Skip to main content

મોદી સરકારની બીજીવાર શપથવિધિ


પ્રચંડ જનાદેશ બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રધાનમંત્રી તરીકે બીજીવાર શપથ લીધી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી સહિત પ૮ કેન્દ્રીય મંત્રી મંડળના સભ્યોને હોદૃ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. કેન્દ્રીય મંત્રીમંડળમાં ભાજપ તથા તેના સાથી દળોમાંથી પ્રતિભાવાન લોકોનો સમાવેશ કરાયો છે.

શ્રી મોદીએ મંત્રી મંડળમાં શ્રી જયશંકરની કરેલી વરણી આશ્ચર્યજનક છે. શ્રી જયશંકર ભારતીય વિદેશ મંત્રાલયનો મહત્વપુર્ણ હિસ્સો રહયા છે. ચીન બાબતે તેમની નિપુણતા મહત્વપુર્ણ બની રહી છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો પણ કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરાયો છે. તેઓ સરકારમાં મહત્વપુર્ણ ભાગ ભજવશે તેવુ મનાય છે.

શ્રી મોદીએ આ જનાદેશને સમગ્ર દેશની જનતાની આકાંક્ષાપુર્તિ માટેનો આદેશ ગણાવ્યો છે. નવા કેન્દ્રીય મંત્રીમંડળમાં આ દેશના વિવિધ ક્ષેત્રોના સભ્યોનો તથા યુવાઓનો કરાયેલો સમાવેશ આ આકાક્ષા પરીપુર્ણ કરવાનો પ્રયાસ સમાન છે. શ્રી મોદીએ અગાઉ જણાવ્યું હતું તેમ નવુ મંત્રીમંડળ નારા એટલે કે રાષ્ટ્રીય ધ્યય અને પ્રાદેશિક આકાંક્ષાના સુત્ર પર કામ કરશે. તેમણે કહયું કે સુશાસન સાથે સર્વસમાવેશી વિકાસ તેમનો લક્ષ્ય છે. મંત્રી મંડળમાં મંત્રીઓની પસંદગીમાં કેટલાક જુના મંત્રીઓને યથાવત રખાયા છે. તો કેટલાક નવા લોકોને સ્થાન આપી પરીવર્તન પણ કરાયું છે. શ્રી રાજનાથસિંહ, શ્રી નીતીન ગડકરી, શ્રી રામ વિલાસ પાસવાન, રી નરેન્દ્રસિંહતોમર, શ્રી પિયુષ ગોયલ, સુશ્રી સ્મૃતિ ઈરાનીને ફરી વખત મંત્રી મંડળમાં સ્થાન આપ્યું છે. તો શ્રી ગજાનંદ સિંહ શેખાવત, શ્રી ગીરીરાજ સિંધ અને શ્રી મહેન્દ્ર નાથ ખેડેનેતેમની કામગીરી આધારે મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે.

પ૮ સભ્યોની મંત્રી મંડળમાં ર૪ કેબીનેટ મંત્રીઓ, ૯ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજયમંત્રીઓ તથા અન્ય ર૪ રાજયમંત્રી મંત્રીઓનો સમાવેશ થાય છે. ચુંટણી પરીણામોમાં એનડી મોર્ચાને લગભગ દરેક રાજયમાં બહોળુ સમર્થન મળ્યું છે માટે મંત્રીમંડળમાં દેશભરના વિવિધ વિસ્તારોના મંત્રીઓને અપાયેલુ સ્થાન રાષ્ટ્રીય સરકારની ભાવનાને ખરી રીતે ઉજાગર કરતું બની રહયું છે. સૌથી વધુ આશ્ચર્યજનક બાબત ઓડીસાના બાલાસોર સંસદીય મત વિસ્તારમાં નાની ઝુંપડીમાં રહેતા શ્રી પ્રતાપ ચંદ્ર સારંગીનો સમાવેશ થાય છે. શ્રી સારંગી અત્યંત સાદગીપુર્ણ જીવન જીવે છે.

નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સાથે ૧૭મી લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે નવા ચૂંટાયેલા ઉમેદવારોને લોકસભાના સાંસદ સભ્ય તરીકે શપથ લેવડાવવા, મંત્રી મંડળની પહેલી બેઠકમાં સંસદના ટુંકા ગાળાનું સત્ર બોલાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.

ભારતને સાચા અર્થમાં મહત્વાકાંક્ષી લોકશાહી ગણવામાં આવે છે. ૯૦ કરોડથી વધુ મતદારોમાંથી ૬૭ ટકા મતદારોએ શ્રી મોદીના વિકાસ લક્ષ્યોને પસંદગી આપી હતી. વિકાસ માટે સમર્પિત સરકાર વૈશ્વિક અર્થતંત્ર માટે પણ સારી આગાહી ગણાય છે.

મોદી સરકારે બીજીવાર પદભાર સંભાળ્યો એ સમયે વૈશ્વિક અર્થતંત્રમાં નાણાકીય તંગીનો માહોલ જાવા મળે છે જે નવી સરકાર માટે મોટી ચિંતાનો વિષય બની શકશે. અગાઉ જ અમેરિકા અને ચીન વચ્ચે વેરા અંગે વિવાદ સર્જાયો છે. તો બીજી તરફ અમેરિકાએ ઇરાન પર ફરી પ્રતિબંધો મુકતા પર્શિયાના અખાતી પ્રદેશોમાં તણાવ વધી ગયા છે. જેના પગલે કાચા તેલની કિંમતોમાં વધારો થયો છે. જેથી સીધો પરિણામ ભારતની મોંઘવારી પર થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર તેમના પહેલા કાર્યકાળ દરમિયાન મોંઘવારી નિયંત્રણમાં રાખવા સફળ રહી હતી. આ કાર્યકાળમાં પણ તેઓ મોંઘવારી નિયંત્રણમાં રાખશે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત નવી સરકાર, ખેડૂતોની જીવનમાન સુધારવા કૃષિ ક્ષેત્ર માટે નવા કાર્યક્રમો જાહેર કરશે, તેવી પણ અપેક્ષા છે.

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા મોદી સરકારના ભવ્ય શપથગ્રહણ સમારોહમાં બિસ્ટેક દેશોના આગેવાનો, કિરગીઝ ગણતંત્રના રાષ્ટ્રપતિ, મોરિશસના પ્રધાનમંત્રી ઉપÂસ્થત રહ્યા હતા. જે પાડોશી પ્રથમ નીતી માટેની ભારતની પ્રતિબદ્ધતા બતાવે છે. એનાથી દેશ સહિત આસપાસ પ્રદેશમાં સામુહિક સમૃદ્ધિ લાવવાનો ભારતનો ઉદ્દેશ પણ સ્પષ્ટ થાય છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...