પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ૨૪થી ૨૬ ઓગસ્ટ ૨૦૧૯ દરમિયાન દક્ષિણ ફ્રાન્સના બાયેરીટ્ઝ ખાતે યોજાનારી ૪૫મી જી-સેવન શિખર સંમેલનમાં ભાગ લેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતની સાથે સાથે ઓસ્ટ્રેલિયા, ચીલી અને સાઉથ આફ્રિકાને પણ વિશેષ આમંત્રણ આપ્યું છે.
જી-સેવન સામાન્ય રીતે વિશ્વ સમુદાયના પ્રમુખ નેતાઓને તેના આઉટરીચ સત્રોના માધ્યમથી વૈશ્વિક સમુદાયના પડકારોનો સામનો કરવાની ચર્ચામાં જાડે છે.
આ આમંત્રણ એટલે પણ મહત્વપૂર્ણ છે કે, આર્થિક અને રાજકીય શÂક્તના રૂપમાં ભારતના વધતા ઉત્પાદનનો સ્વીકાર્ય થયો છે, જે ભારત અને ફ્રાન્સ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની ગહન અભિવ્યÂક્ત છે અને પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચેના વ્યÂક્તગત સંબંધ અને મૈત્રીની સાક્ષી છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને વૈશ્વિકીકરણને પ્રોત્સાહન આપવામાં અને પર્યાવરણના સંરક્ષણમાં ભારતની ભૂમિકાને બિરદાવી હતી. ૨૦૧૫માં પેરિસમાં યોજાયેલી સીઓપી-૨૧ પરિષદ દરમિયાન શ્રી મોદીએ એ સમયના ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલાંડની સાથે આંતરરાષ્ટ્રીય સૌર જાડાણ (આઈએસએ)નો શુભારંભ કરાવ્યો હતો. જૂન ૨૦૧૭માં ફ્રાન્સની ચૂંટણીમાં વિજય મેળવ્યા બદલ શ્રી મેક્રોનને અભિનંદન આપવા શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેન્ટ પીટર્સબર્ગ ખાતેની આંતરરાષ્ટ્રીય નાણાંકીય મંચની બેઠક પૂર્ણ કરી સીધા પેરિસ પહોંચ્યા હતા. પેરિસ સંધીમાંથી ખસી જવાની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ પ્રધાનમંત્રીની આ પેરિસ મુલાકાત મહત્વપૂર્ણ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મેક્રોને સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, તેઓ પેરિસ સંધિ હેઠળની પ્રતિબદ્ધતાઓનો પાલન કરવાનું શરૂ રાખશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિની માર્ચ ૨૦૧૮ની ભારત મુલાકાત દરમિયાન આંતરરાષ્ટ્રીય સૌર જાડાણની સ્થાપના અંગેની પરિષદ યોજવામાં આવી હતી.
વૈશ્વિકીકરણ, જળવાયુ પરિવર્તન અને જળવાયુ ન્યાય જેવા મુદ્દાઓ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન આતંકવાદના મુદ્દા પર સમાન વિચાર ધરાવે છે. ભારત અને ફ્રાન્સ બંને આતંકવાદનો ભોગ બનેલા છે. બંને દેશ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતીનું પાલન કરે છે. અને આ સંકટને હરાવવા માટે દરેક સંભવિત પગલા લેવાની તરફેણમાં છે. પ્રધાનમંત્રીએ આ મહિનાની આઠમી તારીખે માલદીવ્સની સંસદમાં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આતંકવાદના સંકટનું આહવાન કર્યું હતું, જેને ફ્રાન્સે ટેકો આપ્યો છે.
જી-સેવનમાં સાત સૌથી મોટી અને વિકસિત અર્થતંત્રોનો સમાવેશ થાય છે, જે વૈશ્વિક કુલ સંપતિના ૫૮ ટકા, સામાન્ય મૂલ્યોના આધારે વૈશ્વિક કુલ ઘરેલું આવકના ૪૬ ટકા અને ખરીદ શÂક્ત સામ્યતા ઉપર વૈશ્વિક જી.ડી.પી.ના ૩૨ ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકાનો સમાવેશ થાય છે.
જી-સેવન પરિષદોમાં યુરોપીય સંઘનું પણ પ્રતિનિધિત્વ છે. આ જૂથને જી-સીક્સ તરીકે ફ્રાન્સ દ્વારા ૧૯૭૫માં શરૂ કરાયું હતું અને તેમાં કેનેડાનો ઉમેરો થતાં એક વર્ષ પછી તે જી-સેવન તરીકે ઉભરી આવ્યું હતું. રશિયાને ૧૯૯૭માં આ જૂથમાં આમંત્રિત કરાયું હતું. જેથી તે જી-એઇટ બન્યું હતું. પરંતુ ૨૦૧૪માં ગુના સાથે રશિયાના જાડાણથી તેને કાઢી મૂકાયું હતું.
તેની શરૂઆતથી જ આ જૂથ વૈશ્વિક આર્થિક અને નાણાંકીય વિકાસની ચર્ચા કરે છે અને વૈશ્વિક વેપાર અને અર્થતંત્રની સુવ્યવÂસ્થત વૃદ્ધિ માટે નિર્ણયો લે છે. આર્થિક, સુરક્ષા અને ઉર્જા સંબંધિત નીતિઓનું સંકલન કરવા માટે જી-સેવન એક મહત્વનો મંચ છે.
જાકે, ૧૯૯૯માં સરકારો અને ૧૯ દેશોની કેન્દ્રીય બેન્કોના ગવર્નરો, અને યુરોપીય સંઘ માટે આંતરરાષ્ટ્રીય મંચ તરીકે જી-ટ્વેન્ટી અÂસ્તત્વમાં આવ્યું તે પછી જી-સાતની સુસંગતતા પર પ્રશ્નાર્થ ઊભો થયો હતો. ૨૦૦૭-૦૮માં આંતરરાષ્ટ્રીય આર્થિક અને નાણાંકીય કટોકટીના પગલે જી-ટ્વેન્ટીને રાજ્યોના વડા કે સરકારના વડાના સ્તર સુધી ઊચું લાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં જી-૨૦ વર્ષમાં બે વાર મળતા હતા પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોમાં તે વાર્ષિક એક બેઠક યોજે છે. ભારત આ ચર્ચાઓમાં નિયમિત પણે અને સક્રિય રીતે ભાગ લે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૮ અને ૨૯ જૂન, ૨૦૧૯એ ઓસાકા, જાપાન ખાતે હવે પછીની જી-ટ્વેન્ટી પરિષદમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી જી-સેવન પરિષદમાં હાજરી પછી ફ્રાન્સની દ્વિપક્ષીય મુલાકાતે જશે. શ્રી મોદીની જી-સેવન પરિષદમાં સહભાગિતા લાંબાગાળે ભારતની પશ્ચિમી સરહદેથી વધતા આતંકવાદ સામે લડવાના હિતોને આગળ વધારવામાં સાથે વૈશ્વિક પર્યાવરણ બચાવવામાં અને ન્યાયી અને સંતુલિત બહુપક્ષીય વેપાર વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થશે.

Comments
Post a Comment