Skip to main content

જી 20 ફાઈનાન્સ મિનિસ્ટર્સ અને સેન્ટ્રલ બેંક સરકારો મળ્યા

વિશ્વના વિકસતા અર્થતંત્રના દેશોના સંગઠન જી-ટવેન્ટીની બેઠક તાજેતરમાં જાપાનના કુકુઓકા ખાતે યોજાઈ ગઈ. બે દિવસની આ બેઠકમાં આ મહત્વના વીસ દેશોના નાણાં મંત્રીઓ અને મધ્યસ્થ બેંકોના ગવર્નરો હાજર રહયા હતા. હાલ જયારે વિશ્વ આખુ એક ભયંકર નાણાંકીય કટોકટીમાંથી પસાર થઈ રહયું છે ત્યારે આ બેઠકનું મહત્વ વધી ગયું છે. આ બેઠકમાં જી-ટવેન્ટી દેશોએ વેપારને લગતી સમસ્યાઓ તથા આયાત – નિકાસ પર લાગતા વેરાઓ અંગે ચર્ચા કરી. આ ઉપરાંત જી-ટવેન્ટી દેશોના વડાઓની જુથનના અંતમાં ઓસાકામાં મળનારી બેઠક માટેનો એજન્ડા પણ વિચારવામાં આવ્યો હતો. મહત્વના મુદૃઓમાં એક મુદૃ બે આર્થિક સત્તા વચ્ચેનું વેપારયુધ્ધ પણ હતો. અમેરિકા અને ચીન દ્વારા અપનાવવામા ંઆવતી સુરક્ષાત્મક નીતીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી અને બંને દ્વારા લાગુ કરવામાં આવેલી એન્ટી ડમ્પીંગ ડયુટીની અસરો પર પણ વિશેષ ચર્ચા કરી હતી. આ ઉપરાંત બહુરાષ્ટ્રીય ટેકનોલોજી અને ડીજીટલ કંપનીઓ જયારે વેપાર કરતી હોય ત્યારે નવી ટેક્ષ વ્યવસ્થા જરૂરી હોવાનું જણાવ્યું હતું. ફેસબુક અને ગુગલ તથા વોટસઅપ જેવા સામાજિક માધ્યમો દ્વારા થતાં વેપારની પણ સીધી અસરો પર વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગેરકાનુની નાણાં વ્યવહાર, બેંકના કૌભાંડ, નાણાંકીય ગુનાઓ અને આર્થિક ગુનાઓ અંગે પણ ચર્ચા થઈ હતી.

જી-ટવેન્ટી દેશોના સંગઠનની બેઠક આ પરિÂસ્થતિમાં મહત્વની બને છે, ખાસ તો અમેરીકા અને ચીન વચ્ચેનો વેપાર અત્યારે સંકટમાંથી પસાર થઈ રહયો છે. બંને દેશોએ એકબીજાના દેશમાંથી થતી આયાત પર આયાતી વેરા લાગુ કર્યા છે. તેના પરીણામે બંને વચ્ચેના વેપારને ઘણી અસર થઈ છે. સાથો સાથ અન્ય દેશોને પણ અસર થઈ છે. ચીન સાથેના વેપારમાં અમેરિકાએ ૩૭૯ અબજ ડોલરની વેપારખાદ્ય હોવાનો ઉલ્લેખ કર્યો છે. પરીણામે અમેરિકાએ ચીનમાંથી આયાત કરાતા અઢીસો અબજ ડોલરની ચીજ વસ્તુઓ પર રપ ટકા વધારાનો કર લાગુ કર્યો છે. તેની સામે ચીને પણ વળતો પ્રહાર કર્યો અને ૧૧૦ અબજ ડોલરની અમેરીકાની આયાત પર વેરા લાગુ કર્યા છે. આ તમામ બાબતોની સીધી અસર અન્ય દેશોના વેપારને પણ થઈ છે. વિશ્વ વેપારમાં પણ હાલ ઘટાડો નોંધાયો છે. તેના કારણે વેપાર વૃÂધ્ધમાં પણ ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ધ્વારા વૈશ્વિક વૃÂધ્ધ દરમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે. તે ચાલુ વર્ષે ૩.૬ ટકા થી ઘટીને ૩.૩ ટકા રહે તેમ લાગે છે. તેનું મહત્વનું કારણ ચીન અને અમેરીકા વચ્ચેનું વેપારયુધ્ધ માનવમાં આવે છે. આશા રાખવામાં આવી રહી છે કે ઓસાકામાં મળનારી જી-ટવેન્ટી દેશોના વડાઓની બેઠકમાં બંને દેશોના વડા વચ્ચે બેઠક યોજાય અને વેપાર યુધ્ધનો અંત આવે. જા કે અમેરીકાના નાણાં બાબતોના મંત્રી સ્ટીવન નુચીનના નિવેદન અનુસાર કોઈ મહત્વની આશા દેખાતી નથી. કુકુઓકા બેઠકમાં તેમણે ભાગ લીધો હતો, અને વેપાર યુધ્ધની અસરથી અમેરિકામાં વાંધો નહી આવે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે જા વેપાર સંબંધોમાં સુધારો નહી આવે અને અમેરીકાનું હીત નહી જળવાય તો અમેરીકા ૩૦૦ અબજ ડોલરની કિંમતની આયાત પર વધુ વેરા ઝીંકશે. અમેરિકા માને છે કે તેના આ નિર્ણયની સીધી અસર ચીનમાં મુડી રોકાણ અને ઉત્પાદન પર થશે. તેમાં અન્ય દેશો અને અમેરીકાના ઉદ્યોગોને પણ અસર થવાની છે. પરીણામે અર્થતંત્રને અસર થઈ શકે છે. અમેરિકાના નાણાં મંત્રીના નિવેદનની અસર યુરોપના દેશોને પણ થાય તેમ છે. નવુ મુડીરોકાણ ઈચ્છતા દેશોમાં આ બાબત પડકારજનક ગણાઈ રહી છે. અમેરિકા અને ચીન પછી ત્રીજા ક્રમે જાપાનનું અર્થતંત્ર છે. ત્યાં જ આ જુથની રચના બાદ ૧૯૯૯ પછી સૌ પ્રથમવાર બેઠક યોજાઈ છે. જાપાનના નાણાંમંત્રી તારા અસોએ જણાવ્યું કે ચીન અને અમેરીકા દ્વારા અપનાવવામાં આવેલી સુરક્ષાની નીતી અર્થતંત્રને વ્યાપક અસર કરશે અને જાપાનનું અર્થતંત્ર પણ નબળુ પડશે.

ભારતીય નાણાં મંત્રીએ દ્વિપક્ષી આર્થિક સહકાર ધ્યાનમાં રાખીને કરવેરા માળખું હળવુ બનાવવા અનુરોધ કર્યો હતો. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે તેમનો નાણાંકીય હેતુ પણ સ્પષ્ટ કર્યો હતો. ભારતે નવી જ કરવેરા વ્યવસ્થા પર ભાર મુકયો છે અને તેના વિના મહેસુલી આવક પર અસર થશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત ડીજીટલ વ્યવહારથી થતી કરવેરાની ચોરીનો મુદૃ પણ ઉભો કરાયો હતો.

જી-ટવેન્ટી દેશોના સંગઠનમાં વિશ્વની બે તૃતિયાંશ વસતિને આવરી લેવામાં આવી છે અને વિશ્વનો ૮પ ટકા વેપાર આ દેશો દ્વારા થાય છે. આ બેઠકની સાથો સાથ પ૦ દેશોના વાણીજય મંત્રીઓની પરિષદ પણ યોજાઈ હતી.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...