Skip to main content

ફાઈવ-જી અદ્યતન ટેકનોલોજીના યુગમાં પ્રવેશવા સજ્જ ભારત અંગે સમીક્ષા

આગામી ૧૦૦ દિવસોમાં ભારતમાં પાંચમા પેઢીની અથવા ફાઈવ જી મોબાઈલ કોમ્યુનિકેશન ટેકનોલોજીના પ્રત્યક્ષ ઉપયોગના પરિક્ષણોનો આરંભ થશે.

ફાઈવ-જી ટેકનોલોજીવાળા ફોનના નેટવર્કમાં પ્રતિભાવ માટે ઓછો સમય લાગશે, જાડાણની ગતિ વધી જશે, તેમજ હાલની ફોર-જી ટેકનોલોજીના બદલે કામગીરીની વિશ્વસનીયતામાં વધારો થશે. નવી અદ્યતન ફાઈવ –જી ટેકનોલોજીના પરિણામે સંદેશાવ્યવહાર ક્ષેત્રે આવનારી ક્રાંતિની અસર સમગ્ર દેશમાં જાવા મળશે.

નવી ટેકનોલોજી વર્તમાન ટુ-જી, થ્રી-જી તથા ફોર-જી ટેકનોલોજીને પૂરક વ્યવસ્થા બને તેવી ધારણા છે. ફાઈવ-જીના કારણે ડિજીટલ સર્વ સમાવેશકતા લાવવામાં મહત્વની કામગીરી થશે, જે ભારતમાં સામાજિક ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવામાં પણ મદદરૂપ બની શકશે.

ભારતના દૂરસંદેશાવ્યવહાર મંત્રી રવિશંકર પ્રસાદે તેમના મંત્રાલયનો કાર્યભાર સંભાળતી વખતે આશા વ્યક્ત કરી છે કે, ફાઈવ-જી ટેકનોલોજી, દેશના ગ્રામીણ વિસ્તારો સુધી ટેકનોલોજીના લાભો પહોંચાડવામાં મદદરૂપ બનશે, તેમજ તેનો ઉપયોગ સમાજના વંચિત વર્ગ માટે આરોગ્ય, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં કરવામાં આવશે. દેશમાં ફાઈવ –જી ટેકનોલોજીના પ્રત્યક્ષ પરિક્ષણો ઓછામાં ઓછા છ મહિના સુધી ચાલશે.

ફાઈવ-જી ટેકનોલોજીનો સેવા ક્ષેત્રમાં પ્રવેશ તબક્કાવાર થશે તથા આગામી ૨૦૨૪ સુધીમાં તે સમગ્ર દેશમાં સંપૂર્ણ રીતે કાર્યરત થશે. ફાઈવ-જી માટે વર્લ્ડ વાઈડ વાયરલેસ વેબ તરીકેનો ટર્મ રચવામાં આવી છે. અગાઉની પેઢીના મોબાઈલ નેટવર્કો માત્ર સેવા ક્ષેત્રમાં હતા. જેમ કે, ફર્સ્ટ-જી ફોન, તે સમયે ક્રાંતિકારી શોધ હતી, પણ લો લેવલની સ્પેક્ટ્રમના લીધે, ઓછી કાર્યદક્ષતા તથા સલામતીના ઓછા ફીચર સાથે, તે કાર્ય કરતાં હતા. સેકન્ડ-જીના મોબાઈલ ડિજીટલ ટેકનોલોજી આધારિત હતા. આ વધુ સલામત તથા નવા ફિચરવાળા હતા અને સંદેશા મોકલવા સમક્ષ હતા. આ ઉપરાંત સંદેશાવ્યવહારના દરોમાં ઘટાડો શક્ય બન્યો.

થર્ડ-જી નેટવર્કનું ધ્યેય ઝડપ સાથે ડેટાનું હસ્તાંતરણનું હતું. જ્યારે ફોર્થ-જી ટેકનોલોજી આઈ.પી. આધારિત ટેકનોલોજી છે અને એક જી.બી.પી.એસ.ના દરે ડેટા આપવા સમક્ષ છે. ફાઈવ-જી આ બધી જ સીમાઓ ઓળંગશે. આ ટેકનોલોજી ફોન ઉપરાંત, મશીન, સેન્સર, વાહનો જેવા ઉપકરણોને પણ સાંકળી લેશે. આના લીધે નવી આર્થિક તકો ઉભી થશે. આમ સમગ્ર રીતે ફાઈવ-જી સેવા ભારતીય સમયમાં મોટું પરિવર્તન લાવશે. આ ટેકનોલોજી વિકાસના પરંપરાગત અવરોધો ઓળંગવામાં મદદરૂપ થશે. આમ ફાઈવ-જી ડિજીટલ ઈÂન્ડયા મીશનની ઉપયોગીતા વધારવામાં ઉપયોગી નીવડશે. આ ટેકનોલોજી ડેટા વધુ પ્રમાણમાં અને વધુ સરળતાથી ફેરવવામાં ઉપયોગી નીવડશે.

ફાઈવ-જી, ભારતીય જરૂરિયાત મુજબ ઘણી એપ્લીકેશનોને મદદરૂપ થવાની લવચીકતા ધરાવે છે. આનું બીજું ઉદાહરણ જાઈએ, તો ટેલીફોન માટેની લાઈનો બિછાવવાની કામગીરી મોંઘી હોવાથી ટેલિફોનધારકોનું પ્રમાણ પૂર્ણ ક્ષમતાથી ૧૯૯૦ના દાયકામાં વધી શક્યું ન હતું. જા કે, મોબાઈલ નેટવર્ક આવતા ટેલિફોનનો ત્યાપ ૧૯૯૫માં પાંચ ટકા સુધી મર્યાદિત હતો, તે વર્ષ ૨૦૧૦ સુધીમાં વધીને ૯૫ ટકા થયો હતો. આના સારા પરિણામ ભારતીય અર્થતંત્ર ઉપર થયા હતા. ફાઈવ-જીની વાત કરીએ તો તેના લીધે ઉત્પાદ ક્ષેત્રે ઉત્પાદનોની ગુણવત્તા વધુ ચોકસાઈવાળી કરી શકશે. ખાસ કરીને સલામતી કે, ચોકસાઈના કારણે જે ક્ષેત્રમાં માનવી સારી કામગીરી કરી શકતા નથી, તે ક્ષેત્રે રોબોટની મદદથી શ્રેષ્ઠ કામગીરી થઈ શકશે.

ફાઈવ-જીની મદદથી વસ્તુઓના કાચા માલથી લઈને તૈયાર ઉત્પાદનો સુધીની કામગીરી ઉપર ધ્યાન રાખી શકાશે. કૃષિ ક્ષેત્રે પણ ફાઈવ-જી ટેકનોલોજી ખેતી કરવી, સિંચાઈ, જમીનની ગુણવત્તા સુધારવી જેવી કામગીરી ઉપર પણ ધ્યાન રાખી શકાશે. ઊર્જા ક્ષેત્રે સ્માર્ટ ગ્રીડ તથા સ્માર્ટ મીટરિંગ, તેમજ આરોગ્ય ક્ષેત્રે ટેલી મેડિસીન ક્ષેત્રે ફાઈવ-જી ટેકનોલોજી ઉપયોગી નીવડશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...