Skip to main content

તુર્કી સાથેના ભારતના ઘનીષ્ઠ સંબંધો અંગે સમીક્ષા

ભારત અને તૂર્કી વચ્ચેના સંબંધો લાંબા સમર્થન ધીમા પરંતુ મક્કમગતિથી આગળ વધી રહ્યા છે છેલ્લા કેટલાંક સમયથી તેમાં વધુ પ્રગતિ જાવા મળી છે. બંને દેશોના રાજદ્વારીઓ તથા અધિકારીઓ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ છે. તૂર્કી ભારત સાથેના સંબંધો વધુ ઘનીષ્ઠ બનાવવામાં પ્રગતિ કરી રહ્યું છે. તો તેના પરંપરાગત સહયોગી પાકિસ્તાન સાથેના સંબંધો પણ ટકાવી રહ્યું છે. તૂર્કીના રાષ્ટ્રપતિના સલાહકાર ડોક્ટર ઇબ્રાહીમ કાલીનને આ હેતુથી જ ભારતની મુલાકાતે મોકલવામાં આવ્યા હતા. તેમણે વિવિધ સ્તરે બેઠકો યોજી અને ત્રાસવાદ તથા કટ્ટરવાદ નાબૂદ કરવામાં સહયોગ આપવા માટે વિચારણા કરી હતી. તેમણે એક પછી એક મક્કમ પગલાં ભરીને આર્થિક ભાગીદારી આગળ વધારવામાં પણ તૂર્કીની ઇચ્છ વ્યક્ત કરી હતી. ભારતે ખાસ કરીને સરહદ પારથી થતા ત્રાસવાદી હુમલાઓ અને તેને અપાતા સહયોગની ટીકા કરી છે. અને તેમાં તૂર્કી પણ સહયોગ આપે તેની પર ભાર મૂક્યો હતો. આ હેતુસર બંને દેશો સરહદપારના ત્રાસવાદથી અસર પામેલા હોવાથી સંયુક્ત સહયોગ માટે તૈયારી દર્શાવી છે. બેઠકમાં શ્રીલંકાનાં દેવળો પર કરાયેલા આત્મઘાતી બોમ્બ હુમલા અંગે પણ ચર્ચા થઈ હતી. શ્રી કાલીન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલને પણ મળ્યા હતા.
બંને દેશોએ વૈશ્વિક તથા પ્રાદેશિક પ્રશ્નો અંગે પણ વિચારણા કરી હતી. તેમાં દક્ષિણ એશિયા અને પશ્ચિમ એશિયાની Âસ્થતિ ઉપર પણ ખાસ ભાર મૂકાયો હતો. ત્રાસવાદને કોઈપણ સ્વરૂપે નાબૂદ કરવા તથા તેને સહયોગ આપતા અને નાણાં પૂરા પાડતાં ત¥વોને અલગ પાડી દેવા પર બંને દેશોએ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત ભારત અને તૂર્કીએ સાંસ્કૃતિક અને સભ્યતાલક્ષી સંબંધોમાં આગળ વધવા તત્પરતા દર્શાવી હતી. શ્રી કાલીને ભારતમાં જુદા જુદા ધાર્મિક અગ્રણીઓ તથા ઈસ્લામ અંગેના વિદ્યાનો સાથે પણ બેઠક કરી હતી. તેમણે કહયું કે કટૃરવાદ નાબુદી માટે ભારત અને તુર્કી કટીબધ્ધ છે. આ બેઠકમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા, બહુલવાદી અભિગમ અને ઈસ્લામની પરંપરા અંગે પણ વિચાર વિમર્શ થયો હતો.
શ્રી કુલીનની મુલાકાત બાદ તુર્કીના નાયબ વિદેશ મંત્રી સેદાન ઓનાલ પણ ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવી ગયા. તેમણે વિદેશ મંત્રાલયના પશ્ચિમ અંગેના સચિવ ગીતેશ શર્મા સાથે બેઠક યોજી હતી. બેઠકમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધો અંગે સમીક્ષા કરવામાં આવી. તેમાં વેપાર અને મુડી રોકાણ ક્ષેત્રના સંબંધો ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત સંબંધિત પ્રદેશમાં વિવિધ પ્રશ્નો અંગે વિચારણા કરવામાં આવી હતી.
તુર્કીએ પાકિસ્તાન સાથે પણ પરંપરાગત સંબંધો વધુ દૃઢ બનાવવાના પ્રયત્નો કર્યા છે. જા કે તુર્કીના રાષ્ટ્રપતિ રીસેપ એરડોગને સમગ્ર દક્ષિણ એશિયાના દેશો સાથે ઘનીષ્ઠ સંબંધો આગળ ધપાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. ર૦૧૭માં આ હેતુથી જ તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે વધુ ઘનીષ્ઠ સંબંધો આગળ વધારવા માટેની તત્પરતા દર્શાવી હતી. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે ત્યારે તેઓ ભારતીય વ્યવસ્થાથી ખુબ જ પ્રભાવીત થયા હતા. ખાસ કરીને તુર્કીમાં કેટલાક વર્ષ પહેલા થયેલા લશ્કરી બળવાની Âસ્થતિમાં ભારતની Âસ્થતિ અંગે તેમણે પ્રશંસા વ્યકત કરી હતી. ભારતના સંબંધો પશ્ચિમ એશિયાના ત્રણ દેશો સાઉદી અરેબીયા, ઈરાન અને તુર્કી સાથે સંતુલીત સંબંધો રાખે છે. ત્રાસવાદ અંગેની સરહદ પારની પાકિસ્તાનની નીતી અંગે રાજયની નીતી અંગે પણ ખુબ જ સ્પષ્ટ નીતી પ્રવર્તે છે.
ભારતમાં પ્રવાસન, બાંધકામ, માળખાકીય બાબતો અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે મુડી રોકાણની વ્યાપક તક અંગે પણ બંને દેશોએ કાર્યવાહી કરી છે. બંને દેશો વચ્ચેનો વેપાર ઝપડથી આગળ વધી રહયો છે. હાલ ૮.૬ અબજ ડોલરનો વેપાર છે અને તે ર૦ર૦ સુમાં દસ અબજ ડોલર થાય તેવી અપેક્ષા છે. તુર્કીમાં એફએમસીજી ઉત્પાદનો ભારતીય બજારમાં આવી રહયાં છે.
બંને દેશો વચ્ચે બળતણ, ફાઈબર, ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ, ઓર્ગેનીક રસાયણો માટે ખુબ જ વ્યાપક તક રહેલી છે. આ ઉપરાંત ખનીજ, લોખંડ, સ્ટીલની બનાવટ, ઝવેરાત, આરસ પહાણ માટેનો પણ વેપાર મહત્વનો છે.

ભારત અને તુર્કી વચ્ચે ઐતિહાસિક સંબંધો પણ મહત્વ પુર્ણ છે. ઓટોમન સુલતાનોએ ૧૪૮૧-૮ર દરમિયાન ભારત સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા. સુફી સંતો મૌલાન જલાબુદૃન રૂમીની વિચારધારાને પણ ભારતમાં સ્થાન મળ્યું છે. બાલકન યુધ્ધ વખતે ડોકટર અનસારી તુર્કી ગયા હતા. ખિલાફત ચળવળમાં અને તુર્કીની આઝાદીની લડતમાં પણ ટેકો આપવામાં આવ્યો હતો. પ્રથમ વીશ્વ યુધ્ધ દરમિયાન તુર્કીને થયેલા અન્યાય અંગે મહાત્મા ગાંધીજીએ પણ મહત્વપુર્ણ વલણ અપનાવ્યું હતું.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...