Skip to main content

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનની વધતી જતી સમસ્યા અંગે સમીક્ષા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાને ચીનની બે દિવસની મુલાકાત લીધી. તેમની આ મુલાકાતના બે દિવસ પહેલા પાકિસ્તાનની સેનાના વડા કમાર જાવેદ બાજવા પણ બીજીંગ પહોંચી ગયા હતા. તેમણે સેનાના વડા જનરલ ઝાંગ સાથે તેમજ ચીની સેનાના અન્ય ટોચના અધિકારીઓ સાથે મંત્રણાઓ કરી હતી. ત્યારબાદ જનરલ બાજવા, પ્રધાનમંત્રી ઇમરાનખાનની સાથે જ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગને પણ મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી ઇમરાનખાને છેલ્લા એક વર્ષમાં ત્રીજી વખત ચીનની મુલાકાત લીધી છે. બંને આગેવાનોએ તેમની મંત્રણાઓ બાદ જારી કરેલા સંયુક્ત નિવેદનમાં સમુદાય સહકારના આધારે નવા યુગના નિર્માણ માટે ચીન તથા પાકિસ્તાન વચ્ચેના સર્વકાલીન વ્યુહાત્મક સહકારને વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો. અપેક્ષા મુજબ આ નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ અંગે પણ એક ફકરામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

જો કે, ચીને કાશ્મીર મુદ્દે ભારત સાથે મંત્રણા વડે ઉકેલવાના પ્રયાસો કરવાના સ્પષ્ટ સંકેતો પાકિસ્તાનને આપ્યા છે. એક તરફ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગ ભારતની મુલાકાતે આવવાના હતા અને બીજી તરફ પેરીસમાં યોજાનારી આર્થિક કાર્યવાહી કાર્યદળ - એફ.એ.ટી.એફ.ની બેઠકમાં, પાકિસ્તાને આતંકવાદ સામે કરેલી કાર્યવાહીની સમીક્ષા કરીને તેને બ્લેકલીસ્ટ કરવું કે નહીં એ મહત્વનો નિર્ણય લેવાવાનો હતો તે ઘટનાઓ અગાઉ જ પ્રધાનમંત્રી ઇમરાનખાને ચીનની મુલાકાત લીધી હતી.

ઇમરાનખાન તથા જનરલ બાજવા, ચીનના ટોચના નેતાઓને મળીને કાશ્મીર મુદ્દે ચર્ચા કરીને ચીન તથા પાકિસ્તાન હજી પણ કાશ્મીર મુદ્દે એકસમાન વલણ ધરાવે છે તે બાબતને વિશ્વ સમુદાય સમક્ષ મુકવા ઇચ્છતા હતા. જો કે ભારતની મુલાકાત વખતે ચીનના રાષ્ટ્રપ્રમુખ જીનપીંગે મહાબલીપુરમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં કાશ્મીરનો ઉલ્લેખ સુધ્ધા કર્યો નથી.

તો બીજી તરફ ઇમરાનખાને, સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં કરેલા પ્રવચન તથા તેમની ચીનની મુલાકાતો અંગે પાકિસ્તાનમાં મિશ્ર પ્રતિસાદ સાંપડયો છે. પાકિસ્તાનના મોટાભાગના સમીક્ષકો તેમની કામગીરીમાં વાસ્તવિકતાની નજીક રહ્યા હતા. તેમણે પણ તારવ્યું હતું કે, ભારતે કાશ્મીર મુદ્દે કલમ 370 તથા 35 એ રદ કરવાના નિર્ણય તથા કાશ્મીરની પુનર્રચનાના નિર્ણય ઉપર ઇમરાને પ્રભાવ પાડવા કરેલા પ્રયાસો નિષ્ફળ ગયા છે.

બીજી રીતે કહીએ તો ભૂતકાળમાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટો, બેનઝીર ભુટ્ટો, અને નવાઝ શરીફે આ પ્રકારના ભાષણો આંતરરાષ્ટ્રીય મંચ ઉપર આપ્યા હતા. જોકે, તેના લીધે કાશ્મીર અંગેના ભારતના વલણમાં કોઈ ફેરફાર થયો ન હતો. સમગ્ર વિશ્વ વ્યવસ્થામાં ભારતનો વધતો જતો પ્રભાવ અને ભારત સાથેના વિશ્વની સત્તાઓના સંબંધો આ બાબત પણ કાશ્મીર મુદ્દે ભારતના વલણમાં મદદરૂપ બની છે. 

ઇમરાન ખાન અને તેમના સાથીઓને એ વાસ્તિવકતા સમજાઈ છે કે, ભારતે લીધેલા રાજદ્વારી પગલાઓના કારણે પાકિસ્તાનના પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે. બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને પાકિસ્તાની સેનાની ટીકા કરતાં જણાવ્યું હતું કે, ઇમરાન ખાન એ માત્ર એક કઠપૂતળી સમાન છે અને તેમના નિયંત્રણો અન્ય બળના હાથમાં છે. પાકિસ્તાનમાં મૌલાના ફઝલુર રહેમાન ઇસ્લામાબાદમાં રેલી યોજવાના છે. તેઓ ઇમરાન ખાનની નિષ્ફળ રાજનીતીઓનો પોતાના રાજકીય લાભ માટે ઉપયોગ કરવામાં માંગે છે. 

પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર સામે વધતો જતો ફુગાવો વધતી જતી બેરોજગારી, આવક અને મૂડીરોકાણનું ઘટતું જતું પ્રમાણ જેવા પડકારો ઊભા થયા છે. વૈશ્વિક સ્તરની સંસ્થાઓના સર્વેના તારણો જણાવે છે કે, પાકિસ્તાનની અર્થતંત્રની મજબૂતી અંગે લોકોમાં વિશ્વાસ ઘટતો જાય છે. લગભગ 79 ટકા લોકો માને છે કે, પાકિસ્તાન ખોટી દીશામાં આગળ વીધી રહ્યું છે. 

ઇમરાન ખાનની ઘટતી જતી લોકપ્રિયતા બિલાવલ ભુટ્ટો અને ફઝલુર રહેમાનના રાજકીય પ્રભાવને વધુ મજબૂત બનાવી રહી છે.



લેખક - ડોકટર - અશોક બેહુરીયા, 
દક્ષિણ એશિયા કેન્દ્રના વરિષ્ઠ ફેલો
શ્રીરંગ તેંડુલકર, નવીનભાઈ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...