફઘાનિસ્તાનમાં શાંતિનું વાતાવરણ ઉભુ થશે. એસ.સી.ઓ. પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એસ.સી.ઓ.વિસ્તારમાં Âસ્થરતા અને સુરક્ષા માટે અફઘાનિસ્તાનમાં એકીકૃત, શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિની વાત ઉચ્ચારી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત, અફઘાનિસ્તાનની સરકાર અને લોકોના અફઘાન-નિયંત્રિત અને અફઘાન-આધારીત સર્વસમાવેશી શાંતિ પ્રક્રિયા સમર્થન આપવાનું ધ્યેય રાખે છે.

દુઃખદ બાબત તો એ છે કે, અફઘાનિસ્તાન હંમેશા રમત માટેનું મેદાન બની રહ્યું છે. જ્યાં બીજા દેશો વચ્ચે અફઘાનિસ્તાનને નિયંત્રિત કરવા વ્યુહાત્મક અને સૈદ્ધાંતિક લડત રમાય રહી છે. આ બાબત પર નજર રાખી રહેલા લોકોએ ખેંચતાણથી પાકિસ્તાન જેવી

આભાર - નિહારીકા રવિયા Âસ્થતિ નિર્માણ થશે. ભારત સહિત આ વિસ્તારોમાં જેહાદી પ્રવૃત્તિઓનું વિસ્તરણ થશે અને ચીનના પ્રાદેશિક ધ્યેય સિદ્ધીને બળ મળશે.

મનોજ આગ્જા, અપર્ણા ખૂંટ, નિકિતા શાહ, જતિન કામદાર

Comments