Skip to main content

ભારતે, આફ્રિકા સાથેના સંબંધો મજબૂત બનાવવા લીધેલા પગલાં અંગે સમીક્ષા

કેન્દ્રમાં મોદી સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ તરત વિદેશ રાજ્યમંત્રીને ત્રણ દિવસની નાઇજીરીયાની મુલાકાતે મોકલ્યા છે, બાબત દર્શાવે છે કે, ભારત આફ્રિકાના દેશો સાથે સંબંધો વધુ સુદૃઢ બનાવવા ખૂબ ઉત્સુક છે. વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને નાઇજીરીયામાં લોકશાહી દિવસની ઉજવણીમાં ભાગ લેવા ઉપરાંત નાઇજીરીયાના રાષ્ટ્રપ્રમુખ મુંહમદુ બુહારી અને ઉપરાષ્ટ્રપ્રમુખ યેમી ઓસીનબાજા, સાથે પણ મંત્રણાઓ કરી છે. ઉજવણીમાં ભાગ લઈ રહેલા દક્ષિણ આફ્રિકા, ઇથોપીયા તથા ઇજીપ્તના વિદેશમંત્રીઓ સાથે તથા અન્ય આગેવાનો સાથે પણ વાતચીત કરી છે. ભારતના વિદેશરાજ્યમંત્રીની મુલાકાતથી બંને દેશો વચ્ચેના સુદૃઢ સંબંધો અંગે માહિતી મળે છે. વર્ષ ૨૦૦૭માં ભારત અને નાઇજીરીયાના સંબંધા વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધ્યા હતા. બંને દેશો સંરક્ષણ ક્ષેત્રે પણ મજબૂત સંબંધો ધરાવે છે. ભારત અને નાઇજીરીયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૧.૭૬ અબજ ડોલરનો હતો. નાઇજીરીયામાં ભારતીયો નોંધપાત્ર સંખ્યામાં વસવાટ કરે છે. આફ્રિકાના દેશો, ભારતને ખનીજતેલનો પુરવઠો કરનાર દેશોમાં પાંચમા ક્રમે છે તથા સીએનજીનો પુરવઠા કરનાર દેશો બીજા ક્રમે છે. નાઇજીરીયા ભારતમાં આયાત થનાર ખનીજ તેલમાં ૧૨ ટકા હિસ્સો ધરાવે છે. આમ ઉર્જા જરૂરિયાત ક્ષેત્રે નાઇજીરીયા ભારતની દૃષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે. એટલું નહીં પણ વેપારની દૃષ્ટિએ સમગ્ર આફ્રિકા ખંડ ભારતની દૃષ્ટિએ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. શ્રી મુરલીધરનની મુલાકાત પછી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતા મહિને આફ્રિકાની મુલાકાત લે, તેવી સંભાવના છે. ભારત સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ભારત તથા આફ્રિકા વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા નક્કર પગલાં ભર્યા છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ સુધીમાં ઉચ્ચસ્તરીય ૨૫ જેટલી મુલાકાતો લેવામાં આવી હતી. બાબત પુરવાર કરે છે કે, નરેન્દ્ર મોદી સરકાર આફ્રિકા સાથેના સંબંધો હજુ મજબૂત બનાવવા ઉત્સુક છે. વર્ષે દિલ્હીમાં ભારતઆફ્રિકા શીખર બેઠક યોજાશે, જેમાં આફ્રિકાના દેશોના ૪૦ જેટલા વડાઓ ભાગ લે, તેવી સંભાવના છે. વર્ષ ૨૦૧૫માં ભારતે યોજેલા ભારત આફ્રિકા શીખર બેઠકમાં ૪૧ આફ્રિકી દેશોના વડાઓ ઉપÂસ્થત રહ્યા હતા. નિરીક્ષકો માને છે કે, ભારતને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદનું કાયમી સભ્યપદ મળે તે માટે આફ્રિકાના ૫૫ જેટલા દેશોએ સમર્થન આપ્યું છે. વર્ષ ૨૦૧૫ની શીખર બેઠકમાં ભારતે આફ્રિકાના દેશોને ૧૦ અબજ ડોલરનું ધિરાણ રાહતના દરે અને ૬૦ કરોડ અમેરિકી ડોલરની અનુદાન સહાય આપવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી ભારતીય કંપનીઓએ આફ્રિકામાં ૫૪ અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે. તેમજ ભારતનો આફ્રિકા ખંડના દેશો સાથેનો વેપાર ૬૨ અબજ ડોલરને આંબી ગયો છે. જે અગાઉના વર્ષ કરતાં ૨૧ ટકાથી વધુ રહ્યો છે.  આફ્રિકામાંથી ભારતમાં થતી આયાતોમાં પણ વધારો થઈ રહ્યો છે. ભારતે અત્યાર સુધીમાં આફ્રિકામાં ૪૪ દેશોને ૧૧ અબજ ડોલરનું ધિરામ આપ્યું છે. ઉપરાંત ભારત સરકારે આગામી ૨૦૨૧ સુધીમાં આફ્રિકાના દેશોમાં ૧૮ નવા રાજદૂતાવાસો શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. આફ્રિકાના દરિયાકિનારાના દેશો તથા ભારત બ્લુ ઇકોનોમી અથાર્ત દરિયાઈ પેદાશો ઉપર આધારિત અર્થતંત્રના લાભો લઈને, દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા પ્રયાસો કરી રહ્યા છે. ઉપરાંત બ્રાઝીલ, રશીયા, ભારત અને ચીન તથા દક્ષિણ આફ્રિકાનું બ્રિક્સ સંગઠન, ભારત, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકાનું આઈબીએસએ તથા ડબલ્યૂટીઓ જેવા બહુરાષ્ટ્રીય સંગઠનો દ્વારા ભારત અને આફ્રિકાના દેશો સહકાર સુદૃઢ બનાવી રહ્યા છે. બંને પક્ષોના અધિકારીઓએ જણાવ્યું છે કે, દરિયાઈ ક્ષેત્રનો સહકાર મજબૂત બનાવવાની બાબતને ભારત અને આફ્રિકાના દેશો ધ્યાન કેન્દ્રીત કરશે.

લેખકઃ વિનીત વાડી, પત્રકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...