પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી મુદત માટે પ્રધાનમંત્રી બન્યા પછી ગત ૧૩ અને ૧૪મી જુનના રોજ કિર્ગીઝસ્તાનના બીશ્કેકની મુલાકાત લીધી હતી. આ વખતે તેઓએ કિર્ગીઝસ્તાનના રાષ્ટ્રપ્રમુખ સોરાનબે જીનબેકોવ સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપ્રમુખ જીનબેકોવ સાથેની આ મંત્રણા ખાસ અને વ્યુહાત્મક રીતે મહત્વની હતી. ગત ૩૦મી મે ૨૦૧૯માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની શપથવિધીમાં શ્રી જીનબેકોવ મહત્વના મહેમાનો પૈકી એક હતા.
બીશ્કેકમાં યોજાયેલી એસ.સી.ઓ.ની બેઠકમાં અને ત્યારપછી ભારત અને કિર્ગીઝ વેપારમંચની સફળ અને મહત્વની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપ્રમુખ જીનબેકોવે સાથે સંબોધન કર્યું હતું.
ભારત અને કિર્ગીઝસ્તાને, બેવડા કરવેરા નિવારણ સમજુતી તથા દ્વિપક્ષીય મૂડીરોકાણ સંધીને આખરી ઓપ આપ્યો છે. આ સંધીઓના કારણે ભારત – કિર્ગીઝ વચ્ચેના દ્વિપક્ષીય વેપાર માટે અનુકૂળ વાતાવરણ ઊભુ થશે.
આ સંધીના લીધે આગામી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે વેપાર વધારવા માટેનું આયોજન કરી શકાશે. વર્ષ ૨૦૧૬-૧૭માં બંને દેશો વચ્ચેનો વેપાર ૨૨.૬૬ મીલીયન ડોલરનો હતો. ભારતથી કિર્ગીઝસ્તાનમાં થતી નિકાસ બે કરોડ ૨૬ લાખ અમેરીકી ડોલરની હતી જયારે કિર્ગીઝસ્તાનથી ભારતમાં કરાતી નિકાસ માત્ર ૨૩ લાખ અમેરીકી ડોલરની હતી. આમ, બંને દેશો વચ્ચેનો વેપાર વધારવાની ક્ષમતા બંને દેશોએ ઓળખી છે.
બંને આગેવાનોએ એમ પણ સ્વીકાર્યું છે કે, ઇરાનનું ચાબહાર બંદર, ભારત અને કિર્ગીઝસ્તાન વચ્ચેના વેપાર માટે મદદરૂપ બનશે.
ભારત અને કિર્ગીઝસ્તાન વેપારને અનુકૂળ ઉત્તર-દક્ષિણ આંતરરાષ્ટ્રીય કોરીડોર માટે કામ કરી રહ્યા છે.
ભારત – કિર્ગીઝ વેપાર બેઠકમાં શ્રી નરેન્દ્ર મોદીએ, ભારતમાં ઉપલબ્ધ વેપાર વધારવાની ક્ષમતાનો ઉપયોગ કરવા કિર્ગીઝના વેપારી આલમને અનુરોધ કર્યો.
તેમણે કહ્યું કે, ભારત પાસે વેપારને પ્રોત્સાહન મળે તેવા સંપર્ક યોગ્ય વાતાવરણ તથા બિઝનેસ - ટુ - બીઝેનસ આદાન - પ્રદાનની સારી તકો છે.
તેમણે કહ્યું કે, ભારત, કિર્ગીઝસ્તાનમાં ઓર્ગેનીક ઉત્પાદનો ડેરી ઉત્પાદનો, કાપડ, રેલવે, જળ-વિદ્યુત, ખાણ ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં મૂડી રોકાણ કરી શકે છે.
શ્રી મોદીએ, ભારતમાં વેપાર ક્ષેત્રે રોકાણ કરવા આગળ આવવા કિર્ગીઝસ્તાનના વેપાર ઉદ્યોગ ક્ષેત્રને આમંત્રણ આપ્યું.
પ્રધાનમંત્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત આગામી પાંચ - છ વર્ષોમાં પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનશે.
આ હેતુથી ભારતે યુવાનો અને નવકલ્પના કરનાર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતમાં અર્થતંત્રનો દરજ્જા તથા ટેકનોલોજી ક્ષેત્રે થયેલી પ્રગતિની લીધે કિર્ગીઝસ્તાનના વિકાસને પણ નવું બળ મળશે.
આથી જ ભારતે – કિર્ગીઝસ્તાન સાથે વેપાર ક્ષેત્રે સહકાર મજબૂત બનાવવાનું કરેલું આયોજન ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના ભાગરૂપે છે.
ભારત મધ્ય એશિયાના પાંચ દેશ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. ભારત આ દેશોને કેટલું મહત્વ આપે છે તે બાબત ભારત દ્વારા બીશ્કેકમાં આ વર્ષે યોજાનાર નમસ્કાર યુરોએશીયા વેપારી બેઠક પરથી જણાય છે.
ભારત અને કિર્ગીઝસ્તાને સંરક્ષણ, વેપાર, મૂડીરોકાણ તથા આરોગ્ય ક્ષેત્રે ૧૫ સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા છે.
બંને દેશોએ વ્યુહાત્મક ભાગીદારી વધારવા અંગેની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. ભારતે કિર્ગીઝસ્તાનમાં વિવિધ વિકાસકામો માટે ૨૦ કરોડ અમેરીકી ડોલરનું ધિરાણ આપવાની જાહેરાત કરી છે.
ભારત અને કિર્ગીઝસ્તાને આગામી ૨૦૨૧ના વર્ષને સાંસ્કૃતિક તથા મૈત્રીના સંબંધોના વર્ષ તરીકે ઉજવવાનો પણ નિર્ણય લીધો છે.
આમ સમગ્ર રીતે જાતા વેપાર – મૂડીરોકાણ મૈત્રી સંબંધો તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન તથા વિકાસની દ્રષ્ટિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કિર્ગીઝસ્તાનની મુલાકાત ફળદાયી અને સફળ થઇ છે.
આ બાબત વાસ્તવમાં ઉતારવા બંને દેશોએ સમજૂતીઓનો વાસ્તવમાં અમલ કરવો પડશે.
લેખક : ડોકટર ઇન્દ્રાણી તાલુકદાર, રશિયા અંગેના વ્યુહાત્મક વિશ્લેષક

Comments
Post a Comment