Skip to main content

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષ અંગે સમીક્ષા

ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રુહાનીએ જાહેરાત કરી છે કેઈરાને સંયુક્ત સર્વગ્રાહી કાર્ય યોજના – જે.સી.પી..હેઠળ આપેલી પ્રતિબદ્ધતાઓમાંથી કેટલાક મુદ્દાઓમાં ઈરાન પીછેહઠ કરશે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા પરમાણુ શસ્ત્રો અંગેની સમજુતીમાંથી બહાર પડવાનો નિર્ણય કર્યો હતો.
ત્યારપછી મધ્યપૂર્વના વિસ્તારોમાં અમેરિકાના દળો ગોઠવ્યા –  બંને પગલાંના પ્રતિભાવરૂપે ઈરાને જે.સી.પી..હેઠળ આપેલી પ્રતિબદ્ધતાઓ પૈકી કેટલાક મુદ્દે પાછા ખસવાની જાહેરાત કરી છે.
અમેરિકાએ ઈરાનના વિરોધમાં લીધેલા નિર્ણયના લીધે બંને દેશો વચ્ચે તનાવ ઉભો થયો છે.
અમેરિકાએ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં ઈરાન વચ્ચે કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવાની નીતિ અપનાવી છે.
અમેરિકાએ જે.સી.પી...ના અમલીકરણ બાદ ઈરાન સામેના કેટલાક પ્રતિબંધો હળવા અથવા દૂર કર્યા હતાતે પ્રતિબંધો ફરીથી અમલમાં મૂક્યા છે.
ત્યારપછી અમેરિકાએ ઈરાનની રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ તરીકે ઓળખાતા સંપૂર્ણ દળને આતંકવાદી જાહેર કર્યું હતું.
હવે ગયા મહિને અમેરિકાએ ભારતચીન જેવા દેશોને ઈરાન સાથેના ખાસ કરીને ખનીજ તેલની આયાત કરવા આપેલી છૂટછાટો પાછી ખેંચી લીધી છે.
અમેરિકાના આવા પગલાંઓથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણખા ઝરવાની શરૂઆત થઈ હતી.
અમેરિકાએ તેનું યુદ્ધ જહાજ અબ્રાહ્મ લીંકનને મધ્ય – પૂરક્વ એશિયામાં મોકલી આપ્યું છે બધી  પાર્શ્વભૂમિમાં ઈરાનની રાષ્ટ્રીય સલામતી પરિષદની બેઠકમાં  બધી  બાબતોની ચર્ચાના અંતે જેસીપીઓએ હેઠળ આપેલી પ્રતિબદ્ધતાઓમાંથી ખસી જવાલનો નિર્ણય ઈરાને લીધો છે.
ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રૌહાનીએ જા કે સ્પષ્ટતા કરી છે કેઈરાન જેસીપીઓએ હેઠળ આપેલી બધી  પ્રતિબદ્ધતાઓમાંથી ખસી જવાનું નથી.
દરમિયાન વિશ્વ આલમના કેટલાક દેશોએ પરમાણુ સમજૂતીમાંથી ખસી જવાના તથા ફરીથી પ્રતિબંધો લાદવાના અમેરિકાના નિર્ણયને કમનસીબ ગણાવ્યો છે.
યુરોપીયન સંઘે પરમાણુ † સમજૂતીને  બચાવવાના ખૂબ  સઘન પ્રયાસો કર્યા હતા પણ તે નિષ્ફળ ગયું છે.
જા આમ  ચાલતું રહેશે તો અમેરિકા  તેના બીજા પગલાંરૂપે ઈરાનના પરમાણુ ના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં  લઈ જશે અને  જા તેમ થાય તો  કોકડું  વધુ ગૂંચવાશે.
આજ સાચો સમય છે કેઆંતરરાષ્ટ્રીય સમુદાયયુરોપીયન સંઘેઅમેરિકા તથા ઈરાનને સમજાવીને તેમના વચ્ચે ફરીથી મંત્રણા શરૂ થાય તેવા સઘન પ્રયાસો કરવા પડશે.  
જો મંત્રણા ફરીથી શરૂ થાય તો અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતી રહેલા વિવાદનો સરળતાથી અને સુમેળભર્યો ઉકેલ મેળવી શકાશે.
મધ્યપૂર્વનો વિસ્તાર આમ પણ ઘણા વિવાદો અને સંઘર્ષોના કારણે તનાવગ્રસ્ત છેઆવા સમયમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બને તો તે  સમગ્ર  વિસ્તાર માટે વિનાશક પરિણામો લાવનારો નીવડી શકે છે.
ભારતે પ્રથમથી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કેબે દેશ વચ્ચેના વિવાદોના સમયે ભારત કોઈ એક દેશના નહીં પણ સંયુક્ત રાષ્ટ્રસંઘના નિર્દેશ અને મતને વધુ માન્ય રાખશે.
ભારતે બંને દેશોને માન્ય હોય તે રીતે સુમેળભર્યો ઉકેલ મેળવવાની તરફેણ કરી છે.
અમેરિકાએ ઈરાન ઉપર ફરીથી લાદેલા પ્રતિબંધોથી ભારતની ઉર્જા સલામતીને સીધી અસર થઈ છે.
કારણ કે ભારત ખનીજ તેલની નોંધપાત્ર આયાત ઈરાનથી કરતો હતો.
ભારતઈરાન તથા અમેરિકા-બંનેનો મિત્રદેશ હોવાથી પોતાના  બે મિત્રો વચ્ચેનો સંઘર્ષ ભારતના હિતમાં નહીં હોય.
લેખક-ડોક્ટર અસીફ શુજાઈરાનની બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...