Skip to main content

પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર સામે ઝુંબેશ

ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ પાકિસ્તાનમાં વ્યાપક બની છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ સામે કરાયેલી કાર્યવાહી બાદ હવે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસીફ ઝરદારી પર પણ સકંજા કસાયો છે. તાજેતરમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે સપાટો બોલાવ્યો છએ અને ભ્રષ્ટાચાર સામેની જેહાદ જગાવી છે, તેની રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા નેશનલ એકાઉન્ટેબીલીટી બ્યૂરો દ્વારા ખોટા બેન્ક ખાતાંઓના કેસમાં આસીફ અલી ઝરદારી સામે કાર્યવાહી કરીને ધરપકડ કરી છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા બિલાવલ ભુટ્ટોના પિતા ઝરદારી પાકિસ્તાનની સંસદ નેશનલ એસેમ્બલીના સાંસદ પણ છે. તેમની આગોતરા જામીન અરજી ઈસ્લામાબાદ વડી અદાલતે નકારી કાઢી હતી. પરિણામે ધરપકડ માટેનો માર્ગ ખુલ્લો મૂકાયો હતો, તેની સાથે તેમની બેન ફરયાલ તાલપુરની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ બાબત મૂળ ૨૦૧૫ની છે. પાકિસ્તાનની તપાસ સંસ્થા - ફેડરલ ઈન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા ખોટા હેન્ક ખાતાઓ અને બનાવટી નાણાં વ્યવહાર અંગેનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ હેતુથી ૨૯ જેટલાં બોગસ બેન્ક ખાતાંઓ જપ્ત કર્યા હતા, તેમાં સમીટ બેન્ક, સિન્ધ બેન્ક અને યુબીએચ બેન્કનો સમાવેશ થાય છે. શરૂઆતમાં સાત જણા સામે કાર્યવાહી કરવામાં આવી હતી, તેમાં આસીફ અલી ઝરદારી અને તેમની બેન ફરયાલ તાલપુરનો પણ સમાવેશ થયો હતો. તેઓ દ્વારા ભ્રષ્ટાચાર હેઠળ મળી રહેલી આવક આ ખાતાઓમાં જમા કરવામાં આવતી હતી. આ અંગેની તપાસમાં ઢીલને જોતાં સર્વોચ્ચ અદાલતે કાર્યવાહી કરવા માટે સુઓમોટો અરજી કરવામાં આવી હતી. આ માટે અદાલતે એક તપાસ એજન્સીની પણ રચના કરી હતી. આ સંયુક્ત અહેવાલ અદાલતમાં રજુ કરવામાં આવ્યો હતો, તેમાં ૩૩ જેટલા બોગસ બેન્ક ખાતાંઓ જાણવા મળ્યા હતા. આ કૌભાંડ સાથે સંકળાયેલા ૧૭૦ જણા સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને તેઓ દેશ છોડીને ન જાય તેની તકેદારી રાખવામાં આવી હતી. આ કૌભાંડમાં એક બનાવટી કંપની રચવામાં આવી હોવાની માહિતી પણ બહાર આવી હતી અને તે કંપનીને સાડા ચાર અબજ રૂપિયા આપવામાં આવ્યા હતા, તેમાંથી ૩ કરોડ રૂપિયા આસીફ અલી ઝરદારી જૂથને ચુકવાયા હતા. આ માટેના બે જુદા જુદા વ્યવહારો પણ ધ્યાનમાં આવ્યા હતા. આ માટે તપાસ એજન્સીએ તમામની સામે કેસ કર્યા હતા. કરાંચીની બેન્કીંગ અદાલત દ્વારા આ સંદર્ભમાં ધરપકડ વોરન્ટ બહાર પાડવામાં આવ્યા હતા. પરિણામે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાએ આગોતરા જામીન મેળવ્યા હતા. તેમણે આ હેતુથી ઈસ્લામાબાદ વડી અદાલતમાંથી જામીન મેળવી લીધા હતા. ઓગસ્ટ ૨૦૧૮માં આ કેસને કરાંચી એકાઉઉટેબિલીટી બ્યૂરોમાંથી ફેરબદલ કરાયો હતો અને ઈસ્લામાબાદ બ્યૂરોને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં મૂડીરોકાણકારોએ આસીફ અલી ઝરદારી વગ વાપરતાં હોવાના આક્ષેપો કર્યા હતા. તપાસ દરમિયાન મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે બે આરોપીઓ અદાલતના સહયોગી બન્યા અને આસીફઅલી ઝરદારી તથા ફરયાલ તાલપુરની વિરોધમાં સાક્ષી બનવા તૈયારી દર્શાવી, તેના કારણે ઝરદારીના ઘણા સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં બંને ભાઈ-બહેન જામીન પર છૂટેલા હતા. પરિણામે તેનો પણ વ્યાપક વિરોધ થયો હતો.

ગયા સોમવારે તેમની જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી અને એટલે ધરપકડ માટેનો રસ્તો ખુલ્યો હતો.

પાકિસ્તાનમાં હાલ ઈમરાન ખાનની સરકાર દ્વારા મહત્વના ઘણા પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવ્યું છે, તેમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારી પણ મુખ્ય છે. પરિણામે ભ્રષ્ટાચારના તમામ આરોપીઓને જેલને હવાલે કરવા માટેની કટીબદ્ધતા વ્યક્ત કરી સખ્ત કાર્યવાહી તૈયારી દર્શાવી હતી.

પાકિસ્તાનનું અર્થતંત્ર આમ પણ ઘણા સમયથી ડામાડોલ છે તે માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને ચીન તથા સાઉદી અરેબિયા જેવા દેશોએ તેને વિશેષ પેકેજ પણ પૂરું પાડ્યું છે.

પાકિસ્તાન સરકાર નાણાંકીય સ્વાયત્તતા દ્વારા અર્થતંત્રને બેઠું કરવા પ્રયત્નશીલ છે, ત્યારે આ પ્રકારનાં છીંડા પૂરવાં પણ તેના માટે જરૂરી બને છે. ઈમરાન ખાને ભ્રષ્ટાચારીઓ સાથે સખ્ત કાર્યવાહીની ચેતવણી આપેલી છે. નૂતન ભારતની જેમ ત્યાં પણ નૂતન પાકિસ્તાનની સંકલ્પના ઈમરાન ખાને રજુ કરી છે. ભ્રષ્ટાચાર નાબુદ કરીને વધુને વધુ નાણાં દ્વારા જાહેર સુવિધાઓ ઉભી કરવાનું વનચ આપ્યું છે. શિક્ષણ, આરોગ્ય માટેનાં માળખાં ઉભા કરવાના પ્રયત્નો આદર્યા છે. તેમણે રીયાસતે મદીના ઉભી કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે અને કલ્યાણ રાજ્યનો અભિગમ અપનાવ્યો છે. જાકે ત્રાસવાદ અને તેને મળતી નાણાં સહાય અંગે તેમણે હરફ પણ ઉચ્ચાર્યો નથી.

લેખકઃ આકાશવાણીના સમાચાર વિશ્લેષક, કૌશિક રોય

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...