આફ્રિકાના દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવાના હેતુથી ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુએ તાજેતરમાં કોમોરોસ તથા સિએરા લિયોનની મુલાકાત લીધી છે.
દરીયાઈ સરહદો ધ્યાનમાં લેતા ભારત પોતાની પ્રગતીના અનુભવો વહેંચવા તથા પાડોશી દેશ કોમોરોસની પ્રગતિમાં સહભાગી થવા હંમેશા ઉત્સુક છે.
ઉપરાષ્ટ્રપતિએ કોમોરોસના રાષ્ટ્ર પ્રમુખ અઝાલી અસસૌમાની સાથે મંત્રણાઓ કરી.
બંને આગેવાનોએ દ્વિપક્ષીય સહકાર વધારવાની નવી તકો ચકાસી હતી તથા બંને દેશો વચ્ચેના આરોગ્ય, આર્થિક, માહિતી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવાની સંમતી આપી.
આ પ્રસંગે ભારત અને કોમોરોસ વચ્ચેના આરોગ્ય, સલામતી તથા સાંસ્કૃતિક ક્ષેત્રોના સંબંધો વધારવાની સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
બંને દેશોએ પરસ્પર દેશોની અને ટુંકા સમયગાળાની સત્તાવાર તથા રાજદ્વારી મુલાકાતે આવનાર અધિકારીઓ માટે વીઝા મુક્તિ આપવાનો નિર્ણય લીધો.
ભારતે કોમોરોસમાં મોરોની ખાતે 18 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાવાળો વીજ પ્લાન્ટ સ્થાપવા તથા વ્યવસાયિક તાલીમ કેન્દ્ર સ્થાપવા 4 કરોડ 16 લાખ અમેરિકી ડોલરનું ધિરાણ આપવાનો નિર્ણય લીધો.
આ ઉપરાંત ભારત 10 લાખ અમેરિકી ડોલરની કિંમતની દવાઓ, 20 લાખ અમેરિકી ડોલર ઈન્ટરસેપ્ટર બોટો માટે તથા 10 લાખ અમેરિકી ડોલર પરિવહન માટેના સાધનો ખરીદવા આપશે.
આ ઉપરાંત ભારત કોમોરોસને એક હજાર મેટ્રીક ટન ચોખા આપશે.
એવી જ રીતે બંને દેશોએ ટેલી-એજ્યુકેશન તથા ટેલી-મેડિસીન ક્ષેત્રે સહકાર વધારવા માટે ઈ-વિદ્યાભારતી, ઈ-આરોગ્ય ભારતી કાર્યક્રમો હાથ ધરવાનો પણ નિર્ણય લીધો.
વૈશ્વિક સ્તરે જોતા ભારત અને કોમોરોસ આંતરરાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ બાબતે એકબીજાને સમર્થન આપતાં આવ્યા છે. ભારતે આતંકવાદ બાબતે લીધેલા વલણને કોમોરોસે સમર્થન આપ્યું છે. તેમજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદના સભ્યપદે ભારતના દાવાને કોમોરોસે ટેકો આપ્યો છે. તે બદલ ભારત કોમોરોસનો આભાર માન્યો હતો. ભારતે કોમોરોસના સર્વાંગી વિકાસ માટે સમર્થન આપવાનું વલણ દોહરાવ્યું હતું.
શ્રી વૈંકેયા નાયડુ ત્યારપછી સીએરા લીઓનની મુલાકાતે ગયા હતા. સીએરા લીઓનની મુલાકાતે જનાર તે પ્રથમ ઉચ્ચ પદસ્થ વ્યક્તિ હતા. બંને દેશો વચ્ચે એક સમાન અભિગમ અને મુલ્યોના લીધે સારા સંબંધો રહ્યા હતા. સીએરા લીઓનમાં શાંતિપૂર્ણ રીતે યોજાયેલી પાંચ ચૂંટણીઓ અને તે દ્વારા સંબંધીત દેશમાં લોકશાહી વ્યવસ્થા મજબૂત બની છે, તે અંગે ભારતે ખુશીની લાગણી વ્યક્ત કરી છે. ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ ગયા વર્ષે સીએરા લીઓનના રાષ્ટ્રપ્રમુખ પદે ચૂંટાવા બદલ શ્રી બીઓને અભિનંદન આપ્યા હતા. સીએરા લીઓનમાં શાંતિ અને સ્થિરતાની સ્થાપનામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ દળમાં સૈનિકો મોકલનાર પાંચ દેશોમાં ભારતનો સમાવેશ થયો હતો.
ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રપ્રમુખ જ્યુલીયસ બીઓ સાથે વિવિધ મહત્વના મુદ્દાઓ અંગે તથા વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા બાબતે ચર્ચા-વિચારણા કરી હતી. બંને આગેવાનોએ કૃષિ, માહિતી ટેકનોલોજી અને માળખાંકીય વિકાસ ક્ષેત્રોમાં સહકાર વડે મૈત્રીપૂર્ણ સંબંધો મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ભારતે સીએરા લીઓનને અત્યાર સુધી 21 કરોડ 75 લાખ અમેરિકી ડોલરનું ધિરાણ પુરું પાડ્યું છે. ભારત અને સીએરા લીઓન વચ્ચે સિંચાઈ ક્ષેત્રની યોજનાઓ માટે 3 કરોડ અમેરિકી ડોલરનું ધિરાણ આપવા અંગેની સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એવી જ રીતે બંને દેશોએ ટેલી-એજ્યુકેશન તથા ટેલી-મેડિસીન ક્ષેત્રે સહકાર વધારવા માટે ઈ-વિદ્યાભારતી, ઈ-આરોગ્ય ભારતી કાર્યક્રમો હાથ ધરવાનો પણ નિર્ણય લીધો. સીએરા લીઓનમાં શુભેચ્છાના પ્રતિકરૂપે ભારત એક હજાર મેટ્રીક ટન ચોખા મોકલશે.

Comments
Post a Comment